લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે દરેક ઘરમાં ખુશીઓનું વાતાવરણ હોય છે, સાથે જ ઘરને પણ શણગારવામાં આવે છે. ઘરને કલર કરાવવામાં આવે છે, નવું ફર્નીચર લેવામાં આવે છે વગેરે અનેક રીતે ઘરની સજાવટ થતી હોય છે. તમે તમારા ઘરને સૌથી અલગ અને સુંદર દેખાય તે માટે કેવા પ્રકારની સજાવટ કરશો.

આપણે બધા જ ઇચ્છીયે છીએ કે તહેવાર અને લગ્નગાળાના સમયમાં આપણુ ઘર સુંદર દેખાય. ઘરની સજાવટમાં અને થોડો ચેન્જ લાવવા માટે કેન્ડલ્સ અને લાઇટ્સનો પૂરેપૂરો ઉપયોગ કરીને ઘરને સજાવો. આ રીતે તમારા સપનાના મહેલને ઝગમગાવી શકો છો. હવે તો બજારમાં વિવિધતાથી ભરેલી અનેક કેન્ડલ્સ અને લાઇટ્સ મળે છે. બજારમાં અનેક આકાર અને ડિઝાઇનમાં મળતી લાઇટ્સ અને કેન્ડલ્સને ઘરમાં લાવીને સજાવી શકો છો. જૂદી જૂદી જાતની કેન્ડલ્સ અને લેમ્પની દુનિયા પણ હવે ખૂબ મોટી છે. તેમાં પણ અનેક પ્રકાર આવે છે, જે ઘરની સજાવટમાં તો ચારચાંદ લગાવે જ છે, સાથે જ લોકોને તમારી પસંદ પર ગર્વ પણ થાય છે.

 

ફ્લોટીંગ કેન્ડલ્સ

ફ્લોટીંગ કેન્ડલ્સ ઘરને મોડર્ન લુક આપે છે. જો તમે તમારા ઘરને એલિગન્ટ અને મોડર્ન લુક આપવા માગતા હો તો ઘરમાં ફ્લોટીંગ કેન્ડલ્સ પસંદ કરો. જો ઘરમાં તમે ડિનર માટે ગેસ્ટને આમંત્રિત કર્યા હોય અને તે વખતે ફ્લોટીંગ કેન્ડલ્સની સજાવટ કરશો તો ખૂબ જ આકર્ષક લાગશે. કોઇપણ ડિઝાઇનના ગ્લાસમાં તમે ટ્રાન્સપરન્ટ વસ્તુ અથવા કલરીંગ પથ્થરથી સજાવટ કરી તેમાં ફૂલોની સજાવટ કરીને ડાઇનીંગ ટેબલ પર સજાવી શકો છો. ડ્રોઇંગરૂમમાં ટેબલ પર પણ તે ગોઠવી શકાય છે. ઘરમાં કોઇ પોટમાં પણ તે તમે સજાવી શકો છો. તેની સાથે ફૂલોની સજાવટનું કોમ્બિનેશન એવરગ્રીન છે. આ પ્રકારની કેન્ડલ્સ પણ ફ્લાવર, રાઉન્ડ, હાર્ટ, સ્કવેર, સ્ટાર, સેન્ડલ્સ વગેરે શેઇપમાં મળે છે.

 

હેંગીંગ લેમ્પ

હેંગીંગ લેમ્પ દેખાવમાં તો આકર્ષક લાગે જ છે સાથે જ તેની લાઇટીંગ અને ડિઝાઇનના કારણે તે વધારે ડિમાન્ડમાં હોય છે. હેંગીંગ લેમ્પમાં જે પ્રકારની ડિઝાઇન હાલમાં જોવા મળી રહી છે, તે પહેલાના સમયમાં આ ડિઝાઇન માટીના વાસણોમાં કરવામાં આવતી. જેમાં દિવડાઓ મૂકવામાં આવતા. માટીના વાસણોના કાણાની ડિઝાઇનથી આખા ઘરમાં પ્રકાશ ફેલાતો. હવેના સમયમાં હેંગીંગ લેમ્પ આ પ્રકારને મોર્ડન ટચ આપવામાં આવ્યો છે. તેમાં જે ભાતભાતની ડિઝાઇન હોય છે, તે જ વધારે આકર્ષક હોય છે. તે સિવાય તેને તમે રૂમના કોઇ એક ખૂણામાં વધારે સંખ્યામાં લગાવશો તો વધારે આકર્ષણ ઊભુ કરશે.

 

લાલટેન

જો તમે તમારા ઘરમાં આછા પ્રકાશની સજાવટ કરવા ઇચ્છો છો, તો તેના માટે લાલટેન (ફાનસ) બેસ્ટ ઓપ્શન છે. અલગ અલગ ડિઝાઇનના ટ્રેન્ડી લાલટેનથી ઘરને એક અલગ લૂક આપી શકાય છે. હાલમાં માર્કેટમાં જેલ લાલટેન વધારે ડિમાન્ડમાં છે. જેના દ્વારા તમે તમારા ઘરમાં પ્રકાશની સાથે સાથે સુગંધ પણ ફેલવી શકો છો.

 

જ્વેલરી બલ્બ

ઇલેકટ્રીક લાઇટીંગમાં હાલમાં જ્વેલરી બલ્બની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. એટલે હવે તમે જ્વેલરી બલ્બ વડે પણ તમારા ઘરને સજાવી શકો છો.

ઇલેકટ્રીક લાઇટીંગ

જો તમારી પાસે ઘરની સજાવટ કરવા માટે વધારે સમય ન હોય તો તમે તમારી પસંદગીના ઇલેકટ્રીક લાઇટીંગથી થોડા જ સમયમાં તમારા ડ્રીમ હોમને સજાવીને શોભામાં વધારો કરી શકો છો. હવે તો માર્કેટમાં ઇલેક્ટ્રીક લાઇટીંગની અનેક પ્રકારની વરાયટીઝ આકર્ષક લુકમાં જોવા મળે છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment