ઘરને હર હંમેશ નવું રૂપ આપવા માટે અને બધાથી પોતાનું ઘર કંઇક અલગ દેખાય તેવા પ્રયત્ન લોકો કરે છે. તમે તમારા ઘરને જો ખરા અર્થમાં સુંદર અને આકર્ષક બનાવવા ઇચ્છતા હો તો હવે યુરોપિય શૈલીથી તેને સજાવવાની શરૂઆત કરી દો. તમે તમારા ઘરને ખરા અર્થમા સુંદર અને સુધડ જોઇ શકશો. યુરોપિય શૈલીમાં જૂની અને નવી પદ્ધતિના ઇન્ટિરીયરને મિક્સ એન્ડ મેચ કરીને ઇન્ટિરીયર ડેકોરેટ કરવામાં આવે છે. ઘરના દરેક રૂમ અને ખુણાને ભાત-ભાતની શૈલીના ફર્નિચર અને વોલપીસથી સજાવીને નવું રૂપ આપવામાં આવે છે. મોટા સ્ટેચ્યુઝ અને પેઇન્ટિંગનો ઉપયોગ સજાવટમાં કરવામાં આવે છે. મેટલ અને વુડનના જાત-જાતના અને ભાત-ભાતના ડિઝાઇનનો ઉપયોગ કરીને તમે યુરપિય શૈલીને તમારા ઘરમાં લાવી શકો છો. સૌથી વધુ કોરણીવાળી ડિઝાઇન વધારે ઉપયોગમાં લેવાય છે, જે એક શાહી લુક પ્રદાન કરશે. જાણીએ કે આપણે યુરોપિય શૈલીથી ઘરના ક્યા રૂમને અને ખુણાને કેવું રૂપ આપીશું.

લીવીંગ રૂમ

યુરોપિય શૈલીમાં લીવીંગ રૂમને સજાવવા માટે ફર્નિચરનું મહત્વ અને સાથે જ લીવીંગરૂમના કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મોટાભાગે દિવાલોનો રંગ ક્રીમ જ રાખવામાં આવે છે. જેથી લીવીંગ રૂમમાં ગોઠવેલું ફર્નિચર બ્રાઉન કે બ્લેક કલરનું હોય તો કલર કોમ્બિનેશન જળવાઇ રહે છે. ફર્નિચરમાં મેટલ અને વુડનનું કોમ્બિનેશન યુરોપિય શૈલીમાં ખુબ ઇન છે અને તેમાં પણ કલા કારીગરીવાળા ફર્નિચરની ડિમાન્ડ વધી જાય છે. તે ઉપરાંત હવે લિનન અને લેધર સોફા પણ નવી શૈલી પ્રમાણે રાખવામાં આવે છે. સિલીંગમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરીને વુડનનું સીનલેસ ટેક્ચર અથવા તો વુડનની કારીગરીથી સિલીંગને સજાવી શકાય છે. જે આજના સમયમાં ખૂબ ઓછા લોકો કરાવે છે. લિવીંગરૂમમાં તમે જૂની પદ્ધતિના વુડન કેબિનેટના કબડ તેમજ ગ્લાસના વુડન સેન્ટર ટેબલ કરાવી શકો છો. જે હવે ઘણા નવા આકારમાં બજારમાં ઉપલબ્ધ છે.

બેડરૂમ

બેડરૂમમાં વુડન સિલીંગ અને વુડન ફર્નિચર અને તેમાં પણ ડિઝાઇન કરાવી શકો છો. વુડન પ્લાન્ક્સ ટેક્ચરનો ઉપયોગ કરીને બેડરૂમને તમે અલગ દેખાડી શકો છો. આ ઉપરાંત ઓલ્ડ વુડન ટેક્ચરનો કોન્સેપ્ટ પણ યુરોપિય શૈલીમાં ખૂબ ઇન છે. મેટલના ડિઝાઇનર સ્ટેચ્યુઝથી ખૂણાને સજાવી શકો છો. મેટલના શૈલીના મળતા ડિઝાઇનર મોટા લેમ્પને પણ તમે બેડરૂમમાં સજાવી શકો. વોલ ક્લોક કે કાચના કેબિનેટમાં પણ તમે નવી ડિઝાઇનવાળા પર પસંદગી ઉતારી શકો છો. વોલ યૂનિટ્સના બહારના ભાગમાં ઝીણી કોતરણીવાળી ડિઝાઇન્સ કરીને અલગ બનાવી શકાય છે. તમે તેનાથી શાહી પ્રભાવ ઊભો કરી શકશો.

કિચન

કિચનમાં તો તમે ડિઝાઇની સિલીંગ અને કબાટ ઉપર પણ ટેક્ચર કરાવી શકો છો. પીઓપી દ્વારા ઝીણી અને  જૂની શૈલીની ડિઝાઇનો કબાટ ઉપર કરાવી શકાય. કિચનમાં પ્લેટફોર્મમાં જે આરસને પસંદ કરતી વખતે તે વાઇટ ટેક્ચર કે ક્રીમ ટેક્ચરનો હોય તે ખાસ ધ્યાન રાખવું. કિચનની દિવાલોનો રંગ ક્રીમ કે લાઇટ બ્રાઉન રાખવામાં આવે છે. જેનાથી તમે ફર્નિચરને પણ તે મુજબ કોન્ટ્રાસ કલરના પસંદ કરી શકો. સાથે જ યુરોપીય પદ્ધતિમાં કિચનમાં ખાસ ઝુમર લટકાવવાનો ટ્રેન્ડ છે. જૂના સમયમાં જેમ સિલીંગમાં મોભારા જોવા મળતા તેનો ઉપયોગ અહીં ખાસ કરવામાં આવે છે. ઝુમરના બદલે તેમાં છૂટા છવાયા લેમ્પ પણ ગોઠવી શકો છો.

બાથરૂમ

લાઇટ અને બ્રાઉન કલરના બાથરૂમમાં ખાસ ટાઇલ્સના ટેક્ચરનો ઉપયોગ કરીને આખો બાથરૂમ બનાવવામાં આવે છે. ડિઝાઇનર વુડન અરીસો અને ઝુમરના આછા પ્રકાશમાં બાથરૂમ એકદમ રાજાશાહી પદ્ધતિનો હોય તેવો લાગે છે. તમે કોઇ પેઇન્ટીંગ પણ લટકાવી શકો છો. પથ્થરની ડિઝાઇનના ટેક્ચરનો ઉપયોગ કરીને પણ બાથટબ બનાવવામાં આવે છે. જે ખૂબ જ ડિફરન્ટ લુક આપે છે. તમારે જો ટેરેસ ગાર્ડનની છતને ઢાંકવી હોય તો ઉપરના ભાગમાં ગામઠી સટાઇલમાં તડકો-છાંયો આવતો રહે તેવી વુડનની છત કરાવી શકો છો.

 

ટેરેસ ગાર્ડન

ટેરેસ ગાર્ડનનો જે ભાગ છે તેમાં સંપૂર્ણ પથ્થરની ડિઝાઇનના ટેક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે, જે વુડન ડિઝાઇનનું જ એક નવું રૂપ છે. જૂના જમાનાના બારી બારણા અને મેટલનો હીંચકો , સેન્ટર ટેબલ, ચેર ગોઠવીને તમે યુરોપિય શૈલીના ટેરેસ ગાર્ડનનો અનુભવ લઇ શકો છો. કોઇ મોટા સ્ટેચ્યુમાં મની પલાન્ટ કે અન્ય છોડ ઉગાડીને ખૂણામાં ગોઠવો.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

Loading

Spread the love

Leave a Comment