શગુન પાંડેએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો દેખાવ ધારણ કર્યો

ઝી ટીવીનો પ્રસિદ્ધ કાલ્પનિક શો તુજસે હૈં રાબતાએ તેની સકારાત્મક અલગ વાર્તાલાઈન છે, જે એક દિકરી કલ્યાણી (પાત્ર કરી રહી છે રીમ શૈખ) અને તેની સાવકી માતા અનુપ્રિયા (પાત્ર કરી રહી છે, પૂર્વા ગોખલે)ની વચ્ચે વિકસતા એક અલગ સંબંધની વાર્તા છે, જેને દર્શકોના દિલ જીતી લીધા છે. હાલના ટ્રેકમાં ઘણા વણાંકો આવ્યા છે, જ્યાં સમગ્ર પરિવાર આશ્ચર્યમાં છે કે, કલ્યાણી રચિતના બાળકની માતા બનવાની છે, તો જ્યાં સમગ્ર પરિવાર એવું ઇચ્છે છે કે, કલ્યાણી આ બાળકનો ગર્ભપાત કરી નાખે જ્યારે મલ્હાર (પાત્ર કરી રહ્યો છે, સેહબાન આઝિમ) તેની પત્નિને સહકાર આપી રહ્યો છે.

આ પ્લોટ વધુ મજબુત બનશે, જેમાં એક તોફાની પાત્ર મસ્તાની બાઈ, એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો પ્રવેશ થાય છે, જે મલ્હારની સામે કલ્યાણીની ગર્ભાવસ્થાનું સત્ય જાહેર કરતી લાલ ગલીમાં એક વેશ્યાલય ચલાવે છે, લાલ ગલીએ એક ઔરંગાબાદનો એક કાલ્પનિક રેડ લાઈટ વિસ્તાર છે, જ્યાં મસ્તાનીનો આંતક છે. અહીં શોમાં રૂચિતના ખૂનમાં તેના જોડાણ અંગેનું રહસ્ય અને ષડયંત્ર પ્લોટમાં ઉમેરાશે, જે મલ્હાર દ્વારા ઉકેલાશે.

જ્યારે મોટાભાગના પુરુષ કલાકારો કોઈ ખાસ ઉંમરમાં એક ટ્રાન્સજેન્ડરનું પાત્ર કરવા માટે શરમ અનુભવતા હોય અને તેની કારકીર્દીની શરૂઆતમાં જ શગુન પાંડે જેને શોમાં અર્થવનું પાત્ર કરી ચુક્યો છે, તે સ્વિકારે છે કે, મેથડ અભિનયને સ્વિકારી તથા ટ્રાન્સજેન્ડર પ્રત્યેની સહાનુભૂતિ અનુભવીને તેના ડરને દૂર કર્યો છે. એટલું જ નહીં, તેમને મળ્યો અને તેમની શારીરિક ભાષા, તેના ઉચ્ચારણ અને જીવન ધોરણને શિખ્યો અને મારી જાતે, એક નવું શેડ્યુઅલ તૈયાર કર્યું, જેનાથી દરેક શોટ પહેલા તેના પાત્રને ઉંડાણપૂર્વક અનુભવું.

તેના આ નવા અવતાર વિશેના અનુભવ વર્ણવતા શગુન કહે છે, “આ પાત્રને અને તેની સાથે આવનારી શક્તિને અપનાવવાનો નિર્ણય એક મોટો હતો. જ્યારે હું આ પાત્ર માટે તૈયારી કરતો હતો અને ખરેખર તેને રોકવા ઇચ્છતો હતો અને તેને સલામ કરતો હતો. કપડા પહેરવા, મેકઅપ કરવો, જ્વેલરી પહેરવી અને તેમ છતા પણ દરેક બાબત પ્રયન્ત વગર કરવું એ દર્શાવવું જરૂરી છે. મેં ઘણા વીડિયો જોયા અને કેટલાક ટ્રાન્સજેન્ડર લોકોને પણ મળ્યો, જેથી કરીને તેમના રોજિંદા જીવનને ઊંડાણપૂર્વક સમજી શકુ અને તે જ મને મેથડ અભિનય ઝોનમાં લઈ ગયો. હું મજબુત પણે માનું છું કે, આ જ સમય છે, જ્યારે ટ્રાન્સજેન્ડરને સમાન હક આપવો જોઈએ અને સમાજમાં પણ મહત્વ આપવું જોઈએ. મને આશા છે કે, દર્શકોને મારો દેખાવ પસંદ આવશે  કારણકે, મેં મારા દિલોંજાન લગાવી દીધી છે.”

  • બોલિવૂડના કલાકારોના કેટલાક રસપ્રદ ખૂલાસા, પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન પર

ભારતમાં બોલિવૂડ અને સંગીત એ કંઈ ધર્મથી ઓછું નથી, ઝી ટીવી તેના દર્શકો માટે તેના આગામી પ્રાઈમ ટાઈમ ઓફરિંગમાં આ બંને વિશ્વના શ્રેષ્ઠીઓને લાવી રહ્યું છે. ચેનલ તૈયાર છે, તેનો અલગ જ પ્રકારનો મ્યુઝિક કાઉન્ટડાઉન શો લઇને, જેનું નામ છે, ‘પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન’ જેને હોસ્ટ કરી રહ્યા છે, ભારતના સૌથી શ્રેષ્ઠ આરજે, સોશિયલ મીડિયા પર દબદબો ધરાવતા અને યુટ્યુબ સેન્સેશન- સિદ્ધાર્થ કાનન. આ શોમા બોલિવૂડના હોટેસ્ટ સેલિબ્રિટીની સાથે તેમની કારકીર્દી, રોમાન્સ અને બી-ટાઉનની હચમચાવતી દરેક બાબતોને આવરી લેવાની સાથોસાથ સુપરહિટ ગીતોનો પણ સમાવેશ કરીને પહેલા ક્યારેય જોવા નહીં જોવા મળેલા ચેટ શોના ફોર્મેટમાં દર્શાવવામાં આવશે!

ઝી ટીવીના પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉનના હાલમાં આવેલ એપિસોડમાં દર્શકોને રાહુલ દેવ અને અમિત સાધના જીવનની ઘટનાઓ જાણવા મળી, બોલિવૂડમાં તેમના પ્રવાસ વિશે સાથોસાથ તેમના વ્યક્તિગત જીવન વિશે પણ નિખાલસ ચર્ચા કરી, જ્યારે અમિત સાધે જણાવ્યું કે, તેને બધુ જ નસીબ પર છોડી દીધું હતું, રાહુલ દેવે મુગ્ધા ગોડસે સાથેના તેના સંબંધ વિશે ખુલીને વાત કરી.

કેન્સરમાં તેની પત્નિને ગુમાવ્યા બાદ, તેને જણાવ્યું કે, કઈ રીતે તેણે તેમાંથી બહાર નિકળવા તથા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવા સમય લીધો હતો. જો કે, બંનેના એક મિત્રના લગ્નમાં તે મુગ્ધાને મળ્યો અને તેઓ તુરંત જ એકબીજાથી નજીક આવી ગયા. તેણે જણાવ્યું કે, કઈ રીતે તેઓ મિત્ર બન્યા અને ત્યારબાદ કેટલી ઝડપથી તેમની મુલાકાત વધી અને કઈ રીતે તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો તથા બંને એક થયા. રાહુલ દેવે, પ્રો મ્યુઝિક કાઉન્ટડાઉન પર સિદ્ધાર્થ કાનને જણાવ્યું કે, “એ પહેલી નજરનો પ્રેમ ન હતો, પરંતુ અમે અમારા એક મિત્રના લગ્નમાં મળ્યા અને મિત્ર બન્યા. સમગ્ર સમારોહ દરમિયાન અમે સાથે રહ્યા અને એકબીજાની સાથે સારી રીતે જોડાયા. ત્યારબાદ, અમે એકબીજાને મળવાનું શરૂ કર્યું અમે નજીક આવ્યા અને પછી પ્રેમમાં પડ્યા. હું એવું કહીશ કે, હું ખૂબ જ નસીબદાર છું.”

બોલિવૂડના કલાકારાએ એ પણ ઉમેર્યું કે, તેણે તેમની વચ્ચેના ઉંમરના મોટા તફાવત માટે કોઈ જ મુશ્કેલી નથી, પરંતુ તેને મુગ્ધા માટે ચિંતા છે. એવું લાગે છે કે, બધુ સારું જ થશે, કારણકે, રાહુલ ઉમેરે છે, “અમારી વચ્ચે લગભગ 14 વર્ષનો તફાવત છે અને મને તેની ચિંતા છે, પરંતુ ત્યારબાદ મને લાગ્યું કે, મારા માતા-પિતાની વચ્ચે પણ 10 વર્ષની ઉંમરનો તફાવત છે. તો, આ જરા પણ વધુ તફાવત નથી! આ ઉપરાંત મને લાગે છે કે, જ્યાં સુધી તમે ખુશ છો ત્યાં સુધી ઉંમરનો તફાવત અને બાકી બધુ જ કંઈ અસર નથી કરતું.”

Loading

Spread the love

Leave a Comment