તમારા ઘરમાં સ્ટેર્સ હોય તો તેને તમારી સફળતાની નિશાની માનવામાં આવે છે. સ્ટેર્સ બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરશો તો તમે તમારી સફળતા મેળવી શકશો. હવે લોકો પોતાના ઘરને વાસ્તુ પ્રમાણે બનાવવાનો આગ્રહ રાખતા હોય છે, તેથી તમે ઘરની સ્ટેર્સને પણ તે રીતે બનાવડાવીને સફળતાની સીડીને સર કરી શકો છો.

  • મકાનની સ્ટેર્સ પૂર્વથી પશ્ચીમ અને ઉત્તરથી દક્ષિણ તરફ જતી હોય તે પ્રમાણેની હોવી જોઇએ.
  • મોટા આલિશાન ઘરમાં સ્ટેર્સનો સંપૂર્ણ ભાગ ઘરના દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હોવો જોઇએ. ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં તો જરાપણ ન હોવું જોઇએ.
  • ઘણા બે માળના ઘરોમાં લોકો ઉપરનો માળ ભાડે રહેવા માટે આપે છે અને નીચેના ઘરમાં પોતે રહેતા હોય છે તેવું જોવા મળે છે. ત્યાં સુધી જવાનો રસ્તો ઘરની સામેના ભાગમાં જ બનાવી દે છે. આ ખૂબ જ ખોટી બાબત છે. તેવામાં મકાન માલિકે આર્થિક પરિસ્થિતીમાંથી પસાર થવું પડે છે અને ભાડુઆત ફાયદામાં રહે છે.
  • હંમેશા ઘરના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં જ સ્ટેર્સ બનાવો. સાથે જ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે સ્ટેર્સ ઉત્તરથી દક્ષિણની તરફ અને પૂર્વથી પશ્ચિમની તરફ જતી હોય, અને જ્યારે પહેલા માળ તરફ પહોંચતી હોય તો તમારું મુખ ઉત્તર – પશ્ચિમ કે પછી દક્ષિણ – પૂર્વમાં હોવું જોઇએ.
  • જો શક્ય હોય તો અંદરની કે બહારની સ્ટેર્સ ઉત્તર કે પૂર્વની દિવાલ સાથે જોડાયેલી હોવી જોઇએ નહીં. તેમની વચ્ચે ઓછામાં ઓછું ત્રણ ઇંચનું અંતર હોવું જોઇએ. જો તમારા ઘરના અંદરના ભાગમાં સ્ટેર્સ હોય તો તે તમારા માટે લાભકારક ખૂણામાં હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. નહીંતર પરિવારમાં કલેશ રહે છે.
  • ખોટા સ્થાને, ખોટી રીતે, ખોટા નિયમોના આધારે જો સ્ટેર્સ બનાવવામાં આવી હોય તો ગાંડપણ, વિવાદ, ઘરનું વેચાણ, ઇન્કમટેક્સની રેડ, માંદગી તેમજ અધોગતિનીં શરૂઆત થવા લાગે છે.

ધ્યાન રાખો

  • ભવનમાં સ્ટેર્સ વાસ્તુ મુજબ બનાવો.
  • સ્ટેર્સનો દરવાજો પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવો જોઇએ.
  • જો સ્ટેર્સ ગોળાકારમાં બનાવવી હોય તો તેની ગોળાઇ હંમેશા પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ, પશ્ચિમથી ઉત્તર અને ઉત્તરથી પૂર્વ દિશામાં હોય તનું ધાય્ના રાખો.
  • સ્ટેર્સમાં ગમે તેટલા ગોળાકાર હોય તેની એકી સંખ્યા જ હોવી જોઇએ. 5,11,17,23ની સંખ્યામાં સ્ટેર્સ હોવી જોઇએ. સ્ટેર્સની શરૂઆત અને અંતમાં દરવાજો હોવો જોઇએ.
  • ઊતરતી વખતે સ્ટેર્સ પૂરી થાય ત્યારે તમારું મુખ પૂર્વ કે ઉત્ર તરફ હોવું જોઇએ.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment