મનોરંજનની પુનઃવ્યાખ્યા કરતાં, નાગિને પોતાની પ્રથમ બે એડિશન્સમાં દર્શકોને જકડી રાખ્યાં હતાં. કલર્સ પર આ વારસાને અાગળ વધાવતાં નાગિનની ત્રીજી સીઝન હવે નિહાળવા મળશે. જે સત્તા, ઘેલછા અને બદલાની ગાથા કહે છે. આ સિઝનની વાર્તા અને કલાકારો નવા છે. જેમાં કરિશ્મા તન્ના, અંકિતા હસનંદાની, સુરભી જયોતિ, પર્લ વી પુરી, રજત ટોકસ, અંકિત મોહન, રક્ષંદા ખાન અને ચેતન હંસરાજ જેવા મનોરંજનના ખૂબ જ લોકપ્રિય ચહેરાની નવી સ્ટાર કાસ્ટની ગૂંથણી જોવા મળશે. નાગિન ઘ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત છે અને 2જી જૂન 2018ના રોજ થી દર શનિવાર અને રવિવાર રાત્રે 8-30 કલાકે કલર્સ પર દર્શાવવામાં આવશે.

નાગિનની ત્રીજી સિઝનને લઇને કલર્સના પ્રોગ્રામિંગ હેડ મનિષા શર્માએ કહ્યું, “કલર્સ ખાતે નાગિનના બદલાના નવા ડ્રામા બાબતે અમે ખૂબ જ ઉત્તેજીત છીએ. જેમ કે ટેગલાઇન બની છે – ‘ઇસ બાર ઇન્તેકામ કી હોન્ગી સારી હદે પાર, જબ કહીં રૂપ બદલકર કરેન્ગી વાર’, દર્શકો સ્ટોરીલાઇનમાં વધુ મોટો અને નવો વળાંક જોશે.”

વધુ વર્ણન કરતાં, બાલાજી ટેલિફિલ્મ્સના નિર્માતા, એકતા કપૂરે કહ્યું, “નાગિન મારા માટે ખૂબ જ ખાસ શો છે અને દરેક સીઝનમાં સામે આવનાર ખૂબ જ કુતુહલપૂર્ણ પ્લોટ છે. અમારા દર્શકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખતાં, અમે અદ્દભુત સ્ટાર–કાસ્ટ સાથે સંયોજિત કયાંય વધુ જકડી રાખનાર વિષયવસ્તુ પ્રસ્તુત કરવાની આશા સેવીએ છીએ. આ વખતે રુહીની કહાણી છે કેમ કે તેણી પોતાના પ્રેમીની હત્યાનો બદલો લેવા યોજનાઓ બનાવે છે. આ સીઝન માટે, અમે ગ્રાફિકસ તથા એવી વિઝયુઅલ ઇફેકટસને પણ વિસ્તૃત બનાવેલ છે જે અગાઉ કયારેય ન હોય તેવી દર્શકોની પસંદગીનું બ્યુગલ બજાવશે.”

પોતાના પાત્ર વિશાખા અંગે બોલતાં, અભિનેત્રી અનિતા હસનંદાનીએ કહ્યું, “ટીવી અને ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવેલ હોવાથી, સુપરનેચરલ થ્રિલર પ્રકારમાં મારી મુસાફરી નાગિન 3 સાથે શરૂ થાય છે. બાલાજી ટેલિફિલ્મ્સ અને કલર્સ જેવી ઉત્તમ ટીમ ધરાવતા શોના પરિણામો જોવા હું ઉત્સાહિત છું. અમારા દર્શકો માટે આ એક જોવા જેવી નવી વાર્તા બને તેની ચોકસાઇ માટે સંપૂર્ણ ટીમે કોઇ પ્રયાસ બાકી રાખ્યો નથી. મને આશા છે કે, અમે હાલના બેન્ચમાર્કસ તોડવા અને નવા સ્થાપિત કરવા શકય બન્યાં છીએ.”

પોતાના પાત્ર રુહી અંગે બોલતાં, અભિનેત્રી કરિશ્મા તન્નાએ કહ્યું, “નાગિન એક આઇકોનિક શો રહ્યો છે અને રુહીનું પાત્ર ભજવવું તે મારા માટે મહત્વની વાત છે. દરેક પાત્ર વિચારીને કંડારવામાં આવેલ અને જીવંત બનાવવામાં આવેલ છે જે એક મજબૂત શોનું સત્વ હોય છે. હું આ નવી મુસાફરી માટે આતુર છું અને દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની હું આશા સેવી રહેલ છું.”

નાગિન 3 જો કોઇક નાગને મારી નાંખે, તો તેની પ્રેમીકા (નાગિન) ચોકકસપણે તેનો બદલો લેશે એ બાબતના પૌરાણિક મૂળ અને માન્યતાનું પગેરું કાઢશે. રુહી (કરિશ્મા તન્ના) એક ઇચ્છાધારી નાગિન છે જે પોતાના પ્રેમી વિક્રાન્ત (રજત ટોકસ) સાથે એક થવા 100 વર્ષ ઉપરાંતથી રાહ જોઇ રહેલ છે. વિવાહ થવા અને જીવનભર માટે એક થવાના વચનો સાથે, તેણી પોતાનું નવું જીવન શરૂ થાય તેની રાહ જોઇ રહેલ છે. જો કે, આ જોડા પર એકાએક કેટલાંક યુવાનો હુમલો કરે છે અને રુહીની લાજ બચાવવા જતા વિક્રાન્તની હત્યા થાય છે. આમ રહસ્યમાં લપેટાયેલ  પ્રેમ માટે બદલાની કહાણી શરૂ થાય છે. જોકે એક રીતે જોવા જઇએ તો જીતેન્દ્ર અને રીના રોયની ફિલ્મ નાગીન જેવી વાર્તા આ સિરિયલની હોય તેવું લાગી રહ્યું છે. જોકે તે સમયે તે ફિલ્મ પણ ખૂબ લોકપ્રિય રહી હતી અને એકતા કપૂરની સિરિયલ નાગીન 1 અને 2 પણ ખૂબ સફળ રહી છે. તેથી ત્રીજી સિરિઝની સફળતા પણ શક્ય બની રહે તેવું કહી શકાય.

 

 મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment