બોલિવૂડના કલાકારો હંમેશા પોતાના સંબંધોને લઇને ચર્ચામાં રહ્યા છે. તેઓ પબ્લિક પ્લેસમાં ઘણીવાર સાથે જોવા મળે છે, તો પણ પોતાના રીલેશન વિશેનો સ્વીકાર કરતા નથી. જોકે તેનાથી ઊંધુ એ જોવા મળ્યું છે કે તેમના સંતાનો (સ્ટાર કીડ) જરાપણ તેમની જેવા નથી. હાલના કલાકારોના સંતાનો ખુલ્લેઆમ પોતાના પ્રેમને સ્વીકારવામાં છોછ અનુભવતા નથી, પોતાના પ્રેમને લોકો સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરી દે છે. સ્ટાર કીડ સોશિયલ મીડિયામાં પોતાના પ્રેમી કે પ્રેમીકા સાથેના ફોટોઝ મૂકવામાં પણ શરમ અનુભવતા નથી. આપણે હંમેશા બોલિવૂડ કલાકારોના સંબંધો વિશે વાતો કરતા હોઇએ છીએ પણ આજે તેમના સંતાનોના જીવન પર થોડી નજર નાખીયે. હાલમાં કલાકારોના સંતાનોમાં હર્ષવર્ધન કપૂર, સારા અલી ખાન, જ્હાનવી કપૂર, નવ્યા નવેલી નંદા, આર્યન ખાન, અહાન શેટ્ટી, તાનિયા શ્રોફ, જુનૈદ ખૈન, કૃષ્ણા શ્રોફ જેવા સ્ટાર કીડ કોની સાથે ડેટીંગ કરી રહ્યાં છે તેની વિશેની થોડી રસપ્રદ વાતો જાણીયે.

સારા અલી ખાનહર્ષવર્ધન કપૂર કે વીર પહારીયા

અનિલ કપૂરનો દિકરો હર્ષવર્ધન કપૂર અને અમૃતા સિન્હા અને સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, તેવી અફવાઓ સાંભળવા મળી છે. તેમને ઘણીવાર ડિનર પર સાથે જોવામાં આવ્યા છે. તેમણે અત્યાર સુધી પોતાના સંબંધને ખુલ્લેઆમ સ્વીકાર્યો નથી. કહેવાય છે કે 4 જૂને બંનેએ એકબીજાને છોડી દીધા હતા. પણ થોડા સમય પહેલા જ બંનેને રેહા ચક્રવર્તીની સાથે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે ડીનર પર જતી વખતે કારમાં એકસાથે જોવામાં આવ્યા હતા.

સારા જ્યારે પોતાની સ્ટડી પૂરી કરીને મુંબઇ આવી ત્યારે શરૂઆતમાં તેનું નામ વિર પહારીયા ટોપ પોલીટીકલ સુશિલ કુમાર શીંદેના પૌત્ર સાથે જોડાયું હતું. તે સમયે બંનેએ રીંગ પણ એક્સચેન્જ કરી હતી તેવી વાતો જાણવા મળી હતી.

જ્હાનવી કપૂર – શિખર પહારીયા અથવા અક્ષત રાજન

શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર પહેલા શિખર પહારીયાની સાથે ડેટીંગ કરી રહી હતી. તેમને ડિયર જીંદગીના સ્ક્રિનિંગ વખતે સાથે જોવામાં આવ્યા હતા અને બંનેની કેટલીક ફોટો પણ વાયરલ થઇ હતી. કેટલાક લોકોનું કહેવું છે કે જ્હાનવી શિખર અને અક્ષત બંને સાથે રીલેશનમાં છે પણ આ બંનેમાંથી તે કોની સાથે ડેટીંગ કરી રહી છે, તે સ્પષ્ટ થતું નથી.

થોડા સમય પહેલા જ એક વાયરલ થયેલા ફોટોમાં જ્હાનવી શિખર પહારીયાને ચુંબન કરતી જોવા મળી રહી છે. શિખર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુશિલ કુમાર શિંદેના પૌત્ર છે. બીજી તરફ અક્ષતે જ્હાનવીના જન્મદિવસે તેને એક પ્રેમભર્યો મેસેજ અને ફોટો પોસ્ટ કરીને વિશ કર્યું હતું. તેણે લખ્યું હતુ કે જન્મદિવસ મુબારક જ્હાનવી, હું તને તારી કલ્પનાથી પણ વધારે પ્રેમ કરું છું, હું તારી સાથે 96 કલાક રહીશ. હવે તને જોવા માટે ખૂબ આતુર છું. અક્ષત હાલમાં ટફ્ત યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રીલેશન્સ વિથ ઇન્ટરપ્રિન્યુઅલ લીડરશીપ  એન્ડ ફિલ્મ એન્ડ મિડીયા સ્ટડીઝનો અભ્યાસ કરી રહ્યા છે.

નવ્યા નવેલી નંદા – આર્યન ખાન

શાહરૂખનનો દિકરો આર્યન અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા (શ્વેતા અને રાહુલ નંદાની દિકરી) લંડનની એક સ્કુલમાં સાથે અભ્યાસ કરે છે. બંનેએ ગયા વર્ષે તેમની હાઇસ્કુલનું ગ્રેજ્યુએશન સાથે સેલિબ્રેટ કર્યું હતું. તે સમયના ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. તે સમયે અફવા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પણ તેમના માતા-પિતા ખાન અને નંદા ફેમીલીએ કહ્યું કે તેઓ બંને સારા મિત્રો છે. બંનેએ લંડનની ઓક્સ સ્કુલમાં સાથે ભણતર પૂરું કર્યું છે. મુંબઇ પાછા ફર્યા પછી નવ્યાને તેના ગર્લ્સ ગેંગ સાથે શહેરમાં અને બહારના સ્થળોએ ઘણીવાર જોવામાં આવી છે. હાલમાં જ મુંબઇમાં એક અજાણ્યા યુવક સાથે પીવીઆર મલ્ટીપ્લેક્સમાં નવ્યાને જોવામાં આવી હતી. તેને કેમેરાનો કોઇ ડર હતો નહીં. તે બિન્દાસ બહાર નીકળતી જોવા મળી હતી. નવ્યાની સાથે જે યુવક હતો તેને કેમેરાની સામેનો ડર હતો, તેણે ટી-શટ્સથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. તે જાવેદ જાફરીનો દિકરો મિઝાન સિવાય અન્ય કોઇ નહોતો.

અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ

સુનિલ શેટ્ટીના દિકરા અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ એકબીજાને ડેટીંગ કરી રહ્યા છે, તેવી અફવાઓ જાણવા મળી છે. તેમને જૂદા જૂદા સ્થળોએ ઘણીવાર એકસાથે જોવામાં આવ્યા છે. તેમાં ઘણીવાર ડિનર પર સાથે જોવા મળ્યા છે. હાલમાં જ તેઓ બ્રાન્દ્રાની એક રેસ્તોરામાં સાથે જોવા મળ્યા હતા. તાનિયા બહાર છે અને તેને શ્રોફ સાથે કોઇ સંબંધ નથી. જાણવા મળ્યા મુજબ અહાન અને તાનિયા ઘમા સમયથી એકબીજાને ડેટીંગ કરી રહ્યા છે. અહાનના પિતા સુનિલ શેટ્ટીને આ વાતની જાણકારી છે. ગત વર્ષના ફિલ્મફેર વખતે તેમણે એમ પણ કહ્યું હતું કે હું દિકરા અહાનની પ્રેમિકાને ઓળખુ છું. તે એક યુવક છે અને તેની પાસે ગર્લફ્રેન્ડ હોય તે સ્વાભાવિક છે. તે અંગત બાબત છે, તેથી તેની વિશે વધારે વાત કરવી નહીં. તેના જીવનમાં તેની એક પર્સનલ સ્પેશ છે. તે યુવતી પણ કોઇની દિકરી છે, તેથી તેનું સન્માન કરતા શીખો. મેં અહાનને પણ કહ્યું છે કે તમારા જીવનમાં આવેલી મહિલાનું સન્માન એ રીતે કરતા શીખો કે તે એકમાત્ર મહિલા છે, જે તમારા જીવનમાં છે.

જુનૈદ ખાન – સોનમ વર્મા

આમિર ખાનનો સૌથી મોટો દિકરો જુનૈદ ખાન લાઇમલાઇટથી ઘણો દૂર રહે છે. પણ તે પોતાના બંધને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની ગર્લફ્રેન્ડ સોનમ વર્માની સાથે ગાઢ સંબંધથી બંધાયેલો છે. જે એક મેનેજમેન્ટ સ્ટુડન્ટ છે. બંનેની ઓળખાણ સ્કુલ દરમિયાન થઇ હતી. ત્યારથી અત્યાર સુધી બંને સાથે જ જોવા મળ્યા છે. તેઓ બંને એકબીજા માટે વધારે સિરિયસ જોવા મળે છે.

 

કૃષ્ણ શ્રોફ – સ્પેંસર જોનસન

જેકી શ્રોફની દિકરી કૃષ્ણા શ્રોફે પણ પોતાના બ્રાઝીલિયન પ્રેમી, સ્પેંસર જોનસન સાથેના પોતાના સંબંધને ક્યારેય છૂપાવ્યો નથી. તે પોતાના પ્રેમી સાથેના ફોટો સોશિયલ સાઇટ પર અપલોડ કરતી રહે છે. કૃષ્ણાના પરિવારને બંનેના સંબંધની પૂરતી માહિતી છે.

 

 

Loading

Spread the love

Leave a Comment