રોગચાળાની તનાવની અસર હજી પણ જોવાઈ રહી છે, ત્યારે ઝી ટીવી તેના આગામી રિયાલિટી શો ઝી કોમેડી શો દ્વારા દેશનો મૂડ સુધારવા પ્રયત્ન કરવાની સાથે તેના દર્શકોને તનાવમાંથી બહાર કાઢીને ખડખડાટ હસાવવા પ્રયત્ન કરી રહ્યું છે. શોએ ભારતના ટોચના કોમેડીઅન્સએ તેમને ખડખડાટ હસાવીને દરેક ભારતીય પરિવારને તેમના કાઉચ પર જકડી રાખીને તનાવને દૂર કર્યો છે, ત્યારે આ સપ્તાહને અંતે, આપણે મહાન ગાયક કુમાર સાનુને શો પર ખાસ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જ્યારે આ સંગીતકારે તેના યાદગાર ગીતોની સાથે આપણું મનોરંજન કરી, સાથોસાથ તેઓ શૂટિંગ દરમિયાન કેટલીક રસપ્રદ વાર્તા કહી હતી. જ્યારે ગાયક 90ના દાયકાની વાતથી બધાને ભાવુક કર્યા!
દરેક કોમેડિયન્સના અત્યંત રમૂજી એક્ટની સાથે આપણા લાફિંગ બુદ્ધા ફરાહ ખાનના મસ્તીભર્યા પ્રતિભાવ પણ દરેકને અવાક કરી રહ્યા છે, ત્યારે કુમાર સાનુના નિર્દોષ ખુલાસાએ દરેકને અવાક કરી દીધા. કેટલાક મનોરંજક એક્ટ્સ બાદ, ડો. સંકેત ભોંસલે તેના સંયજ દત્ત અવતારમાં સ્ટેજ પર આવી અને કુમાર સાનુને ખાસ મહેમાન બનાવીને તેમની સાથે તેના બાબા કા દરબાર ચેટ શોની શરૂઆત કરી. તે દરમિયાન ગાયકે કેટલાક રસપ્રદ ખૂલાસા કર્યા હતા, પણ જ્યારે કુમાર સાનુને તેમના ગીતોના રિમિક્સ પર તેમનું મંતવ્ય પૂછવામાં આવ્યું તો, ગાયકે જે કહ્યું તેને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.
કુમાર સાનુ જણાવે છે, “મને લાગે છે રિમિક્સ શ્રેષ્ઠ છે, મને તો તે ગમે છે. હકિકતે તો, રિમિક્સ અને રિક્રિએશન્સએ લાંબા સમય સુધી જીવંત રહે છે અને મને લાગે છે કે, આપણા ગીતોના વખાણ હવે વધારે થાય છે. જો તેમનું રિમિક્સ થતું હોય તો તેનો અર્થ એ છે કે, તે એટલા સારા છે કે, તેને ફરીથી બનાવવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે, રિમિક્સ દ્વારા જે લોકો આ સદાબહાર ગીતોને સાંભળ્યા નથી અને જાણતા નથી તેવી યુવા પેઢી સુધી આ બધા ગીતો ફરીથી પહોંચે છે, તે તેમને સાંભળે છે અને જાણે છે. મને યાદ છે, હની સિંઘએ ‘ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના’માં તેનું હની સિંગ સ્ટાઇલનો ઉમેરો કર્યો અને મેં જોયું કે, ઘણા લોકોને તે નથી ગમ્યું. પણ મને તે ખરેખર ગમ્યું છે અને મને લાગે છે કે, આપણા ગીતોના સુવર્ણ યુગને યુવાઓની સાથે જોડવાની કડી રિમિક્સ છે. એવું કહેવાય છે, મને લાગે છે કે, રિમિક્સની સાથે ચજે લોકોએ મૂળ રીતે તે ગીતને ગાયા હોય અને જો તે જીવતા હોય તો તેમને જોડવા જોઈએ તો તેમને વધુને વધુ લોકો ઓળખતા થાય.”