કિયારા અડવાણી એ કરિયરની શરૂઆતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે બોલિવૂડમાં ટકી રહી અને મહેનત કરતી રહી. ફિલ્મ કબીર સિંહ અને ગુડ ન્યુઝ ની સફળતા બાદ કિયારા અડવાણી ડિમાન્ડ બોલિવૂડમાં વધી ગઈ છે. તેની બંને ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો અને એક કલાકાર તરીકે તેના કામની પસંદગી પણ કરવામાં આવી. હવે તેની પાસે ઘણી બધી ફિલ્મો છે. હાલમાં તે બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાની ના કેલેન્ડર શૂટ ને લઈને પણ ચર્ચામાં છે. આ ઉપરાંત કિયારા કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અને રુચિ નારાયણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી વેબ ફિલ્મ ગિલ્ટી ને લઈને પણ ચર્ચામાં છે. ફિલ્મ ગિલ્ટી નેટફ્લિકિસ પર ૬ માર્ચના રોજ રિલીઝ થશે. કિયારા અડવાણી સાથે તેની કરિયર સાથે જોડાયેલી અને વેબફિલ્મ અંગેની વિસ્તાર પૂર્વક થયેલી વાતચીત.

કરિયરના પાંચ વર્ષની જર્ની ને કઈ રીતે જુઓ છો.

જો પાંચ વર્ષ પહેલાં મને કોઈએ પૂછ્યું હોત કે પાંચ વર્ષ પછી ક્યા પહોંચવા માગો છો તો હું હાલમાં જ્યાં છું ત્યાજ હોઈશ તેઓ જવાબ મળ્યો હોત. મને લાગે છે કે પાંચ વર્ષ પહેલા જે સપના મેં જોયા હતા તે 2019 માં સાચા થયા. હવે હું 2020 ને લઈને ખુબ જ ઉત્સાહિત છું. હજી મારે ઘણું સારું કામ કરવાનું છે અને વધારેમાં વધારે દર્શકો સુધી પહોંચવાનું છે.

વેબ ફિલ્મ ગિલ્ટી વિશે શું કહેશો.

હું આ ફિલ્મમાં કોલેજ ગર્લ નાનકી નો રોલ પ્લે કરી રહી છું. જે સેન્ટ માર્ટિન કોલેજની સ્ટુડન્ટ છે. તે પોતાની કોલેજ લાઈફ પોતાની ઇચ્છાથી જીવે છે. નાનકી ના ત્રણ મિત્રો છે જેની સાથે તેને સમય પસાર કરવો ગમે છે. નાનકી ના રોક બેન્ડ ગ્રુપમાં વિજે (ગુરફતેહ પીરઝાદા), તાશી અને હાર્ડી છે. આ ગ્રુપ સાથે મળીને પરફોર્મ કરે છે, સિગરેટ પીવે છે અને કોલેજ લાઈફ સંપૂર્ણ રીતે એન્જોય કરે છે. તેમનું જીવન વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોય છે પરંતુ અચાનક કંઈક એવી ઘટના બને છે કે નાનકી નું આ ગ્રુપ એક બીજી કોલેજના ગ્રુપની સાથે વિવાદોમાં ફસાઈ જાય છે. તે સિવાય કોલેજના રોક બેન્ડ સ્ટુડન્ટ વીજે ની ઉપર કોલેજની એક બીજી સ્ટુડન્ટ તનુ ઉપર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં આવે છે, ત્યારે વીજેની સાથે તેની બેન્ડ ના સભ્યો અને નાનકી પણ પકડાઈ જાય છે. આગળની વાર્તા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

તમારા આ પાત્રમા અલગ રૂપ જોવા મળશે.

હા, આ ફિલ્મમાં મારો લુક કોલેજની મોડર્ન યુવતીનો છે. આ ફિલ્મમાં તમને મારા શરીર પર ટેટૂ પણ જોવા મળશે. આ ઉપરાંત મારો અંદાજ પણ એકદમ અલગ છે. મારો લુક અને મારું પાત્ર મેં અત્યાર સુધી ભજવેલા દરેક પાત્ર કરતા એકદમ અલગ છે.

તમારી ફિલ્મમાં દોસ્તીની વાત છે રિયલ લાઇફમાં મિત્રો નું કેટલું મહત્વ રહેલું છે.

મારા માટે દોસ્ત અને દોસ્તી ખૂબ જ મહત્વ ધરાવે છે. અમે પાંચ યુવતીઓ ખૂબ ખાસ મિત્રો છીએ. અમે સ્કૂલના સમયથી મિત્રો છીએ. કોલેજમાં પણ અમે એક સાથે જ હતા અને આજે પણ અમે પાંચ જણા બેસ્ટ ફ્રેન્ડ છીએ. હવે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ગ્રુપ ને કારણે મિત્રો અને પરિવાર વાળાઓ સાથે સંપર્કમાં રહેવું ખૂબ સરળ બની ગયું છે. અમે પાંચ મિત્રો દર રવિવારે મળીએ તેવો અમારો સતત પ્રયત્ન હોય છે. જો ડિનર કે લંચમાં જવા માટે સમય ન હોય તો અમે કોફી પીવા માટે પણ કોઈને કોઈ મિત્રના ઘરે કે નજીકની કોઈ રેસ્ટોરામાં અને ખાસ કરીને બાંદ્રામાં મળીએ છીએ. અમારા માટે સૌથી સારી વાત એ છે કે અમે દરેક દોસ્ત નજીક-નજીક રહીએ છીએ. જ્યારે અમને ત્રણ ચાર દિવસની રજા મળે છે, તો અમે લોકો સાથે મળીને ફરવા જવાનું પણ પ્લાનિંગ કરીએ છીએ.

વેબ ફિલ્મ કર્યા પછી તમારા માટે હોલીવુડ નો રસ્તો સરળ થઇ જશે તેવું લાગે છે.

બે વર્ષ પહેલા મેં એક વેબ ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ કરી હતી, જેના કારણે અમ્મૈય એવોર્ડ સુધી પહોંચી હતી. હવે આગળ જોઈશું કે ક્યાં સુધી પહોંચી શકું છું.

તમને સંગીતનો પણ શોખ છે. ફિલ્મ એમ એસ ધોની અનટોલ્ડ સ્ટોરી ના એક ગીતને તમે તમારા અવાજમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું શું ફિલ્મોમાં ગાવાની ઈચ્છા ખરી.

હું પોતાને બાથરૂમ સિંગર ગણું છું. મેં એમ એસ ધોની અનટોલ્ડ સ્ટોરી ફિલ્મના તે ગીત ને માત્ર શોખ ખાતર ગાઇને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું, પણ તે ગીત વાયરલ થઈ ગયું અને લોકોએ મારા અવાજના વખાણ કર્યા. મને પોતાને જ ખબર નહોતી કે મારો અવાજ આટલો સરસ છે. જો મને તક મળશે તો હું સંગીત શીખીને ફિલ્મોમાં ગાવાનો પ્રયત્ન કરીશ. મને ગીત ગાવું ખૂબ પસંદ છે.

બોલિવૂડમાં ઉડતી અફવાઓ અને સંબંધો વિશે શું કહેશો.

આ પ્રકારની અફવાઓ તે ઇન્ડસ્ટ્રીનો જ એક ભાગ છે. હું ક્યારેય તેને સિરિયસલી લેતી નથી. મને એવું લાગે છે કે આ બધી બાબતો પર મારે વધારે ધ્યાન આપવું જોઈએ નહીં. હું પ્રેમ અને લગ્નમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું અને હું ખૂબ જ વફાદાર વ્યક્તિ છું. જો હું કોઈની સાથે સંબંધમાં બંધાઇશ તો તેને સ્વીકારી લઈશ. હું મારા સંબંધોને છુપાવી શકતી નથી.

આવનારી ફિલ્મો કઈ કઈ.

લક્ષ્મી બમ, ઇન્દુ કી જવાની, શેરશાહ અને ભૂલ ભૂલૈયા 2 આવવાની છે. આ દરેક ફિલ્મ અલગ અલગ જોનરની છે અને તમામ ફિલ્મોમાં મારા પાત્ર પણ ખૂબ જ અલગ અલગ જોવા મળશે.

Loading

Spread the love

Leave a Comment