હાલમાં જ હરિયાણાની 20 વર્ષની માનુશી છિલ્લર મિસ વર્લ્ડ બની છે. દેશને 17 વર્ષ પછી ફરીથી તે માન જીતવાની તક તેના દ્વારા પ્રાપ્ત થઇ છે. માનુષી છિલ્લર એક મેડિકલ સ્ટુડન્ટ રહી છે. હાલમાં બધે તેની સુંદરતાની ચર્ચા જોવા મળે છે. માનુષીએ હાલમાં જ એક ઇવેન્ટમાં જણાવ્યું કે, તેનેબોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા છે. તેના આ પ્રકારના ખુલાસાથી તેના ફેન હવે તેને બોલિવૂડના પડદા પર જોવાની ઇચ્છા સેવવા લાગ્યા છે. માનુષીનું કહેવું છે કે આમિર ખાન અલગ પ્રકારની ફિલ્મો બનાવે છે. જેમાં કોઇ પ્રકારનો સમાજ માટે મેસેજ છૂપાયેલો હોય છે. જોકે અહીં ખાસ એ વાત જણાવવાની કે ભારત 17 વર્ષ પછી મિસ ઇન્ડિયાનો તાજ મેળવવામાં સફળ થયું છે. મિસ ઇન્ડિયા બનેલી બધી જ સુંદરીઓ આજે બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, ત્યારે ટેલિવિઝનની સુંદરીઓ પણ તેમાંથી બાકાત રહી નથી. અહીં કેટલીક ટેલિવિઝનની જાણીતી કલાકારાની વાત કરવાની છે, જેમણે સુંદરતાની પ્રતિયોગીતામાં સફળતા મેળવી છે

ઇરીકા ફર્નાન્ડિસ

કુછ રંગ પ્યાર કે ઐસે ભીની સોનાક્ષી ઉર્ફે ઇરીકા ફર્નાન્ડિસ 2012માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે. તે યુ ટ્યુબ પર ખૂબ જ લોકેપ્રિય છે. તે પોતાની ચેનલ પર સતત સ્ટાઇલ, ફેશન અને બ્યુટી સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે.

 

 

રેશમી ઘોષ

રેશમી મોટાભાગે ગ્રે શેટ પાત્રો ભજવતી જોવા મળે છે, તેને ટીવી સિરિયલ સસુરાલ સિમર કામાં ઇન્દ્રાવતીના પાત્રમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. તે 2002માં મિસ ઇન્ડિયા અર્થનું ટાઇટલ જીતી ચૂકી છે.

 

 

મિહિકા વર્મા

યે હૈ મહોબ્બતે ફેમ મિહિકા વર્મા 2004માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો તાજ જીતી ચૂકી છે. ટેલિવિઝનમાં તે ખૂબ જ લોકપ્રિય ચહેરો છે.

 

 

ગૌહર ખાન

ગૌહર ખાનની સુંદરતા પાછળ કરોડો લોકો પાગલ છે. તે બિગ બોસ 7ની વિજેતા પણ રહી ચૂકી છે. એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા જ ફક્ત 18 વર્ષની ઉંમરે જ ગૌહરે મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને ચોથા ક્રમ પર રહી હતી. તે સમયે તેણે મિસ ટેલેન્ટેડનું ટાઇટલ જીત્યું હતું.

 

દિવ્યંકા ત્રિપાઠી

યે હૈ મહોબ્બતે અને બનૂ મૈં તેરી દુલ્હન સિરિયલે દિવ્યંકાને ટીવી શ્રેણીમાં ખૂબ જ લોકપ્રિય બનાવી દીધી છે. ટેલિવિઝનમાં આવવા પહેલા દિવ્યંકાએ પૈંટીન ઝી ટીન ક્વીન 2003માં ભાગ લીધો હતો. તેને મિસ બ્યૂટીફૂલ સ્કીનનું ટાઇટલ પણ મળ્યું હતું. જોકે દિવ્યંકા મિસ ભોપાલનો તાજ પણ જીતી ચૂકી છે.

 

ગૌરી પ્રધાન

ક્યોંકી સાસ ભી કભી બહૂ થીમાં નંદીની વિરાની અને કુટુંબમાં ગૌરીના પાત્રથી લોકપ્રિય બનેલી ગૌરી પ્રધાન પુનાની છે. તેના પતિ હિતેન તેજવાની હાલમાં બિગ બોસ 11માં જોવા મળી રહ્યા છે. ગૌરીએ સ્મુતી ઇરાની સાથે જ 1998માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો.

 

 

સ્મૃતિ ઇરાની

મોડલિંગમાંથી ટીવી અને પછી રાજકારણમાં જોડાનારી સ્મૃતિ ઇરાની પણ બ્યૂટીસ્પર્ધામાં ભાગ લઇ ચૂકી છે. તે 1998માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ટોપ 10માં ફાઇનાલિસ્ટ રહી ચૂકી છે.

 

આશા નેગી

પોતાના પાર્ટનર ઋત્વિકની સાથે ડાન્સ રીયાલીટી શો નચ બલિયે – 6 જીતનારી આશા નેગી 2009માં મિસ ઉત્તરાખંડનું ટાઇટલ જીતી ચૂકી છે.

 

ઐશ્વર્યા સખુજા

સારાભાઇ વર્સેસ સારાભાઇમાં સોનિયાના પાત્રથી લોકપ્રિય બનેલી જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજા 2006માં મિસ ઇન્ડિયા ફાઇનાલિસ્ટ રહી ચૂકી છે.

 

અસ્મિતા સૂદ

મોડલ અને ટીવી એક્ટ્રેસ અસ્મિતા સૂદ 40થી વધારે બ્રાન્ડને એન્ડોર્સ કરી ચૂકી છે. તેણએ 2011માં મિસ ઇન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્ટ થયા બાદ તેની સફર ત્યાં જ પૂરી થઇ હતી.

 

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

Loading

Spread the love

Leave a Comment