મ્યૂરલ પેઇન્ટિંગ મોટા ભાગે પ્રાચીન મંદિરોની દીવાલો અને જૂના કિલ્લાઓની શોભા વધારે છે. પરંતુ તેનો ઉપયોગ તમે તમારા ઘરની દીવાલો ની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. મ્યૂરલ પેઇન્ટિંગની મદદથી તમે તમારા ઘરની દીવાલો ને કેવી રીતે સજાવી શકશો તે વિશે જાણીએ. આમ તો મ્યૂરલ શબ્દ લેટિન ભાષાના મુરુસ શબ્દ પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ દિવાલ થાય છે. આ કળાની એક જૂની વિદ્યા છે. આ પેઈન્ટિંગને દિવાલ, સીલીંગ, મોટા ફ્લેટના સરફેસ પર બનાવવામાં આવે છે. મ્યૂરલ પેઇન્ટિંગ  દુનિયાની પ્રાચીન ગુફાઓમાં જોવા મળે છે. તેમાં માનવ સભ્યતાના વિકાસની ગતિવિધિઓથી જોડાયેલા દ્રશ્ય, ધાર્મિક આયોજનો અને બીજા અનુષ્ઠાનો સાથે જોડાયેલી ગતિવિધિઓની આકૃતિઓ જોવા મળે છે. ભારતીય પ્રાચીન ધાર્મિક ગ્રંથો પર આધારિત મ્યૂરલ પેઇન્ટિંગનું પણ મહત્વ ઘણું છે. ભારતમાં બીજી શતાબ્દીથી લઈને આઠમી અને ૧૦મી શતાબ્દી સુધીનો તેનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. પહાડોને કાપીને બનાવેલ અજંતા – ઈલોરા ઉપરાંત પણ ઘણી બધી પ્રાકૃતિક ગુફાઓમાં મ્યૂરલ પેઇન્ટિંગ જોવા મળે છે. વીસમી સદીના આવતા આવતા મ્યૂરલ પેઇન્ટિંગની કળાનું ચલણ જૂનુ થવા લાગ્યું હતું પરંતુ છેલ્લા પંદર વીસ વર્ષોમાં મ્યૂરલ પેઇન્ટિંગ ફરીથી આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. તમે આ પેઈન્ટિંગ્સ ને તમારા ઘરમાં બનાવી શકો છો. આ પેઇન્ટિંગ ઘરની શોભામાં વધારો કરે છે.

પેઇન્ટિંગ પ્રોસેસ

મ્યૂરલ પેઇન્ટિંગ ઘરની દીવાલો પર ત્યારે જ સારી લાગે છે, જ્યારે તેની પસંદગી થીમ મુજબ કરવામાં આવી હોય. મ્યૂરલ પેઇન્ટિંગને ટ્રેડિશનલ પદ્ધતિથી બનાવવા માટે દીવાલને લાઇમ, રેતી અને હર્બલ યુક્ત પાણીથી તૈયાર કરવામાં આવે છે. તે પછી નારિયેળ પાણી અને લાઇમના આ મિશ્રણથી દીવાલનું કોટિંગ કરવામાં આવે છે. આ કરવાથી દીવાલો પર કરવામાં આવેલું આર્ટ વર્ક લાંબો સમય રહે છે. ત્યારબાદ પાંચ કુદરતી કલરનો ઉપયોગ કરીને મ્યૂરલ પેઇન્ટિંગ બનાવવામાં આવે છે. આજકાલ ઘરનું ઇન્ટિરિયર મિક્સ એન્ડ મેચ બનાવવા માટે કેરલા મ્યુરલ સ્ટાઈલ પેઇન્ટિંગ ને ફ્યૂઝનની સાથે બનાવવામાં આવી રહ્યા છે.

કેનવાસ પર પેઇન્ટિંગ

કોંક્રિટથી બનેલી દીવાલો સોથી દોઢસો વર્ષ સુધી સારી રહે છે. તેથી હવે મ્યૂરલ પેઇન્ટિંગને દીવાલો પર બનાવવાના બદલે કેનવાસ પર બનાવવામાં આવે છે. તમે કેનવાસ પર બનેલી મ્યુરલ પેઇન્ટિંગને રૂમના સેન્ટર ભાગમાં લગાવી શકો છો. તેનાથી તમારું ઘર ખુબ સુંદર લાગશે અને ઘરની શોભામાં વધારો થશે.

ફ્રેમિંગ પણ એક ઓપ્શન

ટ્રેડિશનલ મ્યૂરલ પેઇન્ટિંગ અને તમે પાતળા ગ્લાસ, લાકડાની ફ્રેમમાં પણ સજાવી શકો છો. તેની કલર સ્કીમ તૈયાર કરવા માટે ટ્રિક્સનો ઉપયોગ કરો. તે ખૂબ જ સુંદર લાગે છે અને આકર્ષક દેખાય છે.

ધ્યાન રાખો

જો તમે ઘરની દિવાલ પર કેનવાસ પર બનેલી મ્યુરલ પેઇન્ટિંગ લગાવી રહ્યા હો તો દિવાલ આછા રંગની હોય તેનું ધ્યાન રાખવું. તેનાથી પેઇન્ટિંગનું લુક વધારે સારું દેખાશે. જો દિવાલ પર પેઇન્ટિંગ કરાવી રહ્યા હો, તો સેન્ટર વોલ પર પસંદગી ઉતારો. જો તમે ઇચ્છો તો વિન્ડો વોલને પણ પેઇન્ટિંગ માટે પસંદ કરી શકો છો.

Loading

Spread the love

Leave a Comment