ઘણીવાર જાહેરાતમાં પણ આપણે સાંભળીયે છીયે કે દરેક ઘર કંઇક કહે છે. શું તમને ખબર છે કે ઘર કેવી રીતે કંઇક કહે છે. તમે જ્યારે તમારા મનની વાતને કે પોતાને ઓળખવા માગો છો ત્યારે શું કરો છો. તમે તમારી જ છબીને મિરરમાં જુઓ છો ને. તો તમને ક્યારેય વિચાર આવ્યો છે કે જેમાં તમે તમારી છબી જુઓ છો તે મિરર વડે પણ તમે ઘરને સજાવી શકો છો. અત્યારના હોમ ડેકોરેશનમાં મિરર વર્ક ખૂબ જ રીચ ડેકોરેશનમાંનુ એક ગણાય છે. તમે તમારા દરેક રૂમ પ્રમાણે મિરરની ડિઝાઇન પસંદ કરીને તેને ઘરમાં સજાવી શકો છો. ડ્રોઇંગરૂમથી લઇને બેડરૂમ અને બાથરૂમ તેમજ કિચનમાં પણ લોકો તેની સજાવટ કરીને ઘરને રીચ લૂક આપી રહ્યા છે.
મિરર વર્ક ખૂબ જ મોર્ડન લુક આપે છે અને તેનો ડેકોરેશનમાં ઉપયોગ કરવાથી તમે લોકોની સમક્ષ તમારી એક સ્પષ્ટ અને સુધડ છબી ઊભી કરી શકો છો. તો તમે કેવી રીતે તમારા ઘરને મિરરથી સજાવશો તે જાણીએ. ઘરનો લુક ચેન્જ કરવો અને તેને કંઇક અલગ દેખાડવું તે દરેક ને ગમે છે. મિરર વર્ક ખૂબ એક્સપેન્સિવ છે એવું લાગે છે પણ તે તમારી એ પ્રકારની ઇમેજ ઊભી કરે છે. ખરેખર તો રીચ લુક આપનાર મિરર વર્ક હકીકતમાં કો ખૂબ જ સસ્તુ અને સરળ છે. તો ચાલો જાણીએ કે ઘરના લુકને રીચ બનાવવા માટે એક્સપેન્સિવ વસ્તુઓ પર ખર્ચો કર્યા વિના તમે કેવી રીતે મિરર વર્કનો ઉપયોગ કરો છો. ઘરને જ ડેકોરેશન કરવા માટે ધરની જ અંદરની મિરર જેવી વસ્તુઓનો ઉપયોગ સજાવટમાં કરીને વટ પાડવા માટે કરી શકાય છે.
મિરર આર્ટ વર્ક
તમે જ્યારે પણ રૂમના કોઇપણ ખૂણાને કે વચ્ચેની દિવાલ પર મિરરથી સજાવટ કરવા ઇચ્છો ત્યારે તેવા મિરરનો ઉપયોગ પણ કરી શકો છો, જેના પર આર્ટ વર્ક કરવામાં આવ્યું હોય. બજારમાં આ પ્રકારના મિરર ખૂબ જ સરળતાથી મળી જાય છે. આ પ્રકારના મિરરનો સજાવટમાં ઉપયોગ કરવાથી તમારે દિવાલ પર ક્યા પ્રકારની ડિઝાઇનમાં શેઇપ ગોઠવવા છે તે જ ફક્ત નક્કી કરવાનું રહે છે. બાકી તો મિરર પરનું વર્ક જ તેની શોભામાં વધારો કરી દેશે. જો તમે બજારમાં મળતા મિરર ખરીદવા ન ઇચ્છતા હો અને તમારું ડ્રોઇગ પણ સારું હોય તો મનગમતી ડિઝીઇન જાતે પણ કરી શકો છો.
બેડરૂમમાં મિરર
જો તમે બેડરૂમમાં મિરર લગાવવા ઇચ્છતા હો તો સ્પેશનું ધ્યાન રાખીને મોટા મિરરનો ઉપયોગ ડિઝાઇન માટે કરો. જેનાથી પ્રકાશ અને ઊર્જાનુ રીફ્લેક્શન સારું મળી રહે. જો આખા રૂમમાં કે રૂમની એક આખી દિવાલ પર તે શક્ય ન હોય, તો ડ્રેસીંગ ટેબલ પર પણ એક મોટો મિરર લગાવવો જોઇએ. હવે દરેક નવા ઇન્ટિરીયર ડિઝાઇનમાં બેડરૂમની સાથે જ બાથરૂમમાં પણ ફૂલ મિરર કે હાફ મિરર લગાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બેડરૂમમાં તો હવે એક આખી દિવાલ પર સિંગલ મિરર હોય છે, તો કેટલીક જગ્યાએ બેડની ઉપરના ભાગની દિવાલ પર પણ ડેકોરેશન મિરર પીસ જોવા મળે છે.
મિરર અને ડાઇમેંશન
ઘરને તમે જ્યારે પણ મિરરથી સજાવવા ઇચ્છતા હો ત્યારે તેના ડાઇમેંશનનું ખાસ ધ્યાન રાખો. તેની સાથે જ તે પણ જોતા રહો કે દરેક રૂમમાં તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવ્યો છે કે નહીં. તમે જ્યારે પણ કોઇપણ જગ્યાએ કે રૂમમાં મિરર લગાવો તો તેની યોગ્ય પોઝીશનનું ખાસ ધ્યાન રાખો. જેથી પ્રકાશનું રીફલેક્શન યોગેય રીતે થઇ શકે.
મેધા પંડ્યા ભટ્ટ