હાલમાં જ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને હરણના શિકાર કરવાની ઘટનામાં જોધપુરની સીએમ કોર્ટે પાંચ વર્ષની સજા ફરમાવી છે અને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે. જોકે બોલિવૂડમાં એવા અનેક લોકપ્રિય કલાકારો છે, જેમને જેલ સાથે ખૂબ જૂનો સંબંધ રહેલો છે. તેમને પણ કાનૂનને તોડવાની સજા મળી ચૂકી છે. હાલમાં જ કલાકાર જ્હોન અબ્રાહમ પર પણ તેમની આગામી ફિલ્મ પરમાણુના કારણે વિવાદ થઇ રહ્યો છે. તેમની ફિલ્મની પ્રોડ્યુસરે તેમના પર છેતરપીંડીનો કેસ કરીને એફઆઇઆર નોંધાવી છે. આવા અનેક કલાકારો છે, જેમના પર કેસ થયેલો છે અને તેમણે જેલના દર્શન કર્યા છે. કેટલાક કલાકારોએ પોતાની સજા પૂરી કરી છે, તો વળી, કેટલાક ને તો જામીન મળી જતા બહાર છે.

 

સંજય દત્ત – ગરકાયદેસર હથિયાર રાખવા માટે

1993માં થયેલા મુંબઇમાં સિરિયલ બ્લાસ્ટમાં ગેરકાયદેસર રીતે પોતાના ઘરે હથિયાર રાખવાના આરોપ માટે 2013માં સુપ્રિમ કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. તેમને એકે-56 અને નવ-એમએમની પિસ્તલની સાથે પકડવામાં આવ્યા હતા. આ હથિયારોનો સંબંધ મુંબઇના સિરિયલ બ્લાસ્ટ સાથે હતો. તેમના પર ટાડા પણ લગાવવામાં આવ્યા હતા. જે દેશમાં સૌથી મોટો અપરાધ કરવાના લીધે લગાવવામાં આવે છે. આ બ્લાસ્ટમાં 257 લોકોના મૃત્યુ થયા હતા અને 700 લોકોને ઇજા પહોંચી હતી. બોલિવૂડના મુન્નાભાઇએ આ સજા પુનાની યરવડા જેલમાં ભોગવી હતી. 25 ફેબ્રુઆરી 2016ના દિવસે તેઓએ પોતાની સજા પૂરી કરી હતી.

 

સલમાન ખાન – કાળીયારનો શિકાર અને હીટ એન્ડ રન કેસ

2002માં હીટ એન્ડ રન કેસમાં સલમાન સજા ફરમાવવામાં આવી હતી. તે સિવાય 1998માં રાજસ્થાનમાં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટીંગ દરમિયાન કરેલા કાળીયારના શિકારના કારણે હાલમાં જ તેમને પાંચ વર્ષની સજા કરવામાં આવી છે. જોકે તેમણે 2007ના વર્ષમાં આ કેસના કારણે જ થોડો સમય જેલમાં વિતાવ્યો હતો. જોકે હાલમાં સલમાન ખાન જામીન પર બહાર છે.

 

જ્હોન અબ્રાહમ – એક્સીડન્ટ કેસમાં

મુંબઇમાં 2006માં ફૂટપાથ પર ચાલી રહેલી બે વ્યક્તિઓને પોતાની હાયાબૂસા બાઇકથી ટક્કર મારવાના કેસમાં જ્હોનને લોઅર કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. જોકે 15 દિવસની જેલની સજા તેમણે ભોગવી હતી. આ કેસમાં તેમને હાઇકોર્ટમાંથી ખૂબ જલદી જામીન મળી ગયા હતા. હાલમાં તેઓ જામીનના કારણે બહાર છે. તેમના કેસમાં સારી બાબત એ હતી કે તેઓ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઇ ગયા હતા.

 

શાઇની આહુજા – રેપ કેસમાં

શાઇની આહુજા પર તેમની જ ઘરની 20 વર્ષની કામવાળી દ્વારા રેપનો કેસ કરાયો હતો. શાઇની આહુજા કેટલાક સમય સુધી જેલમાં રહ્યા પછી તેઓ જામીન પર બહાર આવી ગયા હતા. જોકો આ બધાની અસર તેમની કરીયર પર જોવા મળી.

 

મોનિકા બેદી – ખોટા ડોક્યુમેન્ટ્સ માટે

મોનિકા બેદી તે સમયે અબુ સાલેમન ગર્લફ્રેન્ડ હતી અને ખોટા ડોક્યુમેન્ટના આધારે પોર્ટુગલમાં એન્ટ્રી કરવાના ગૂના હેઠળ તેમને અઢી વર્ષની સજા કરવામાં આવી હતી. જોકે પાછળથી સુપ્રિમ કોર્ટે તેમની સજા ઓછી કરી હતી. તેઓને મળેલી સજા તેમણે પૂરી કરી હતી.

 

સૈફ અલી ખાન – મારપીટ કરવા માટે

સલમાનની સાથે કાળા હરણના શિકાર ઉપરાંત 2012માં મુંબઇની તાજ હોટલમાં એક વ્યક્તિ સાથે મારપીટ કરવાના ગૂનાહમાં તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. જોકે તેમને તરત જ જામીન મળી ગયા હતા.

 

ફરદીન ખાન – ડ્રગ્સ ખરીદવા માટે

ફિરોઝ ખાનના દિકરા ફરદીન ખાનને 2001માં કોકેઇન ખરીદવાના કેસમાં પકડવામાં આવ્યા હતા. તે સમયે તેમને પાંચ દિવસનો જેલવાસ ભોગવવો પડ્યો હતો. જોકે હાલમાં તેઓ જામીન મળી જવાના કારણે બહાર છે.

 

પુરુ રાજકુમાર – હિટ એન્ડ રન કેસ

જાણીતા એક્ટર રાજકુમારના દિકરા પુરુ રાજકુમાર 1993માં હિટ એન્ડ રન કેસમાં પકડાઇ ચૂક્યા છે. તેમણે એકસાથે 8 લોકો પર કાર ચઢાવી દીધી હતી. જેમાં 3 જણાનું મૃત્યુ થયું હતું. દરેકના પરિવારને એક લાખની રકમની ચૂકવણી કરી ત્યારબાદ તેઓ જેલમાંથી જામીન પર બહાર નીકળી શક્યા હતા.

 

રાજપાલ યાદવ – કોર્ટને ગેરમાર્ગે દોરવા

પાંચ કરોડ રૂપિયાની રીકવરીના કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાના કારણે રાજપાલ યાદવ પણ 10 દિવસ જેલમાં વિતાવી ચૂક્યા છે. જોકે પછીથી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. કેસના કારણે તેમને ખૂબ આઘાત પણ લાગ્યો હતો.

 

અંકિત તિવારી – રેપ કેસ

મ્યૂઝીક કમ્પોઝર અને સિંગર અંકિત તિવારીને 2014માં પકડવામાં આવ્યા હતા. તેમના પર એક એકવર્ટાઇઝિંગ પ્રોફેશન સાથે સંકળાયેલ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં એક અઠવાડિયામાં અંકિતને જામીન મળી ગયા હતા.

 

વિજય રાજ – ડ્રગ્સ ખરીદી

2005માં વિજયરાજને દુબઇમાં ગેરકાનૂની રીતે ડ્રગ્સ ખરીદવાના આરોપમાં પડકી લેવામાં આવ્યા હતા. જોકે એક્ટરનું કહેવું હતું કે તેમને ખોટા આરોપમાં ફસાવવામાં આવ્યા હતા. તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

 

મધુ ભંડારકર – કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચના કેસમાં સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પ્રિતી જૈને મધુર ભંડારકર પર રેપનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે મધુર ભંડારકરને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે કોઇ ચોક્કસ સાબિતી ન મળવાના કારણે તેમને છોડી દેવામાં આવ્યા હતા.

 

સૂરજ પંચોલી – મત્યુ માટે મજબૂર કરવા

જાણીતી મોડલ અને એક્ટ્રેસ જીયા ખાનના આત્મહત્યાના કેસમાં તેમના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને પકડવામાં આવ્યા હતા. તેમના પર આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ હતો. આ કેસમાં તેમને પડકવામાં આવ્યા હતા પણ પછીછી તેમને જામીન પણ મળી ગયા હતા.

 

ઇન્દ્ર કુમાર – રેપ કેસ

2014માં ઇન્દ્રકુમાર પર તેમની ગર્લફ્રેન્ડ દ્વારા રેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગર્લફ્રેન્ડનું કહેવું હતું કે ઇન્દ્રકુમારે તેને ફિલ્મમાં રોલ અપાવવા માટેની વાત કરીને તેના અપાર્ટમેન્ટ પર બોલાવી હતી અને બે રાત સુધી તેના પર રેપ કર્યો હતો.

 

સોનાલી બેન્દ્રે – ધાર્મિક બાબત

સોનાલી બેન્દ્રે એ એક મેગેઝીન કવરમાં આપેલા કવર ફોટો જેમાં તેણે લેમન યલો કલરનો ઓમ લખેલો કુર્તો પહેર્યો હતો. જેમાં ધાર્મિક લાગણી દુભાઇ તેવો ફોટો હોવાથી કેસ થયા બાદ તેમને પકડવામાં આવ્યા હતા. જોકે તેમને આ કેસમાં ખૂબ જલદી જામીન પણ મળી ગયા હતા.

 

બોક્સ

સજા મેળવનાર કલાકારો

  • બોલિવૂડના કિંગ ખાનને પણ 2012માં ક્રિમિનલ કેસનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર આરોપ હતો કે આઇપીએલ મેચ દરમિયાન વાનખેડા સ્ટેડિયમમાં ફરજ પરના ગાર્ડ સાથે ગાળો બોલીને અસભ્ય વર્તન કર્યું અને ઉપસ્થિત એમસીએ અધિકારીયો સાથે ધક્કામૂકી પણ કરી હતી.
  • ગોવિંદાને પણ સંતોષ રાય નામના એક વ્યક્તિને તમાચો મારવાના કારણે ક્રિમિનલ કોર્ટમાં જવું પડ્યું હતું.
  • બોલિવૂડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટી પર હુંડાઇ ટેલિકોમ કંપનીના ચેક ડિસઓનર માટે કેસ થયો હતો.
  • બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારને લેક્મે ફેશન વીકમાં પત્ની ટ્વીન્કલ ખન્ના પાસે પેન્ટની ચેઇન ખોલાવવાનું મોંધુ પડ્યું હતું. તેના માટે તેમને જેલ જવું પડ્યું હતું. જોકે તેમને જામીન મળી ગયા હતા.

       

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment