હાલમાં મહાભારત કલર્સ પર ફરીથી જોવા મળી રહ્યું છે, ત્યારે તેમાં દ્રોપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાગુંલી સાથે તે સમયની તેમની યાદગાર પળોની વાત કરી. તે સમયે તેમને શૂટીંગ દરમિયાન જે અનુભવો થયા અને તેમણે મહાભારતમાં એક ગીત ગાયું તેની વાતો તેમણે શેર કરી. જાણીયે તેમના મહાભારતના અનુભવો વિશે.
— આપ ગાવા માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂક્યા છો, અને આપે મહાભારતમાં પણ એક ગીત ગાયું છે. આ અનુભવ કેવો હતો?
મહાભારતમાં મેં એક ગીત ‘નૈનો કે’ ગાયું હતું, અને એ ખૂબ સુંદર અનુભવ રહ્યો. વાત એવી બની હતી કે એના સર્જકો મારા પર જે ગીત પિકચરાઈઝ કરવાનું હતું, તે ગીત કોઈ આવીને ગાઈ જાય એવું ઈચ્છતા હતા. રવિ સરે મને અચાનક પૂછ્યું, “તું એક ગીત ગાઈશ?” મને એ સાહજિક લાગ્યું અને હું નાની હતી ત્યારથી ગાતી હતી, એટલે મેં બહુ વધારે વિચાર ના કર્યો. મેં સંમતિ આપી ત્યારે મેં રવિ સરને કહ્યું હતું કે મારું ગાવાનું બરાબર થાય તો ઠીક છે, પણ જો એ પસંદ ના પડે તો એ જ ગીત કોઈ વ્યાવસાયિક ગાયકને બોલાવી ગવડાવી શકો. સદનસીબે એ ગીત મેં એક જ ટેકમાં પૂરું કર્યું અને બધાંને એ ખૂબ ગમ્યું. એ ખૂબ સુંદર ગીત છે. આજે આટલા વર્ષો પછી હું જયારે એ ગીત સાંભળું છું ત્યારે બહુ ખુશ થઉં છું કે મેં એ ગીત ગાવા સંમતિ આપી હતી.
— મહાભારત કલેસ પર પાછું આવ્યું છે. તમારે એના માટે શું કહેવું છે?
મારી પેઢીના કેટલાય લોકો છે, જેઓ મહાભારત ફરીથી જોવા ઈચ્છતા હતાં. મને ખાતરી છે કે આજની યુવા પેઢીએ તેઓના માતા-પિતા અને દાદા-દાદી પાસેથી મહાભારત શોની અનેક વાતો સાંભળી હશે. આજે હવે કલર્સ જેવી ચેનલે આ વાર્તા જન જન સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે ત્યારે જે કોઈ મહાભારત જોવા ઈચ્છે છે, તેઓ જાણે છે કે કલર્સ ચેનલ જોવાની છે.
— તમે ક્યારેય વિચાર્યું હતું કે મહાભારત ભારતીય દર્શકો પર આટલી બધી અસર કરશે?
અમે આ માટે ઘણો પુરુષાર્થ કર્યો હતો અને અમને વિશ્વાસ હતો કે લોકોને આ શો બહુ ગમશે. પણ ધીરે ધીરે અમને ખબર પડી કે લોકો પર કેટલી હદે કેટલો પ્રભાવ પડ્યો છે. અમને ખબર પડી હતી કે ટ્રેઇનો જે સ્ટેશન પર ટેલીવિઝન હતાં, ત્યાં રોકાઈ જતી. જેથી લોકો આ મહાભારતનો શો જોઈ શકે. એ સમયે, અમે શોના શૂટીંગમાં ખૂબ વ્યસ્ત રહેતાં હતાં, આથી અમને જરા જેટલો પણ અણસાર નહોતો કે શો આવો લોકપ્રિય બન્યો છે. એ વખતે મને શો સારી રીતે જોવાનો મોકો મળ્યો ન હતો. આજે હવે હું કલર્સ પર આ શો સારી રીતે જોઈ શકું છું અને ભૂતકાળની એટલી બધી સ્મૃતિઓ પાછી આવે છે અને એ સીન ના શૂટીંગની યાદો તાજી થાય છે.
— તમે મહાભારતમાં દ્રૌપદીનીભૂમિકા ભજવી હતી એ સમયની તમારી સ્મૃતિ શું છે?
દ્રૌપદીની ભૂમિકા નિભાવવાનો ખૂબ સુંદર સમય મને મળ્યો હતો. મારા માટે એ એક પડકાર હતો, કારણ કે હું હિન્દી સારી રીતે બોલી શકતી નહોતી, આથી મારે બમણા પ્રયત્નો કરવાના હતાં. એ સમયની સૌથી યાદગાર વાત એ છે કે સેટ પર હું સૌથી પહેલી પહોંચતી હતી. એ સમયપત્રક ઘણું શીસ્તબદ્ધ રહેતું, અને અમે સૌ સમયસર પહોંચી જતાં હતાં. રવિજી ખૂબ દોસ્તાના રહેતાં, પણ એ ખાતરી હમેશાં રાખતા કે સેટ પર અમે શિસ્તનું પાલન કરીએ. મને કોઈ મુશ્કેલી પડતી નહોતી, કારણ કે હું સેટ પર સાત વાગ્યાના નિર્ધારિત સમય કરતાં વહેલી પહોંચી જતી હતી. હું સાંજે પાંચ વાગ્યા સુધી રોકાતી હતી!
— આપણે સૌ હાલ કવોરનટૈન માં છીએ. તમારો દિવસ તમે કેવી રીતે પસાર કરો છો?
આ લોકડાઉન સમય દરમિયાન, હળવા થવાના ભાગ રૂપે મેં ઘરની અંદર ઘણું કામ કર્યું છે. મને બાળપણથી જ ઘરમાં કામ કરવાનો શોખ છે. આ ગાળા દરમિયાન, મેં ઘરના એકએક ખૂણા અને ખાંચરા સાફ કર્યા છે. મારું ધ્યાન આના પર કેન્દ્રિત છે. મારા ડોક્ટર મિત્ર પાસેથી તેમણે બનાવેલું સેનીટાઈઝર લાવી લોકોમાં વિતરણ કર્યું છે.