હાલમાં સ્ટાર પ્લસ પર ગૂમ હૈ કિસી કે પ્યાર મેં નામનો એક નવો ફિક્શન શો શરૂ થયો છે, જે પ્રણય ત્રિકોણની વાર્તા દર્શાવે છે. તે બંગાળી શો કુસુમ ડોલાનો રીમેક છે.  આ શોમાં નીલ ભટ્ટ, આયશા સિંહ અને ઐશ્વર્યા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રતિભાશાળી કલાકાર નીલ ભટ્ટ આ શોમાં આઇપીએસ અધિકારી વિરાટ ચૌહાણનું પાત્ર ભજવી રહ્યા છે. જે તેના કર્તવ્ય અને પ્રેમની વચ્ચે ઝૂઝતો જોવા મળશે. નીલ સાથે તેમના કરીયર અને શો વિશે થયેલી વાતચિત.

— તમારા શો વિશે જણાવો.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો મારા કરિયર અને મારા જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ વાર્તા ત્રણ પાત્રો વિરાટ, પત્રલેખા અને સઇની આજુબાજુ ફરતી જોવા મળે છે. તેમના વચ્ચેનો લવ ટ્રાઇન્ગલ આ સિરિયલમાં જોવા મળી રહ્યો છે. વિરાટ પોતાના ફર્ઝ અને પ્રેમની વચ્ચે ફસાયેલો છે. જેમાં તે પોતાના પ્રેમ પાંખીને સ્વીકારે છે કે પછી પોતાની ફરજ સઇને સ્વીકારે છે, જેની સાથે તેણએ લગ્ન કર્યા છે. આ સ્ટોરીલાઇનને લઇને અમે એક આઇપીએસ ઓફિસર વિરાટના જીવનને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તે કઇ રીતે પોતાના વચનને જાળવીને પોતાની ફરજ પૂરી કરે છે.

— હાલના સમયને લઇને શૂટીંગ કરવાનો અનુભવ કેવો રહે છે.

હાલનો સમય થોડો મુશ્કેલ છે. જેમાંથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ બાકાત રહી શકી નથી. હાલમાં આ સમયે પણ કામ કરી રહ્યા છીએ તે માટે પોતાને નસીબદાર માનીએ છીએ. પહેલા જેવી પરિસ્થીતી રહી નથી. પહેલા સેટ પરના ક્રૂ મેમ્બર્સમાં 100 થી 150 લોકો જોવા મળતા હતા. સરકાર દ્વારા કરવામાં આવેલા નિયમો પ્રમાણે 33 ટકા લોકો જ એકસાથે એક સેટ પર રહી શકે છે. તે મુજબ જ અમે શૂટીંગ કરી રહ્યા છીએ. હું મારો મેકઅપ જાતે કરું છું. મારા કપડાં ઓછા લોકોના સંપર્કમાં થઇને આવે છે અને તેનો ઉપયોગ કરતા પહેલા તેના પર ડિસઇન્ફેક્ટેડ સ્પ્રે કરું છું. રીહર્સલ વખતે અમે દરેક વ્યક્તિ માસ્ક પહેરીએ છીએ અને સોશિયલ ડિસટન્સનું પૂરતું ધ્યાન રાખીએ છીએ.

— તમારા પાત્ર વિશે જણાવો.

મારા પાત્રનું નામ વિરાટ ચોહાણ છે. આ નાગપુર બેઝ્ડ સ્ટોરી છે. તે એક આઇપીએસ ઓફિસર છે અને પરિવારમાં સૌનો પ્રિય છે. તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તેમના માટે કંઇપણ કરી શકે છે. તે પોતાના ફર્ઝ પ્રત્યે વફાદાર છે. તેના પિતા રીટાયર આર્મી ઓફિસર છે. તેમની પાસેથી વિરાટને ઘણી શિક્ષા મળી છે. કે જીવનમાં ફર્ઝ સર્વોપરી છે. તેના મનમાં એક વાત સ્પષ્ટ છે કે જીવનમાં લાગણીઓ પછી અને ફર્ઝ પહેલા જરૂરી છે. મારું પાત્ર એક રીયલ આઇપીએસ ઓફિસરના જીવન પર આધારીત વાર્તા છે. અમે દરેક પ્રેસ કોન્ફરન્સમાં વિજય સાલસ્કર અને હિંમાશું રોય જેવા મહાન આઇપીએસ ઓફિસરોને જોયા અને ઘણી વાતો શીખવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જે રીતે પોતાને લોકોની સામે રજૂ કર્યા છે. તેમની દરેક બાબતો શીખી છે. આ શોમાં વિરાટની વર્ક લાઇફની સાથે તેની પર્સનલ લાઇફને પણ દેખાડવામાં આવી છે. આ પાત્રને રાઇટર્સે અનેક લેયર્સ આપ્યા છે.

— આ પહેલા પણ સ્ટારપ્લસ સાથે શો કરી ચૂક્યા છો.

મારી કરીયરમાં મેં જેટલા પણ શોઝ કર્યા છે, તેમાં જેને ક્વોલીટી વર્ક માનું છું તે તમામ શો દિયા ઔર બાતી, ગુલાલ મેં સ્ટાર પ્લસ સાથે કર્યા છે. સ્ટાર હંમેશા પોતાની ક્વોલીટી અને ક્લાસ માટે ઓળખાય છે. હું મારા આ નવા શો અને તેના પાત્રને લઇને ખૂબ ખુશ છું. તેમણએ મને આ પાત્ર માટે પસંદ કર્યો તો હું જરૂરથી તેમની આશાઓ પર સાચો સાબિત થવાનો પ્રયત્ન કરીશ.

— તમારી સહકાલાકારાઓ વિશે શું કહેશો.

મારી બંને સહકલાકારા ઐશ્વર્યા શર્મા અને આયશા સિંહ ખૂબ ટેલેન્ટેડ અને કો ઓપરેટીવ છે. દરેક પાત્રમાં પોતાના સીનને લઇને કંઇક અલગ કરવાનો ઉત્સાહ હોવો જરૂરી છે. તેના માટે હું પોતાને ખૂબ નસીબદાર માનું છું. આ બંને કલાકારા ખૂબ પ્રતિભાશાળી છે અને હું તેમની સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છું. તેમનામાં તે ઉત્સાહ છે. હું અને ઐશ્વર્યા સેટ પર એકબીજા ની ખૂબ મજાક ઉડાવીએ છીએ. આયશા મને ગબ્બર બોલાવે છે ત્યારે હું તેની સાથે પણ મસ્તી કરું છું. સેટ પરનું વાતાવરણ ખૂબ હળવું રહેતું હોય છે.

— લોકડાઉનનો સમય કેવો પસાર કર્યો.

જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી ઘરે જ હતો. જીમ જવાનું નહોતું તેથી ઘરે જ જીમીંગ કરતો હતો. વર્કઆઉટને લઇને મને કોઇ તકલીફ પડી નથી. મોટાભાગનો સમય ઘરના લોકોની મદદ કરવામાં જ પસાર કર્યો. તે ઘરની સફાઇ હોય કે ફ્લોરની સફાઇ હોય દરેક કામ કરતો હતો. દરેક કામને અમે વહેંચી લીધા હતા. અમે ઘણી બધી ફિલ્મો અને વેબ શો પણ એકસાથે મળીને જોયા. તેથી અમારો સમય ખૂબ સારી રીતે સરળતાથી પસાર થઇ ગયો. પરિવારની સાથે આવો સમય વિતાવવો ઘણા સમયથી પેન્ડિંગ હતો. સાથે જમવું, ચ્હા પીવી, વાતો કરવી ઘણી સમય પછી આ તક મળી. સમયની સાથે ઉત્સાહ થોડો ઘટવા લાગ્યો હતો પણ મનને સમજવતો હતો કે જેવું લોકડાઉન શરૂ થશે મારે વિરાટને જીવંત કરવાનો છે. મેં સોશિયલ મીડિયા પર સમય બગાડવાના બદલે મારા પાત્રની તૈયારીમાં સમય પસાર કર્યો હતો.

Loading

Spread the love

Leave a Comment