ઘરને આકર્ષક લુક આપવા માટે અત્યારે લોકો જાતજાતના અખતરા કરે છે. તેમાં દીવાલ પર ટાઇલ્સ લગાવવાથી લઇને પેઇન્ટિંગ્સ પણ સજાવે છે. જેમાં ખાસ કરીને વોલ પેપર અને વોલ ટાઇલ્સ વધારે ડિમાન્ડમાં છે. તે સિવાય વોલ ઇફેક્ટ પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

ચાર દીવાલોથી ઘર બને છે અને એ જ દીવાલો ઘણી વાર આપણને મોહી લેતી હોય છે. ઘરની સુંદરતામાં દીવાલો વધારો કરે છે. ઘરની દીવાલોને કેવો રંગ કરાવવો અને તેની ડિઝાઈન્સ કેવી હોવી જોઇએ એની પસંદગી તમારે કરવાની હોય છે. ઘરમાં દીવાલો પર આજકાલ ઘણી બધી કોતરણી અને વેરાઇટીઝ જોવા મળે છે. કોઇપણ ઘરમાં ઇન્ટિરીયર કરાવતી વખતે દીવાલોને ખાસ મહત્વ આપવામાં આવે છે. તે મુખ્ય સ્થાને હોય છે. તેનાથી તમારા ઘરની શોભા અને આકર્ષણ બંને વધી જાય છે.

ઘરમાં દીવાલોથી સુંદરતા વધે છે અને આ સુંદરતાને જાવળી રાખવા માટે દીવાલોને ‘એન્ટિ એજિંગ’ ફોમ્યુંલા દ્વારા ઝાંખી ન પડે તે રીતે બનાવવી જોઇએ. દીવાલની ચમક ઓછી ન થાય કે તેના પર કોઇ વાતાવરણની અસર ન થાય, ડાઘ અને ભેજથી તેને બચાવી શકાય એ રીતે બનાવવી જોઇએ. દીવાલને સુંદર બનાવવા માટે આ બધી બાબતોનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. દીવાલોથી ઘરની સુંદરતા જળવાઇ રહે છે.

ઘરમાં સુંદર સોફા-બેડ હોય, કિંમતી મૂર્તિઓ અને સજાવટની વસ્તુઓ, સોફા-સેટ વગેરેથી ઘર સજાવેલું હોય અને જો દીવાલો ડાઘાવાળી હોય તો કિંમતી સામાન પણ ઝાંખો પડી જાય છે. દીવાલોની સુંદરતા વધે તે માટે રંગોની પસંદગી યોગ્ય રીતે કરવી જોઇએ. ઘરની દીવાલોનો રંગ તમને રીલેકસ અનુભવ કરાવે તેવો હોવો જોઇએ. ઘરની દીવાલોને સજાવવા અને ઘરને સુંદર દેખાડવા કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.

ઘરના કયા રૂમનો ઉપયોગ વધારે-ઓછો કરાતા હો તે મુજબ પ્લેઇન દીવાલને રેડ બ્રિક અથવા વ્હાઇટ બ્રિટનું લુક આપી શકાય. તેના ઉપર કલરને કોન્ટ્રાસ્ટ હોય તેવું ચિત્ર કે ફ્રેમ લગાવી શકાય. રૂમની દીવાલો ઉપર જુદા જુદા પ્રકારની વોલ ઇફેકટ્સ આપી શકાય. બાળકોના રૂમ માટે તો અનેક પ્રકારની ઇફેક્ટ્સ તમને મળી રહે છે. તેમાં તમે પોતે કઇ રીતે પસંદગી કરો છો, તે તમારા પર છે. વોલ ઇફેક્ટ્સ માટે વોલ પેપર કે વોલ ટાઇલ્સનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત હવે તો મેટાલિક કલરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એમ્બોઝ અને સ્ટોનનો ઉપયોગ પણ વધારે રીચ લૂક આપે છે. ઘરની કોઇ ખાસ વોલની પસંદગી કરવી હોય તો ડાઇનિંગ એરિયાની એક બાજુની દીવાલને તમે બજારમાં મળતી વિવિધ પ્રકારની ડિઝાઈનર ટાઇલ્સ લગાવીને આકર્ષક બનાવી શકો છો. ટાઇલ્સની ફેશન અત્યારે ખૂબ જોવા મળે છે. ડ્રોઇંગરૂમમાં પણ તમે ડેકોરેટિવ ટાઇલ્સ લાગી શકો. આ ઉપરાંત રોક સ્ટોનનો ઉપયોગ કરી રફ ઇફેકટ પણ આપી શકાય. જે તમારી દીવાલની સાથે ઘરને રીચ લુક આપશે.

ઇન્ટિરિયર વખતે લાઇટ રંગની દીવાલ રંગાવતી વખતે કોઇ એક દીવાલને ડાર્ક રંગની ઇફેકટ પણ આપવી જોઇએ અને તે દીવાલ પર કોઇ સિંગલ પેઇન્ટિંગ ટાંગીને તેને વધારે આકર્ષક બનાવી શકાય. બાળકોના રૂમમાં કોઇ દીવાલ પર તમે ચટાઇ પણ લગાવી શકો છો. હવે તો મલ્ટકલર ટ્રેન્ડ પણ ખાસ જોવા મળે છે, જેને કારણે તમે એક જ રૂમમાં અનેક રંગોની દુનિયાની સફર કરતા હોય તેવો અનુભવ કરી શકો છઓ. જોકે વોલ ઇફેક્ટ્સ માટે તમે બે કે ત્રણ રંગોનો પણ ઉપયોગ કરી તમારા રૂમ કે ઘરને ઇફેક્ટીવ બનાવી શકો છો. તો હવે પસંદગી તમારી છે કે તમે કેવા પ્રકારની વોલ ઇફેક્ટ્સ પસંદ કરશો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment