નોરા ફતેહી બોલિવૂડમાં આઇટમ ડાન્સર તરીકે વધારે લોકપ્રિય બની છે ત્યારે તે હવે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3માં એક ડાન્સરના પાત્રમાં જોવા મળશે. નોરા ફતેહીએ બોલિવૂડમાં રોર – ધ ટાઇગર્સ ઓફ ધ સુંદરવન અને ક્રેઝી કુક્કડ ફેમીલીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની આ બંને ફિલ્મો વધારે ચાલી નહોતી. ત્યારબાદ નોરા એ સાઉથ અને હિંદી ફિલ્મોમાં ઘણા આઈટમ સોંગ કર્યા. બોલીવુડની ફિલ્મ સત્યમેવ જયતેમાં… દિલબર… દિલબર… આઈટમ સોંગ દ્વારા તેને ખૂબ લોકપ્રિયતા મળી. આ વાત નોરા પોતે પણ સ્વીકારે છે. હવે તે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર3ડી માં એક્ટિંગ કરતી જોવા મળશે. નોરાએ પોતાની કરિયરમાં કેવા પ્રકારના ઉતાર-ચડાવ જોયા છે અને તેણે તેનો સામનો કેવી રીતે કર્યો, તેમ જ બોલિવૂડની દુનિયાની કેટલીક વાતો તેની સાથે થયેલી રૂબરૂ મુલાકાત દરમિયાન થઈ.

નોરા અત્યાર સુધીની કરિયરને તમે કઈ રીતે જુઓ છો.

આજે હું જે સ્થાને પહોંચી છું. તે સ્થાને પહોંચવું મારા માટે સરળ નહોતું. તેના માટે ખૂબ મહેનત કરી છે. હું માનું છું કે મારી મહેનતે મને સારી ઓળખાણ અપાવી છે અને હવે લોકો મને ઓળખે છે.

કેવી અને કેટલી સ્ટ્રગલ કરવી પડી.

મેં ઓડિશન દરમિયાન અનેકવાર રિજેક્શન ફેસ કર્યા છે. તે સમયે હું ખૂબ દુઃખી થઈ જતી હતી, પરંતુ હું ક્યારે હારી નહોતી. મેં પોતાનામાં ઘણો બધો ફેરફાર કર્યો અને વધારે જુસ્સાથી ઓડીશન આપતી રહી. આ રીતે આગળ વધવાનો રસ્તો બનાવતી હતી.

તમારી પર્સનલ લાઇફમાં પણ એક ખરાબ સમય આવ્યો હતો તેમ છતાંય પોતાની કરિયરને જાળવી રાખવું કેટલું મુશ્કેલ રહ્યું.

હા થોડા સમય પહેલાં મારું બ્રેક-અપ થયું હતું. ખૂબ દુઃખી થઈ ગઈ હતી, તેમ છતાંય હું ઓડિશન આપવા જતી હતી. એક ઓડિશન દરમિયાન મને એક મોડલ મળી. તેણે મને કહ્યું કે, હું તેની એક્ટિંગ જોઉ કે તે યોગ્ય રીતે કરી રહી છે કે નહીં. તેનું એક્ટિંગ માટેનું પેશન જોઈને હું દંગ રહી ગઈ. મેં મારી પોતાની જાતને પુછ્યું કે હું મારી સાથે શું કરી રહી છું. એક્ટિંગ માટેનું મારું પેશન ક્યાં ખોવાઈ ગયું. બસ ત્યારથી જ હું મારા કામને અને એક્ટિંગને ખૂબ જ પેશનથી કરું છું.

દિલબર દિલબર આઈટમ સોંગ દ્વારા મળેલી સફળતાનો કેટલો ફાયદો થયો.

આ આઈટમ સોંગ કર્યા પછી મને મારી કરિયરમાં ખૂબ ફાયદો થયો. મારી લોકપ્રિયતા એકદમ થી વધી ગઈ અને તે પછી ફિલ્મ સ્ત્રીનું ….કમરિયા… અને પછી ફિલ્મ બાટલા હાઉસ નુ ઓ…સાકી…સાકી… આઈટમ સોંગ મને મળ્યું. જે બંને હિટ થયા. હવે મને લોકો આઇટમ ડાન્સર તરીકે ઓળખે છે.

— સ્ટ્રીટ ડાન્સર3ડીમાં કામ કરીને તમારું સપનું પૂરું થયું છે, કઈ રીતે.

રેમો ડિસુઝા અને પ્રભુદેવા સરની સાથે કામ કરવું તે મારું સપનું હતું. જે આ ફિલ્મ દ્વારા પૂરું થયું છે

ફિલ્મના કોસ્ટાર વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો. વરુણ અને શ્રદ્ધા ખૂબ જ ફ્રેન્ડલી અને ડાઉન ટુ અર્થ છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો.

તમે કેનેડા થી છો અને હિન્દી લેંગ્વેજ પર તારી કમાન્ડ થી તો પ્રોબ્લેમ ને કેવી રીતે ફેસ કરો છો.

મેં એક પર્સનલ હીન્દી ટીચર રાખ્યા છે. તે સિવાય ટીવી અને યુટ્યુબ પર હિન્દી શોઝ જોઉં છું. હવે હું પહેલા કરતા સારી રીતે હિન્દી સમજી શકું છું અને બોલી પણ શકું છું.

— નોરાનો મિસ્ટર રાઇટ કેવો હશે.

મારો મિસ્ટર રાઇટ જે હશે તેની આંખો ખૂબ જ એટ્રેક્ટિવ હશે. તેની હાઈટ પણ સારી હોવી જોઈએ અને સૌથી અગત્યની વાત કે તે મારા કહેલા જોક્સ પર હસવાની તાકત રાખતો હોય. જે દિવસે આ પ્રકારની વ્યક્તિ મને મળી ગઈ તે દિવસ થી હું સિંગલ નહિ રહું.

Loading

Spread the love

Leave a Comment