ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રોને મળીને આનંદ અને ઉલ્લાસ કરવાની મજા જ કંઇક અલગ છે. દરેક વ્યક્તિ પોતાના ખાસ મિત્રોને મળે છે. તેમની સાથે પોતાની વાતો શેર કરે છે, પાર્ટી કરે છે. ક્યારેક જ મળવાનું થાય તેવા મિત્રો સાથે પિકનિક પણ પ્લાન કરે છે. મિત્રો વગરની તો દરેક વ્યક્તિની દુનિયા જ અલગ છે. પણ જે રંગીન દુનિયાના સિતારા બની ગયા છે, તેવી સેલિબ્રિટી પણ આ દિવસે પોતાના સ્કુલ કોલેજના મિત્રોને ખૂબ મિસ કરી રહ્યા છે. આવો ટેલિવૂડના કેટલાક જાણીતા સેલિબ્રિટી પાસેથી જાણીએ કે તેમના મતે ફ્રેન્ડશીપ ડેનું શુ મહત્વ છે.

  1. ભારતી સિંહ (કોમેડિયન)

મારા સ્કુલના મિત્રો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. મારા મતે ફ્રેન્ડશીપ એટલે એકબીજાને સમજવું. એકબીજાની મુસીબતના સમયે તેની સાથે રહેવું. મિત્રતા એક અનકન્ડીશનલ પ્રેમ છે, જેમાં કોઇપણ પ્રકારની કન્ડીશનને સ્થાન નથી. આ વખતે ફ્રેન્ડશીપ ડેના દિવસે હું શૂટીંગમાં બીઝી હોવાથી મારા મિત્રોને ખૂબ જ મિસ કરી રહી છું. પણ રાત્રે હું મારા મુંબઇના ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઇ હતી. અમે કેટલીક રમતો રમ્યા અને ખૂબ એન્જોય કર્યું. હું મારી પહેલી એક સ્કુલ ફ્રેન્ડને ખૂબ મિસ કરી રહી છું. અમે સતત એકબીજાના સંપર્કમાં રહ્યા છીએ અને અમારી દોસ્તીને 10 વર્ષ પૂરા થયા છે. મારા દરેક મિત્રોને હેપી ફ્રેન્ડશીપ ડે.

  1. સુરભી જ્યોતી (ટીવી એક્ટ્રેસ)

મારો ભાઇ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. જે મને ક્યારેય કોઇપણ બાબતને લઇને એકલી મૂકતો નથી. ફ્રેન્ડશીપ ડે ના દિવસે મારા માટે ખાસ તૈયારીઓ કરે છે. મારા માટે ફ્લાવર્સ લાવે છે, ચોકલેટ્સ લાવે છે અને એકદમ અલગ એવી મેગી અને નાળિયેર પાણી પણ તૈયાર રાખે છે. તે સિવાય સુંદર અને અમેઝીંગ મેસેજીસ મોકલે છે. આવું ક્યારેય ભૂલી શકાય. હું આ બધુ મિસ કરી રહી છું. મને મારી સ્કુલ અને કોલેજના મિત્રો પણ ખૂબ યાદ આવે છે. હું દરેકને તો મળી શકતી મથી પણ મારી ફેમીલી મારી મિત્રોની ખોટને પૂરી કરી દે છે. હું મારા દરેક મિત્રોને હેપી ફ્રેન્ડશીપ ડે વીશ કરું છું. તમે જ્યા પણ હો ખુશ રહો.

  1. મૌની રોય (ફિલ્મ–ટીવી કલાકાર)

મારા દરેક મિત્રો મારા માટે ખૂબ જ ક્લોઝ છે. મિત્રતા ખૂબ જ ટ્રાન્સપરન્ટ રિલેશન છે. એકદમ નિર્દોષ અને નિસ્વાર્થ રિલેશન હોય તો તે મિત્રતાનું છે. આ વખતે મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ફ્રેન્ડશીપ ડેને સેલિબ્રેટ કર્યો. મારા સ્કુલ અને કોલેજના મિત્રોને હું ખૂબ જ મિસ કરી રહી છું. તેઓ મારા એ વખતના મિત્રો છે, જ્યારે હું ફ્કત પોતાને જ ઓળખતી હતી. દુનિયા મને નહોતી ઓળખતી પણ મારા મિત્રો મને ઓળખતા હતા. શૂટીંગના હેક્ટીક શિડ્યૂલના કારણે હું તેમને મળવા જઇ શકી નથી પણ એટલુ જરૂર કહીશ કે મિત્રો હું તમને ખૂબ મિસ કરી રહી છું. હેપી ફ્રેન્ડશીપ ડે.

 

 

  1. રવિ દૂબે (ટીવી કલાકાર)

મિત્રોનું સ્થાન જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે. તે એક જ એવી વ્યક્તિ છે, જે તમારી અંદરની દુનિયાને ખૂબ જ સારી રીતે જાણે છે. તમારા મનને વાંચી શકે છે. તમારી લાગણીને તે સાચવી અને સમજી પણ શકે છે. મારા મતે મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ મારી પત્ની શરગૂન છે. તેણે જીવનમાં મને હરહંમેશ સપોર્ટ કર્યો છે. અમે દર વખતે ફ્રેન્ડશીપ ડે ના દિવસે બહાર ડિનરનો પ્લાન કરીએ છીએ પણ આ વખતે ફેમીલી સાથે ઘરે રહેવાનું વિચાર્યું હતું. તે સિવાય હું મારા સ્કુલ અને કોલેજના મિત્રોને પણ ખૂબ જ યાદ કરું છું. મારું મિત્રોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છું. તે દરેકને હેપી ફ્રેન્ડશીપ ડે.

  1. હર્ષદ ચોપરા (ટીવી કલાકાર)

ઇન્ડસ્ટ્રીમાં મારું કોઇ ખાસ ફ્રેન્ડ નથી. મારો કોલેજનો મિત્ર અતુલ મારો ખાસ ફ્રેન્ડ છે. અમે કોલેજના સમયથી એકબીજાના ખાસ ફ્રેન્ડ છીએ અને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. મિત્રતા એટલે મારા માટે એકબીજા પાસે કોઇપણ પ્રકારની અપેક્ષા ન હોવી જોઇએ. બને જણા કોઇપણ નિર્ણય લો તેમાં એકમત હોવો જરૂરી છે. આ વખતે મારા બીઝી શિડ્યૂલના કારણે અમે સેલિબ્રેટ કરી શકીએ તેમ નથી પણ જ્યારે પણ સમય મળશે અમે જરૂર એન્જોય કરીશું. સ્કુલના સમયના મિત્રો પણ યાદ આવે છે, તે વખતે સ્કુલમાં ફ્રેન્ડશીપ ડે ના દિવસે ફ્રેન્ડશીપ બેન્ડ બાંધતા. કોને કેટલા બેન્ડ મળ્યા છે, તે ગણવાની મજા જ કંઇક અલગ હતી. હું મારી સ્કુલ ટાઇમની ફ્રેન્ડ અનુષ્કાને ખૂબ યાદ કરું છું.

 

  1. નમીક પોલ (ટીવી કલાકાર)

હું મારા ફ્રેન્ડ્સને અહીં ખૂબ જ મિસ કરી રહ્યો છું. મારા માટે દોસ્તી જીવનનો સૌથી સુંદર પાર્ટ છે. જ્યારે કોઇપણ વ્યક્તિ ટેલિવિઝન સાથે જોડાય અને તેમાં પણ લીડ રોલ પ્લે કરતી હોય ત્યારે તે વ્યક્તિની સોશિયલ લાઇફ પૂરી થઇ જાય છે. મિત્રો સાથે સમય ઓછો પસાર કરે છે. પણ મિત્રો હંમેશા દિલમાં સાથે જ રહે છે. મિત્રનું સ્થાન જીવનમાં ખૂબ મહત્વનું છે, તે એવો હોવો જોઇએ કે આંખ જોઇને જ તમારા મનની વાતને સમજી શકે. જૂના મિત્રોને યાદ કરું છું. જોકે નવા મિત્રો પણ મળે છે. જે લોકો તમને ટીવી પર જુએ છે, મેસેજ કરે છે, કોલ કરે છે. તમને પસંદ કરે છે. આજે શૂટીંગના કારણે ક્યાંય એન્જોય કરવાનો પ્લાન નથી પણ મિત્રોને જ્યારે પણ મળું છું ત્યારે એન્જોય કરી લઉં છું. તેના માટે ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ એન્જોય કરવું અને મળવું તે મહત્વનું નથી.

 

 

 

Loading

Spread the love

Leave a Comment