શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે, ત્યારે વોર્ડરોબમાં ખૂણામાં પડેલા જેકેટ્સને હવે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સાથે જ નવી ફેશન પ્રમાણેના જેકેટ્સની ખરીદી પણ થઇ રહી છે ત્યારે એક વાત સમજવા જેવી છે કે જો તમેતમારા રેગ્યુલર ડ્રેસીંગમાં યૂનિકનેસ ઇચ્છતા હો તો સ્ટાઇલીશ અને ડિફરન્ટ જેકેટ્સનો ઉપયોગ કરી શકો છો. હવે તો તેમાં કલર અને ડિઝાઇનની વિવિધતા ખાસ જોવા મળે છે.

જેકેટ્સના પ્રકાર

ફેશનની વધતી માંગના કારણે હવે શિયાળામાં ફક્ત એક જ પ્રકારના જેકેટ્સ કે કોટ પહેરવાનું લોકો પસંદ કરતા નથી. જૂદા જૂદા ડ્રેસીંગની સાથે તેના પર ફેશન પ્રમાણે યોગ્ય લાગતા જેકેટ્સ પર ખાસ પસંદગી ઉતારવામાં આવે છે. ફેશનની દુનિયામાં હવે કેઝ્યુઅલ જેકેટ્સ, પફર જેકેટ્સ, વિન્ટર જેકેટ્સ, ફોર્મલ જેકેટ્સ, લેધર જેકેટ્સ, ડેનિમ જેકેટ્સ, કોટ સ્ટાઇલ જેકેટ્સ, લોંગ જેકેટ્સ, બોમ્બર જેકેટ્સ,હૂડ જેકેટ્સ, જીન્સ જેકેટ્સ, સિમ્પલ જેકેટ્સ, કોરીયન સ્ટાઇલ જેકેટ્સ, બિઝનેસસ્ટાઇલ જેકેટ્સ, ફોલ જેકેટ્સ, હાફ સ્લીવ જેકેટ્સ, ટ્રેન્ડિ જેકેટ્સ, સ્લિવલેસજેકેટ્સ, પાર્ટીવેર જેકેટ્સ અને નહેરું જેકેટ્સ લોકપ્રિય છે. જોકે હાલમાં તો નહેરુંજી પહેરતા તેવા અને હાલમાં મોદીજી પહેરે છે તે સ્ટાઇલના નહેરું જેકેટ્સ વધારે ઇન છે. નહેરું જેકેટ્સ એટલા માટે વધારે લોકપ્રિય છે કારણકે ઘણી બધી બોલિવૂડ દીવા ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, કાજોલ આ બધા એ ઘણા ડ્રેસીંગ સાથે આ જેકેટ પહેરેલી જોવા મળી છે. તમે પણ હવે શિયાળામાં આ જેકેટ અથવા કોઇપણ મનગમતા પ્રકારનું જેકેટ્સ પહેરીને યુનિક દેખાઇ શકો છો.

કેઝ્યુઅલ લુક આપતા જેકેટ્સ

આ જેકેટ્સ કોલેજીયન્સમાં સૌથી વધારે લોકપ્રિય છે. તે તેમની પ્રથમ પસંદ હોય છે. તે એલિગન્ટ લુક આપે છે. આ જેકેટ્સ તમે શોર્ટ કે લોન્ગ કુર્તી સાથે પણ પહેરી શકો છો. લોઅર વિયરમાં તમે જીન્સ કે જેગીંગ્સ કોઇપણ પહેરશો, તે બંને દેખાવમાં સુંદર લાગશે. કેઝ્યુઅલ લુકમાં તમે જેકેટ્સ ને કુર્તી-લેગીંગ કે ડ્રેસની સાથે પણ પહેરી શકો છો. આજકાલ તો ધોતી પેન્ટ પણ ટ્રેન્ડમાં છે. તેના ઉપર પણ જેકેટ ખૂબ સુંદર લાગશે. જોકે શિયાળામાં કોલેજીયન્સ જીન્સ પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે, તેથી આ જેકેટ્સની ડિઝાઇન પ્રમાણેની પસંદગી તેમને આકર્ષક બનાવે છે.  જોકે હવે તો કેઝ્યુઅલ લુક માટેના જેકેટ્સમાં પણ લેધર, જીન્સ અને ડેનિમ જેકેટ્સ વધારે લોકપ્રિય છે.

પાર્ટી લુક માટેના જેકેટ્સ

હવે તો જૂદા જૂદા પેટર્ન્સ, ડિઝાઇન્સ, ફેબ્રિક અને પ્રિન્ટમાં જેકેટ્સ મળે છે. જેમાં તમે પાર્ટી માટે પણ ખાસ પ્રકારના જેકેટ્સ પર તમારી પસંદગી ઊતારી શકો છો. તમે તેને ટોપની જેમ પહેરી શકો છો અથવા તો પાર્ટીટોપની સાથે પણ પહેરી શકો છો. તે ઉપરાંત વુલનમાં ખાસ પ્રકારની ડિઝાઇન પાર્ટી જેકેટ્સ જોવા મળે છે.  જેમાં ફેબ્રિકને શાઇનિંગ આપીને વધારે આકર્ષક બનાવવામાં આવે છે.  જોકે હવે તો વુલનમાંથી પણ અનેક પ્રકારના સરળતાથી પહેરી શકાય તેવા મટીરીયલનો ઉપયોગ કરીને પાર્ટી ટી-શટ્સ જ એવા બનાવવામાં આવે છે કે તે તમે પાર્ટીમાં પહેરીને જઇ શકો છો. તેમાં ખાસ નાના ડાયમંડ કે સ્ટોનનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવે છે, જે મોટા ભાગે ગળાના ભાગ કે હાથની બાંયના ભાગ પર જોવા મળે છે. સિમર મટીરિયલનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી શાઇનિંગ મળે છે.

ફોર્મલ લુક આપતા જેકેટ્સ 

આ જેકેટ્સની ખાસિયત એ છે કે તે દરેક પ્રસંગ માટે પરફેક્ટ બની રહે છે. જો તમે તેને ઓફિસમાં પહેરવા ઇચ્છતા હો તો સરળતાથી પહેરી શકો છો. ઓફિસ લુક માટે તમે ઓફિસ શર્ટ અથવા તો ટી-શર્ટ સાથે આ જેકેટ પહેરી શકો છો. લોઅર વિયરમાં જેકેટની સાથે ફોર્મલ પેન્ટ, જીન્સ કે પછી ટ્રાઉઝરને ટીમઅપ કરી શકો છો. ફોર્મલ જેકેટ્સમાં ડિઝાઇનમાં પ્લેઇન જેકેટ કરતા ચેક્સની ડિઝાઇન વધારે લોકપ્રિય છે અને તે સિમ્પલ છતાં આકર્ષક લાગે છે.

નહેરું જેકેટ્સ

આ જેકેટ્સમાં કલર્સ અને સ્ટાઇલ બંને મળી રહે છે. તેના માટેના ઘણા ઓપ્શન જોવા મળે છે. જોકે તે સિંગલ કલરમાં જ વધારે સારી લાગે છે. જોકે હવે પાર્ટી લુક માટે તેમાં ઘણા પ્રકારની ડિઝાઇન્સ બનાવવામાં આવી છે. ડિઝાઇનર જેકેટ્સ જેવો લુક આપવામાં આવ્યો છે. સિંગલ કલર જેકેટમાં તેના બટન્સને વધારે આકર્ષક રાખવામાં આવે છે. જોકે સૌથી વધારે લોકપ્રિય અને અલગ ફક્ત ખાદીના ફેબ્રિકમાં જ લાગે છે. જે દરેક લોકો પહેરવાનું પસંદ કરે છે. 

હાફસ્લિવ અને સ્લિવલેસ જેકેટ્સ

આ બંને પ્રકારના જેકેટ્સને સ્રગ જેવો લુક આપવામાં આવ્યો છે. જે લોન્ગ અને શોર્ટ બંને સાઇઝમાં જોવા મળે છે. ડેનિમ, જીન્સ, લેધર અને વુલન ફેબ્રિકમાં મળે છે. ઠંડીમાં લોંગ સ્લિવના ટીશર્ટ્સ અને જીન્સની સાથે તેને પહેરી શકાય છે. 

Loading

Spread the love

Leave a Comment