ચાંદીના વાસણઓનો ઉપયોગ પહેલાના જમાનામાં ખૂબ મોટાપાયે કરવામાં આવતો હતો. ઘરે ખાસ મહેમાન આવે તો તેને ચાંદીના વાસણમાં જ પાણી આપવામાં આવતું. ભેટસોગાદ તરીકે પણ ચાંદીના વિવિધ વાસણો કે ગીફ્ટ્સનો આજેપણ થોડાક અંશે ઉપયોગ થાય છે. ઘણા લોકોના ઘરમાં આવી ચાંદીની વસ્તુઓ હશે. તેનો કેવી રીતે શો ઉપયોગ કરવો તે આપણને ખબર હોતી નથી. તો તેને સજાવટમાં જ શા માટે સામેલ કરવામાં ન આવે. આપણે જોઇએ છીએ કે ઘણા લોકોના ઘરમાં પરંપરાગત ચાંદીનો સામાન કોઇ સ્ટેન્ડ પર સજાવીને રાખવામાં આવ્યો હોય છે. ઘણી જગ્યાએ શો-કેસમાં કે ઘરની સજાવટમાં ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જો આવી કોઇ સજાવટ તમે તમારા ઘરમાં કરી હોય તો આજના સમય પ્રમાણે ચાંદીની બેસ્ટ સજાવટ કઇ રીતે કરી શકાય અને તેને ઇન્ટિરીયરની નવી પદ્ધતીથી કેવી રીતે બેસ્ટ બનાવી શકાય તે જોઇએ.
ઇન્ટિરીયર વીથ સિલ્વર
ઇન્ટિરીયર ડિઝાઇનર હવે ચાંદીને લઇને ઘણા પ્રકારના પ્રયોગ કરવા લાગ્યા છે. જો કોઇ રૂમમાં ફેરફાર કરવાનું થોડુંક પણ ઓપ્શન ન હોય તો ત્યાં ચાદીનો ઉપયોગ કરીને લુક બદલી શકાય છે. આ રીતે કરવું ઘણું સરળ રહે છે. સિલ્વર થ્રેડની અપહોલ્સ્ટ્રી રાખી શકો અથવા તો સેન્ટર ટેબલ પર ચાંદીના મોટા વાસમાં ફૂલ સજાવી શકો છો. બ્રાઇટ વાઇટ સિલ્વરને કન્ટેપરરી સેટઅપ માટે ઉપયોગમાં લો અને ગ્રે અને જૂના એન્ટિક સિલ્વરને વિન્ટેજ લુક આપો. હવે તો લોકો સ્પેશિયલ ચાંદીની વસ્તુઓની ખરીદી પણ શો પીસ કે સજાવટ માટે કરે છે. અનેક એવા એન્ટિક પીસ સિલ્વરના બનાવવામાં આવે છે. જે ફક્ત શો પીસ તરીકે જ ઉપયોગમાં લઇ શકાય છે. ઘરના ડ્રોઇંગરૂમથી લઇને બાથરૂમ સુધી તમે સિલ્વરની સજાવટ કરી શકો છો. તેના માટેની અનેક વસ્તુઓ પછી તે બ્રશ મૂકવાનું સ્ટેન્ડ હોય તે ડ્રોઇંગરૂમનું કેન્ડલ સ્ટેન્ડ હોય દરેક વરાયટીઝ તમને જોવા મળશે.
સિલ્વરને કેવી રીતે ડિસપ્લે કરશો
- સિલ્વરની સાથે કોઇપણ પ્રકારનું બંધન હોતું નથી. તે કોઇપણ પ્રકારના રૂમમાં સરળતાથી ગોઠવી શકાય છે. કલરફુલ રૂમ હોય કે બોલ્ડ પ્રિન્ટ્સવાળુ ઇન્ટિરીયર, કોઇપણ પ્રકારની કલર સ્કીમ, ડિઝાઇન કે સ્ટાઇલની સાથે સિલ્વરને મેચ કરી શકાય છે.
- સિલ્વર ખૂબ જ કુલ અને ચિક મેટલ છે. તેવું ઇન્ટિરીયર ડિઝાઇનરોનું પણ માનવું છે. ઘણાબધા ડિઝાઇનરો પોતાના ઘરમાં સિલ્વરના કર્વ કરેલા ટેબલ, સ્ટાઇલિશ મિરર ફ્રેમ, બોલ્ડ ફ્લાવર વાસ અને ક્લાસિક કેન્ડલ સ્ટેન્ડસ રાખે છે. તેમનું માનવું છે કે તે લિવિંગરૂમમાં કેઝ્યુઅલ એલિગેંસ એડ કરે છે.
- સિલ્વરને હાલમાં પ્રોપ તરીકે પણ ઉપયોગમાં લેવાય રહ્યું છે. જૂના સિલ્વર વાસણોમાં પ્લાન્ટ્સ, સિલ્વર કેન્ડલસ્ટીક અને કર્વ કરેલા સિલ્વરના બાઉલ કોઇપણ રૂમના ખૂણામાં સજાવવામાં આવે તો ગ્લેમરસ લુક આપે છે.
- તમારા કોફી ટેબલ પર પણ તમે તે ગોઠવી શકો છો. એક સ્ટરલિંગ સિલ્વર ટ્રે લો અને તેના પર વિન્ટેજ સ્ટાઇલની જાર રાખી દો. તે જારને ટ્રોફી કે ડ્રાઇફ્રુટ્સથી ભરેલા રાખી શકો છો.
- લિવિંગરૂમમાં ચાંદી વડે ચાંદની વિખેરવા માટે ડાર્ક કલરની દિવાલો જેવા મરૂન અને નેવી બ્લૂ પર સિલ્વર ટ્રે સજાવી શકો છો.
- કેટલાક ખાસ ઇન્ટિરીયર્સ સલાહ આપે છે કે લિવિંગ રૂમમાં સિલ્વરનો સેન્ટર પીસ સજાવટમાં સૌથી વધારે આકર્ષણ ઊભુ કરે છે. તેમાં પણ ખાસ કરીને જો તમારી પાસે જૂના સમયનું સિલ્વર ટી-સેટ અથવા કોઇ સ્કલ્પચર હોય તો તે વધારે શોભશે. હવે આવા એન્ટિક્સને પેડસ્ટલ પર પણ સજાવીને રાખવાનો સમય છે. તેના માટે એક અલગથી પેડસ્ટલ બનાવવું પડે તો તે બનાવડાવી લો. તેને કોઇ ફોર્મલ ફર્નીચર જેમકે વિંગચેર અથવા તો સિલ્વર લીફવાળી સેન્ટર ટેબલ સાથે ગોઠવી કરી શકો છો.
- જો તમારી પાસે સિલ્વરના ટી-પોટ્સ અથવા ટ્રોફી હોય જે કેટલાય સમયથી પડી રહી છે, તો તેને ફ્લાવર વાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો.
- જો તમે ઘરે પાર્ટી કરી રહ્યા છો, તો સેન્ટરમાં એક સિલ્વરનો ફ્લોરલ પીસ રાખી શકો. તેનાથી ટેબલને ડિઝાઇનર લુક મળી રહેશે.
મેધા પંડ્યા ભટ્ટ