શિયાળો શરૂ થાય એટલે લોકો પોતાની ફિટનેસને લઇને પણ વધારે સજાગ બની જતા હોય છે. હવે તો મહિલાઓ, યુવતીઓ પણ રેગ્યુલર પોતાના શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે યોગા અને કસરત નિયમિત કરતી જોવા મળે છે. આજની પેઢી ફિટનેસ અને ડાયેટ પ્રત્યે વધારે સભાન બની છે. બોલીવૂડના કલાકારો ક્યાંકને ક્યાંક તેમના માટે પ્રેરણારૂપ બનતા હોય છે. જેમાં બિપાશા બસુ થી લઇને દિપીકા પાદુકોણ અને અક્ષય કુમારથી લઇને વરુણ ધવનને લોકો ફોલો કરતા જોવા મળે છે. ફિટનેસ અને ડાયેટના કારણે સ્ફુર્તિ અને તંદુરસ્તી તો જળવાઇ જ રહે છે, સાથે જ ઉંમર કરતા તમે વધારે નાના લાગો છો. બિપાશા બસુ અને શિલ્પા શેટ્ટીની ફિટનેસની ચર્ચા ચારેતરફ જોવા મળતી હોય છે. આજકાલની બોલિવૂડની હિરોઇનોને પણ શરમાવે તેવું તેમનું ફિગર તેમણે જાળવી રાખ્યું છે. તો ચાલો બોલિવૂડના કેટલાક લોકપ્રિય કલાકારોની ડાયેટ અને ફિટનેસનું સાચુ રહસ્ય શું છે, તે જાણીયે

બિપાશા બસુ

બિપાશા બસુ પોતાની ફિટનેસ સીક્રેટના ત્રણ વિડીયો અત્યાર સુધીમાં ન્ચ કરી ચૂકી છે. પોતાના ફિગર વિશે તે જણાવે છે કે, તેને મેઇન્ટેઇન કરવામાં તે કોઇપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરતી નથી. જે દિવસે તમે પોતાને પ્રેમ કરતા થઇ જશો તે દિવસથી તમે તમારા શરીરનું પણ ધ્યાન રાખવા લાગશો. આ જ સૌથી મોટો મંત્ર છે. તમારે પોતાને હેલ્ધી અને ફિટ જાળવી રાખવા માટે પોતાનિ દિનચર્યાનું નિયમિત પાલન કરીને તમારા ખોરાકમાં ફેરફાર કરવો પડશે. સમયસર જમવું અને આરામ લેવો તે શરીર માટે સૌથી મહત્વની બાબત છે. સમયસર ઊઠીને શરીરને ફિટ અને તંદુરસ્ત બનાવવા માટે વ્યાયામ અને યોગા સૌથી વધારે જરૂરી છે.

  • ફિટનેસ

બિપાશાએ પોતાનો વર્કઆઉટ પ્લાન ખૂબ સ્ટ્રીક્ટ બનાવ્યો છે. તેના પ્લાન મુજબ તે અઠવાડિયામાં છ દિવસ એક્સરસાઇઝ કરે છે. તે ઉપરાંત 20 મિનિટનું ટ્રેડમિલ, 10 મિનિટનું ક્રોસ ટ્રેનર અને 20 મિનિટની સાઇકલિંગ અને કાર્ડિયો તેના વર્કઆઉટમાં સામેલ છે. તેની મસલ્સવાલી ટ્રેનિંગ માટે તે પહેલા દિવસે વર્કઆઉટ કરે છે. બીજા દિવસે એબ્સ, ત્રીજા દિવસે પગ અને લોઅર બોડીની, ચોથા દિવસે ગ્લૂટમ મેક્સીમસ વર્કઆઉટ, પાંચમા દિવસે અપર બોડી અને છઠ્ઠા દિવસે એબ્સ અને ગ્લૂટસ મેક્સમસ વર્કઆઉટ કરે છે. તેનું માનવું છે કે દરેક વખતે એકસરખી એક્સસાઇઝ કંટાળો આપે છે, તેથી તે બીજી એક્સસાઇઝ બદલતી રહે છે.

  • રેગ્યુલર ડાયેટ

જે શરીરને નુકસાન કરે તેવા ખોરાકથી તે દૂર રહે છે. તે પોતાના ખોરાકમાં શરીરને ઊર્જા આપે તેવા પ્રોટીન્સ અને વિટામિન્સ વધારે મળી રહે તેવો ખોરાક ખાવાનું વધારે પસંદ કરે છે. તે મીટની અંદર શાકભાજી ભેળવીને ખાવાનું પસંદ કરે છે. તે આખા દિવસમાં થોડા થોડા સમયે આ ખોરાક પૂરો કરે છે. સવારે નાસ્તાની સાથે તે જ્યૂસ અને દલિયા, ઇંડુ, ટોસ્ટ અને ફળ ખાવાનું પસંદ કરે છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ ન રહે તે માટે દિવસ દરમિયાન ખૂબ પાણી પીવે છે.

 

અક્ષય કુમાર

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારનું કહેવું છે કે તેમને સિકસ પેક એબ્સ કે એઇટ પેક્સ એબ્સ હોવા જોઇએ તેની જરૂર નથી. તે શરીરને કુદરતી રીતે તંદુરસ્ત બનાવવી રાખવામાં માને છે. 47 વર્ષના અક્ષય કહે છે કે એબ્સ બનાવવામાં ખૂબ સમય લાગે છે. સ્વાસ્થ્યને લઇને ભવિષ્યનો પણ વિચાર કરીને ચાલવું જોઇએ. જોકે અક્ષય તાઇક્વાંડોમાં બ્લેક બેલ્ટ, માર્શલ આર્ટ અને મયથાઇમાં નિપુણ છે. તે પોતાની દિનચર્યામાં અલગ કસરતો કરવાનું પસંદ કરે છે. તે માને છે કે શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે રોજ એક કલાક કસરત કરવી જરૂરી છે. જો તમે કસરત ન કરી શકો તો ચાલવા જઇ શકો છો. તમને જાણીને નવાઇ લાગશે કે અક્ષય કુમાર જીમ જતા નથી તો પણ તેમની બોડી શેઇપમાં છે.

  • ફિટનેસ

અક્ષય કુમારનો ફિટનેસ મંત્ર છે કે સ્વાસ્થ્ય સૌથી વધારે મહત્વ ધરાવે છે. તેમણે માર્શલ આર્ટીની રમતો, પ્રાકૃતિક ચિકિત્સા અને અનુસાસિત જીવનને કારણે પોતાના શરીરને સ્પોર્ટી આકાર આપ્યો છે. જ્યારે તેમને શૂટીંગ દરમિયાન માર્શલ આર્ટ માટે સમય મળતો નથી તો તે સીડી ચડવાનું પસંદ કરે છે. સિંધ ઇઝ કિંગના શૂટીંગ દરમિયાન તે સિંગાપુરમાં 74માં માળ સુધી ચડી ગયા હતા. તે રોજ સવારે 4-30 ઊઠી જાય છે. તે 1 કલાક માર્શલ આર્ટ, 1 કલાક યોગ, સ્ટ્રેચિંગ, વ્યાયામ અને ધ્યાન તેમજ 1 કલાક સ્વીમિંગ કરે છે. નિરસ વ્યાયામથી બચવા માટે તે જૂદી જૂદી ફિટનેસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તે બાસ્કેટ બોલ, ટ્રેકીંગ, કિક બોક્સિંગ કરવાનું પસંદ કરે છે. તે માને છે કે યોગ શારીરિક તંદુરસ્તી અને આંતરિક સંતુલન પ્રદાન કરે છે.

  • રેગ્યુલર ડાયેટ

અક્ષય કુમાર ઘરનું બનાવેલું જ ખાવાનું વધારે પસંદ કરે છે. તેઓ સમયસર દરેક ખોરાક ખાવાનું પસંદ કરે છે. અક્ષય રાત્રે સાત વાગ્યા સુધીમાં પોતાનું ડિનર કરવામાં જાણીતા છે. તેઓ શરાબ અને ધૂમ્રપાનથી દૂર રહે છે. તેમના રોજીંદા આહારમાં તે નાસ્તામાં પરાઠા અને એક ગ્લાસ દૂધ લે છે. બપોરે ફ્રુટડીશ તેમજ લંચમાં રોટી, દાળ, લીલા શાકભાજી, ચિકન અને એક વાટકો દહીં લે છે. સાંજે ખાંડ વિના એક ગ્લાસ તાજો રસ પીવે છે. રાત્રે જમવામાં ખૂબ હળવો ખોરાક પસંદ કરે છે. જેમાં સૂપ, શાકભાજી, સલાડ હોય છે.

દિપીકા પાદુકોણે

દિપીકા પાદુકોણેની સુંદરતા અને ફિટનેસનું રહસ્ય તેમની મહેનત, યોગ્ય આહાર અને અનુસાશિત જીવન છે. તે બોલિવૂડની સુંદરીઓમાં સૌથી એગ્રેસર ગણાય છે. તેની ફિટનેસ અને બોડીના કારણે તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. દિપીકા જીમમાં જવાનું વધારે પસંદ કરતી નથી. તે પોતે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. યોગા તેના માટે વધારે મહત્વના છે. તે વિવિધ પ્રકારના યોગા દ્વારા પોતાને ફિટ રાખવામાં માને છે. તેની સુંદરતાનું રહસ્ય તે યોગાને માને છે.

 

  • ફિટનેસ

દિપીકા રોજ સવારે 6 વાગે ઊઠીને યોગા અને ફ્રિ હેન્ડ એક્સસાઇઝ કરે છે. તેને યોગ ખૂબ પસંદ છે અને તે રોજ કરે છે. તે અલગ અલગ આસન કરે છે, જે તેને યુવાન, ઉત્સાહિત અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. તેના યોગસત્રમાં સૂર્યનમસ્કાર (10 ચક્ર), માર્જરી આસન (બિલાડીની મુદ્રા), સર્વાંગાસન (ખભાથી ઊભા રહેવું), વીરભદ્ર આસન (યોદ્ધા મુદ્રા), ઊંડો શ્વાસ લેવો, પ્રાણાયામ અને ધ્યાન સામેલ છે. દિપીકાને દોડવું પસંદ નથી. તેથી તે પોતાના યોગ બાદ અડધો કલાક ચાલવા માટે જાય છે. તે રેગ્યુલર જીમ જતી નથી. તેના બદલે તે પિલેટ્સ, સ્ટ્રેચિંગ અને ફ્રિહેન્ડ વર્કઆઉટ કરવાનું વધારે પસંદ કરે છે. જેમાં કોઇ સાધનની જરૂર હોતી નથી. તેને નૃત્ય કરવાનું પણ પસંદ છે. જે તેને પાતળા રહેવા માટે મદદરૂપ બને છે.

  • રેગ્યુલર ડાયેટ

તે પોતાના શરીરને ફિટ રાખવા માટે ખોરાક અને વ્યાયામ પર ખાસ ધ્યાન આપે છે. તે તાજો ખોરાક ખાવાનું પસંદ કરે છે. તે જંક ફૂડ, મસાલાવા અને તૈલીય ખોરાક ખાવાથી બચે છે. તેની અસર તેના સ્વાસ્થ્ય અને સુંદરતા પર દેખાય છે. તે સવારે નાસ્તામાં બે ઇંડા, ઓછી ફેટવાળુ દૂધ, ઉપમા, ઇડલી કે ઢોસા પસંદ કરે છે. બપોરના ભોજનમાં તે બે રોટલી, ગ્રીલ્ટ ફિશ અને તાજા શાકભાજી લે છે. સાંજના સમયે ફિલ્ટર કોફી અને નટ્સ (બાદામ વગેરે) તેમજ રાત્રીના ભોજનમાં રોટલી અને લીલા તાજા શાકભાજી લે છે. તે દર બે કલાકે તાજા ફળ અથવા કુદરતી જ્યૂસ અથવા નાળિયેર પાણી લે છે. તે રાત્રે માંસાહારી ભોજનથી દૂર રહે છે. તેને ડાર્ક ચોકલેટ ખાવાનું ખૂબ ગમે છે.

 

વરુણ ધવન

આજના યુવકો અને યુવતીઓનો પસંદગીનો કલાકાર વરુણ ધવન છે. તે પોતાના વર્કઆઉટને લઇને ખૂબ જ સિરિયસ છે. તેનો ફિટનેસ મંત્ર છે કે તમે ગમે તેટલા થાક્યા હો પણ વર્કઆઉટ કરવાનું છોડવું જોઇએ નહીં. મગજ અને શરીર વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે વર્કઆઉટ ખૂબ જરૂરી છે. હાલમાં જ ડાન્સના દિવાના વરુણે પંપસ્ટાર્સ નામની ફિટનેસ ડીવીડી પણ લોન્ચ કરી છે.

 

 

  • ફિટનેસ

વરુણ ધવન અઠવાડિયામાં પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. જેમાં બે દિવસ યોગા અને એક દિવસ બોડી મસાજ કરાવે છે. તેમના રૂટીનમાં માર્શલ આર્ટ ટ્રેનિંગ, લાઇટ વેઇટ લિફ્ટિંગ અને કાર્ડિયો એક્સરસાઇઝ સામેલ છે. તેઓ ઘમી એક્સરસાઇઝ ભેગી કરીને પણ કરે છે. તે કોઇપણ એક્સરસાઇઝ કરતા પહેલા વોર્મઅપ જરૂરથી કરે છે કારણકે તેમને તે વધારે યોગ્ય લાગે છે. તે માને છે કે ફક્ત મશલ્સ બનાવવા જ ફિટનેસ નથી. બોડીને વ્યવસ્થિત રીતે ટોન્ડ અને આકર્ષક બનાવી રાખવું પણ પડકારજનક છે. ફ્લેક્સિબલ બની રહેવા માટે અને સ્ટંટ માટે વર્કઆઉટ જરૂરી છે.

  • રેગ્યુલર ડાયેટ

વર્કઆઉટ રૂટીનની સાથે વરુણ સ્ટ્રીક્ટલી ડાયેટ પણ ખાસ ફોલો કરે છે. સવારે તે ત્રણ એગ વાઇટ અને જ્યૂસ લે છે. બપોરે લંચમાં બાજરા રોટી અને ચિકન લે છે. સાંજે બ્રાઉન બ્રેડની બનેલી સાલ્મન સેન્ડવીચ ખાય છે. રાત્રે ફક્ત સલાડ ખાય છે. તે પોતાની ડાયેટની સાથે ઝીરો કાર્બવાળું પ્રોટીન શેક પણ લે છે.

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment