નવા વર્ષની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે ન્યૂયર પાર્ટીનો માહોલ દરેક જગ્યાએ જોવા મળે છે. દર વર્ષે ન્યૂયર પાર્ટી માટે નવી ફેશનના આઉટફીટ જોવા મળે છે. સાથે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તેવામાં કેવા પ્રકારના આઉટફીટ તમને દરેક પ્રસંગમાં અન્યથી અલગ દેખાડશે તે ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વર્ષે સિક્વિન, શિમર અને મેટૈલિક ડ્રેસીસની બોલિવૂડની દિવાથી લઇને યુવતીઓમાં ભારે ડિમાન્ડ છે.

સિક્વિન આઉટફીટ

એક તરફ ગુલાબી ઠંડી જેવું વાતાવરણ છે, તો બીજી તરફ ઠંડીની ઋતુ શરૂ થઇ ગઇ છે. તેવામાં સ્વીટર્સ કે લાઇટવેટ સ્ટાઇલિશ આઉટફિટ તમે પહેરી શકશો નહીં. તેથી સૌથી આકર્ષક અને બેસ્ટ ઓપ્શન સિક્વિન ડ્રેસીસનું છે. તે તમને ટ્રેન્ડી દેખાડશે, સાથે જ સુંદરતામાં વધારો કરશે અને ઠંડીથી પણ રક્ષણ અપાવશે.

સિક્વિન ટ્રેન્ડ ઓવરહોટ હોવાના કારણે તેની કિંમત પણ વધારે છે. જેમાં સિક્વિન સાડી અને સિક્વિન વન-પીસ તમે કોઇના પર પણ પસંદગી ઊતારી શકો છો. એક સમયે એક જ સિક્વિન આઉટફિટ પહેરવા તેનું ખાસ ધ્યાન રાખવું.

સિક્વિનની શાઇનિંગ સ્ટાઇલ તમને કોઇપણ પાર્ટીમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનાવી શકે છે. તમે તેને દિવસે કે રાત્રે કોઇપણ પ્રસંગે પહેરી શકો છો. તમે સાડી કે ડ્રેસ ઉપરાંત સિક્વિનની એક્સેસરીઝ અને શૂઝમાં પણ બ્લિંગ ટ્રાય કરી શકો છો. તેની કોઇપણ વસ્તુ તમારા લુકને અન્યથી અલગ તારવશે. જો તમે વનપીસ, ફુલ સ્લીવ્સ કે પ્લેઇન ડ્રેસ સાથે સિક્વિનનું પર્સ પણ રાખ્યુ હોય તો તમારા લુકને કમ્પલિટ કરશે.

દિવસે સિક્વિન પહેરવાની રીત

સિક્વિન ડ્રેસીસ અને ગાઇન મોટાભાગે ઇવનિંગ વેર તરીકે પહેરવાનું પસંદ કરવામાં આવે છે. પરંતુ ઓછી એક્સેસરીઝ સાથે તમે તેને દિવસના પ્રસંગમાં પણ પહેરી શકો છો. તેના માટે બ્લેક, ગોલ્ડ, વ્હાઇટ અને સિલ્વર જેવા કલર પર પસંદગી ઊતારવી. આંખનો અને હોઠનો મેકઅપ આછો રાખવો. સ્ટાઇલિશ ઇમ્પેક્ટ માટે સિંગલ નેકપીસ કે પાતળી સિલ્વર કે મેટલની બંગડીઓ પહેરી શકો છો. લૂકને કમ્પલિટ ટચ આપવા માટે નાના સ્વરોસ્કી ઇયરીંગ્સ અને ક્લાસી બોક્સ ક્લચ પહેરી શકો છો.

શિમરી ડ્રેસ અને મેટૈલિક ફેશન

બ્રોન્ઝ શેડેડવાળા ડ્રેસમાં પ્લંજિંગની વી નેકલાઇન હોય અને સ્પેગેટી સ્ટાઇલ શોલ્ડર સ્ટ્રેપ હોય, સાથે ગોલ્ડન કલરની સ્ટ્રેપવાળી પેન્સિલ હીલ અને ફંકી ઇયરીંગ્સ તમને ખૂબ સેક્સી લૂક આપશે. શિમરી ડ્રેસની આ પ્રકારની અનેક ફેશન હવે બજારમાં નવા વર્ષની પાર્ટી માટે તૈયાર છે. તેની સાથે મેટૈલિક ડ્રેસને પણ કોમ્બિનેશનમાં રાખવામાં આવ્યા છે. શિમરી મેટૈલિક ડ્રેસીસ પણ ન્યૂયરની પાર્ટી માટેનું પરફેક્ટ કોમ્બિનેશન ગણવામાં આવે છે. સાથે જ તેમાં મિરર વર્કના ડ્રેસીસ પણ હવે તો વધારે પ્રમાણમાં જોવા મળે છે. મેટલ કલર્સની ડ્રેસીસ હેમંશા ટ્રેન્ડમાં રહે છે.

શિમર મેટૈલિક અથવા તો મેટૈલિક ડ્રેસીસ દરેક યુવતીના વોર્ડરોબમાં અગત્યની અને જરૂરી જણાતી ફેશન છે. તેમાં મળતા લોન્ગ સ્કર્ટને તમે ઠંડીની સિઝનમાં ફુલ સ્લિવ્સના ટોપ સાથે ટીમઅપ કરી શકો છો. તે સિવાય વનપીસ, લોન્ગ ગાઉનમાં વન શોલ્ડર, હોલ્ટર નેક અને ઓફ શોલ્ડરની સાથે હવે સ્લીવ્સમાં પણ નવી નવી ડિઝાઇન્સને સ્થાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોટ, સ્કર્ટ, ટોપ, લોન્ગ કોટ, પેન્ટ વગેરે તો જોવા મળે જ છે. કલર્સમાં સિલ્વર અને ગોલ્ડન હંમેશા લોકપ્રિય રહ્યા છે પણ હવે બ્લેક, ડાર્ક બ્લ્યૂ, રેડ, નેવી બ્લ્યૂ અને વ્હાઇટ પણ સૌથી વધારે આકર્ષક લાગે છે. આ પ્રકારના ડ્રેસમાં બ્રોન્ઝ કલરની પણ ડિમાન્ડ છે. સાથે જ શોર્ટ મેટૈલિક ડ્રેસમાં બેકલૈસ અને કટઆઉટ લુકને પણ મહત્વ આપવામાં આવે છે. જેમાં કેટલાક આઉટફીટમાં નેકલાઇન બ્રોડ રાખવામાં આવે છે. સ્લીવ્સમાં જે રીતના પ્રયોગ કરવામાં આવે છે, તેમાં ફ્રિલ અને કોલ્ડ શોલ્ડર તેમજ વન શોલ્ડર ખાસ જોવા મળી રહ્યા છે. સાથે જ બ્રોડ કટઆઉટ પાર્ટીવેર લુક આપે છે. હવે તો હાઇ થાઇ સ્લિટ કટ પણ આવા પ્રકારના ડ્રેસીસમાં રાખવામાં આવે છે.

ન્યૂયર પાર્ટીની સાથે સાથે હવે લગ્ન પ્રસંગોમાં પણ ખાસ પ્રકારની પાર્ટીઝનું આયોજન થતું હોય છે. જેમાં લોકો પાર્ટીવેર ડ્રેસીસ પહેરવાનું પસંદ કરે છે. આ પ્રકારના ડ્રેસીસ શાઇનિંગ લુક આપે છે અને પાર્ટીમાં પણ બધાથી અલગ દેખાઇ શકો છો. આ પ્રકારના ડ્રેસીસ પોતાનામાં જ અનોખુ આકર્ષણ ઊભુ કરતા હોય છે, તેથી તેની સાથે મેચિંગ ફૂટવેર પણ વધારે સૂટ કરે છે. તો થઇ જાઓ બધાથી અલગ દેખાવા માટે તૈયાર અને તમારા મનપસંદ ચમકતા ડ્રેસીસ સાથે નવા વર્ષની ઊજવણી કરો.

Loading

Spread the love

Leave a Comment