જ્યારે પણ આપણે નવા ઘરમાં ઇન્ટિરીયર ડિઝાઇનિંગ કરાવવાનો વિચાર કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ડ્રોઇંગરૂમ, બેડરૂમ અને લિવિંગ એરીયાને સૌથી વધુ મહત્વ આપીયે છીએ. જ્યારે કિચન બનાવવાની કે તેમાં ડિઝાઇન કરાવવાની વાત આવે ત્યારે મોડ્યુલર કિચનને જ ધ્યાનમાં રાખીયે છીએ. જ્યારે મોડ્યુલર કિચન કરાવવાનો વિચાર કરો તે સમયે તેમાં ડેકોરેશનનો ઘણો બધો ભાગ અધૂરો રહી જાય છે. તમે મોડ્યુલર કિચનમાં જ થોડો લુક ચેન્જ કરાવી શકો છો. કિચનમાં તમે થોડો ઘણો ફેરફાર કરીને ડેકોરેટીવ પાર્ટ ઊભો કરી શકો છો. ઘણીવાર મોડ્યુલર કિચન બનાવવાના કારણે આપણે તેમાં ડેકોરેટીવ પાર્ટને ભૂલી જઇએ છીએ. તેમાં તમે થોડો મોર્ડન ટચ આપીને તેને ક્રિએટીવ લુક આપી રંગોથી પણ સજાવી શકો છો. આનાથી કિચનને કેવો નવો લુક મળે છે અને ઘરના બીજા સ્થળોની જેમ કિચન પણ ખૂબ જ સુંદર દેખાવા લાગશે. તો ચાલો જાણીએ કે મોડ્યુલર કિચનમાં કેવા ફેરફાર કરીને તમે તમારા કિચનને ફરીથી નવું અને આકર્ષક બનાવી શકો છો.
સબ્જેક્ટીવ પેઇન્ટિંગ
કિચનમાં આર્ટ ફ્રેમ લગાવવી એક સારો વિચાર છે. જો પેઇન્ટિંગના સબજેક્ટ કિચન સાથે રિલેટેડ હોય તો વધારે આકર્ષક અને ઇફેક્ટીવ દેખાશે. તે સિવાય જો તમે વિન્ટેજ થીમને કિચન માટે પસંદ કરશો તો પણ તે વધારે સારો લુક આપશે. તમે ઇચ્છો તો કોઇ સારી ફોટો ફ્રેમ કરાવીને પણ લગાવી શકો છો. પણ તેના માટે તમારે કિચન ટાઇલ્સના કલરની પસંદગી માટે પ્લેઇન કલરની પસંદગી કરવી પડશે. તે સિવાય વોલપેપરનો પણ યુઝ કરી શકો છો. હાલમાં કિચનમાં નાના નાના સાઇઝના વોલપેપરનો ઉપયોગ કરવાનો ટ્રેંડ છે, જે ખાલી વોલને એટ્રેક્ટિવ લુક આપે છે. તેને ફક્ત વ્યવસ્થિત રીતે એરેન્જ કરીને જ લગાવવાની જરૂર છે. વોલપેપરમાં સિલેક્શન અને સ્પેશ એરેન્જમેન્ટ ખૂબ મહત્વનું ગણાય છે.
એડ એ શેલ્ફ
તમે તમારા કિચનમાં એક એકસ્ટ્રા શેલ્ફની જગ્યા રાખો. તે ડેકોરેશન અને એકસ્ટ્રા સ્પેશ બંનેનું કામ કરશે. વોશ બેસિન અને કુકીંગ કાઉન્ટરના ટોપનું પણ ઓપ્શન યોગ્ય રહેશે. જો શેલ્ફ વધારે મોટી ન રાખો તો તેની સાઇઝ એટલી તો જરૂરથી હોવી જોઇએ કે તેમાં કેટલાક ડેકોરેટીવ પીસને ગોઠવી શકાય. તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તમારા કિચનનો કલર પેલેટ ફિક્કો ન દેખાય. ડેકોરેટીવ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સને તમે કલરફુલ કે ગ્લાસવેરમાં ભરીને રાખી શકો છો. શેલ્ફની નીચે બ્લૂ પોટરીના ડિઝાઇનર હૂક પણ લગાવી શકાય છે. જેમાં તમે ડેકોરેશન માટેના કોફી મગ ટાંગી શકો છો.
કલર થીમ પ્રમાણેના પોટ
ગ્રીન પ્લાન્ટ કિચનમાં નવી તાજગીનો અનુભવ તો કરાવે જ છે તો સાથે જ તે ડેકોરેશનમાં પણ મદદરૂપ સાબિત થાય છે. ગ્રીન ટચ આપવા માટે ડાર્ક ગ્રીન કલરના પાંદડાવાળો પ્લાન્ટ લગાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે સજાવટમાં જેટલી મુખ્ય ભૂમિકા પ્લાન્ટની છે, તેટલી જ અગત્યતા પોટની પણ રહેલી છે. એટલે કિચનની કલર થીમને ધ્યાનમાં રાખીને જ પોટનું સિલેક્શન કરો.
ડિફરન્ટ સ્ટ્રોક્સ
કિચનમાં ડિફરન્ટ કલરની થીમને પસંદ કરવાનો પ્રયત્ન કરો. ડાર્ક કલર્સની ડિમાન્ડ વધી રહી છે. ઓરેન્જ, રેડ, બ્લુ જેવા કલર્સને લોકો ડબલ શેડમાં યુઝ કરી રહ્યા છે. ફ્રેશ ફ્લાવર, કેન્ડલ્સ અને કલરફુલ પોટ અને લાઇટ સ્વીચ કવર્સ દ્વારા તમે ડિફરન્ટ લુક દેખાડી શકો છો. તેમાં તમે કેટલાક નવા પ્રયોગો પણ તમારી પસંદગી પ્રમાણે કરી શકો છો. જેમકે કોફી મશીન અને બ્લેન્ડરમાં ઘણા જ એટ્રેક્ટીવ કલર્સ મળે છે. તે સિવાય એક આકર્ષક બાસેક્ટમાં ફ્રુટ્સ મૂકી શકો છો. જો તમને તે પસંદ ન હોય તો તેના માટેની નવી પદ્ધતિ અપનાવો. ક્રિસ્ટલ બાઉલમાં પાણી ભરીને ઓરેન્જ કે લેમન ફ્રુટ્સ મૂકી શકો છો. તેનાથી ડેકોરેશન અને ડિફરન્ટ બંને એકસાથે જોવા મળશે. કિચનમાં નવા રંગો અને લુક લાવવાની આ પણ એક પદ્ધતિ છે.
મેધા પંડ્યા ભટ્ટ