ભારતમાં કર્ટન્સ એ બારી અને બારણાંની શોભા વધારવાની સાથોસાથ તેની સજાવટમાં લેટેસ્ટ ટ્રેન્ડ કયો ચાલે છે તેનો પણ ખ્યાલ આપે છે. કર્ટન્સમાં વિવિધ પ્રકારની ડિઝાઇન જેવી કે, હેન્ડ બ્લોક, સ્ક્રીન પ્રિન્ટિંગ, ડિસ્ચાર્જ અને ડિજિટલ પ્રિન્ટિંગ, બાંધણી સાથે કલમકારી વગેરે અત્યંત લોકપ્રિય અને ટ્રેન્ડી છે. જે રીતે સમય અને ફેશન બદલાઇ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને હવે કર્ટન્સમાં પણ નિતનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.

સ્ટાઇલ અને પેટર્ન બંનેમાં હવે વિવિધતા જોવા મળવા લાગી છે. હવે કર્ટન્સની પેટર્ન મોટા ભાગે પ્રકૃતિથી પ્રેરિત હોય છે, જેમાં વૃક્ષો, જંગલ, ફૂલવેલ, કળીઓ, પાંદડા અને જ્યોમેટ્રિક પેટર્ન પણ સુંદર લાગે છે. તેની સાથે જો રંગની વાત કરીએ તો, પેસ્ટલ યલો, પીચ, પિંક, ઓરેન્જ, ગ્રીન અને બ્લ્યૂ તેમ જ વ્હાઇટ એ રંગ વસંતના આગમનના પ્રતીક છે. જ્યારે મરૂન, બ્રાઉન, પર્પલ, ટર્કોઇઝ બ્લ્યૂ અને ગ્રેના વિવિધ શેડ્સનો ઉપયોગ મોટા ભાગે પાનખર અને વિન્ટર કલેક્શનમાં વધારે થાય છે. બારેમાસ તમે એક પ્રકારના જ નહીં પણ દરેક ઋતુ પ્રમાણે તમે ઘરમાં કર્ટન્સને પણ ચેન્જ કરી શકો તેવી સગવડતા હવે થઇ ગઇ છે.

આપણા દેશમાં ઘરના બારી અને બારણાંની ઊંચાઇ અને પહોળાઇ મધ્યમ હોવાને લીધે પ્રમાણમાં લો એન્ડ અને મધ્યમ રેન્જના કર્ટન્સ વધારે ચાલે છે. આવા કર્ટન્સ મોટા પટ્ટા અથવા ચેક્સની ડિઝાઇન ધરાવતા હોય તો પણ સારા લાગે છે. આ શ્રેણીમાં પેનલ કર્ટનનો સમાવેશ પણ થાય છે. જ્યારે કર્ટનલૂપ્સમાં કલર-કોન્ટ્રાસ્ટ મેચિંગ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમાં ફોલ્ડ અથવા ગેધરિંગ કે પછી રિપલ ફોલ્ડસ રાખવામાં આવે છે.

લો-એન્ડ પ્રકારના કર્ટન્સ એટલે કે પડદાની કિંમત આશરે દોઢસો-બસો રૂપિયા જેટલી થાય છે. આવા કર્ટન્સમાં કોટનમિશ્રિત મટિરિયલ જેવા કે કોટન-પોલીએસ્ટર અને વિસ્કોસ, ડૂબી, હેન્ડલૂમ ફેબ્રિક, પોલીએસ્ટર-શિફોન અને ઓર્ગેન્ઝાનો સમાવેશ થાય છે. કર્ટન્સમાં કેટલીક વાર સાદા, પ્રિન્ટેડ, યાર્ન-ડાઇ અને થોડી એમ્બ્રોઇડરી પણ કરેલી હોય છે.

મિડરેન્જ કર્ટન્સમાં પોલીએસ્ટર-સિલ્ક, જેકાર્ડ, લિનન અને કોટનબ્લેન્ડ્સ, વિસ્કોસ, ફ્લેક્સ, ઓર્ગેન્ઝા, નાયલોન મેશ, ટાફ્ટા અને ક્રોશિયોની લેસ ધરાવતું ફેબ્રિકનો સમાવેશ થાય છે. આમાં પ્લીટ્સ, પેચવર્ક, પિનટક્સ, રિપલ ફોલ્ડ્સ, એમ્બ્રોઇડરી પણ જોવા મળે છે. અન્ય કર્ટન્સમાં વેલેસ પણ હોય છે. આવા પડદાની કિંમત આશરે બે હજારથી અઢી હજાર જેટલી થાય છે.

કેટલીક કંપનીઓના બારી તથા બારણા માટે મળતા કર્ટન્સ કોટન ક્રેપ, સીઅરસકર, ગોઝ, વોયલ, ઓર્ગેન્ઝા અને હેન્ડલૂમ ફેબ્રિકમાંથી બનાવેલા અને કલર ન જાય એવા હોય છે. તેના પાકા કલર અથવા લાઇટ મશીન એમ્બ્રોઇડરી પણ કેટલીક વાર કરવામાં આવે છે.

વળી, પ્રિન્ટેડ અને ડૂબી ફેબ્રિક્સના પટ્ટાવાળા અને પ્રિન્ટેડ કર્ટન્સ પણ બહારના દેશોમાં મોકલવા માટે બને છે. જો ખાસ ફરમાઇશ કરવામાં આવે તો તેમાં ઓર્ગેનિક સુતરાઉ મટિરિયલનો ઉપયોગ પણ થાય છે. જોકે આવા કર્ટન્સનો ભાવ 30થી 40 ટકા વધી જાય છે. કેઝેડ પડદાની પ્રિન્ટ્સ તથા પટ્ટા નજરને ગમી જાય એવા હોય છે.

બારી અને બારણાને કર્ટન્સથી શોભાવવા સાથે ઉચ્ચસ્તરીય માર્કેટનો પણ વિચાર કરવામાં આવે છે. આવા પ્રકારના કર્ટન્સમાં ડિઝાઇનમાં હાથથી લગાવેલા પેચ જેમાં શેનીલ, પોલીએસ્ટર સિલ્ક અને ફૂલોવાળા મોટિફ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તે ઉફરાંત કટ વર્ક, આભલાંભરત, ક્રીવેલવર્ક, સાંકળી ટાંકો, એપ્લિકવર્ક, બીડ્સ, સીકવન્સ અને મેટાલિક સાટિન જેવી વસ્તુઓથી તેની શોભા વધારવામાં આવે છે.

સામગ્રીની બાબતમાં હાઇએન્ડ મોડલ્સમાં બ્રોકેડ, જેકાર્ડ, શેનિલ, પોલીએસ્ટર-સિલ્ક અને લિનન બ્લેન્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે મિડરેન્જ કર્ટન્સમાં બારી અને બારણાંનો વધારે સારો ગેટઅપ આવે તે માટે તેમાં વેલેન્સ અને ટેસલ્સ, ગેધર્સ, રિપલ ફોલ્ડ્સ અને પ્લીટ્સની પેટર્નમાં બનાવાય છે.

કેટલાક કર્ટન્સ હેવી ઓરિએન્ટલ લુક ટેસલ્સના હોય છે અને તેની લંબાઇ વેલેન્સ જેટલી હોય છે તથા તેની બંને બાજુએ પેનલ આવે છે. તેમાં કંપની 800થી 3400 હૂકનો ઉપયોગ કરીને જેકાર્ડ, ડૂબી, સાટિન, કોટન, લિનન તથા વિવિધ ફેબ્રિક બ્લેન્ડ્સનો ઉપયોગ કરે છે, જેમાં પોલીએસ્ટર-સિલ્કનો પણ સમાવેશ થાય છે. સાર્ન અને પીસ ડાઇડ મોડલ્સ અને તેને ટેબ ટોપ્સ, ગ્રોમેન્ટ્સ અથવા રેડ પોક્ટ્સથી ફિટ કરવામાં આવે છે.

 

કેટલીક હાઇપ્રોફાઇલ કંપનીઓ જે કર્ટન્સ બનાવે છે તે મુખ્યત્વે શિનેલ, સિલ્ક અને પોલીએસ્ટર સિલ્કમાંથી બનાવે છે. તેમાં ડાર્ક કલર્સ જેવા કે મરૂન અને મેટાલિક તેમ જ ડીપ ગોલ્ડ અને ગ્રે સામાય રીતે શિનેલ્ડ સિલ્ક-બ્લેન્ડ મોડલ્સમાં જોવા મળે છે. તે સિવાય કર્ટન્સ હાથભરત ભરેલા અને મશીન એમ્બ્રોઇડરી સાથે ડેલિકેટ પેટર્ન અને પેચવર્ક કરેલા તેમ જ લૂપ્સ અથવા આઇલેટ્સ સાથે ફિટિંગ કરેલા પણ જોવા મળે છે.

તો સિઝનનની સાથે હવે ઘરમાં કર્ટન્સને પણ બદલતા રહો અને નવો લુક મેળવતા રહો.

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment