આજે પણ કાજોલ લોકોની પ્રિય અભિનેત્રી છે. લોકોને એનાં વિશે જાણવાનું ગમે છે. લગ્ન પછી એ એક પત્ની, માતા તરીકે પોતાનું જીવન કઇ રીતે વ્યતીત કરી રહી છે. એક દકિરી તરીકે, પત્ની તરીકે, માતા તરીકે અને અભિનેત્રી તરીકે આજેપણ તે કેવા પ્રકારની લાઇફ જીવી રહી છે, તે મધર્સ ડે નિમિત્તે થાસ જાણીયે. પોતાની આ લાઇફમાં તે કેટલું એન્જોય કરી રહી છે, એ અંગે કેટલાક સવાલ, જેના જવાબ કાજોલે મુક્ત મને આપ્યા.

 

— તમે એક લોકપ્રિય અભિનેત્રી, એક પત્ની અને માતા છો. તમારી કઇ કામગીરીમાં તમને સૌથી વધારે આનંદ આવે છે?

આમ તો મેં મારી દરેક કામગીરીનો આનંદ માણ્યો છે, પણ જ્યારથી મારાં લગ્ન થયાં ત્યારે મને લાગ્યું કે મારું અધૂરું જીવન પૂર્ણ થઇ ગયું. તે પછી જ્યારે હું એક દીકરીની માતા બની ત્યારે મને લાગ્યું કે હવે હું સંપૂર્ણપણે સ્ત્રી બની ગઇ છું.

— તમારામાં એવી કઇ બાબત છે, જે નાનપણથી લઇને અત્યાર સુધી બદલાઇ નથી?

મારી નાનપણથી એક આદત છે, જે આજ સુધી યથાવત છે. આ આદત છે પડ્યા પછી પણ જાતને સંભાળી લેવાની. હું વારંવાર પડી જાઉં છું, પણ તે સાથે પડીને પાછી ઊભી થઇ જવામાં નિપુણ છું. ઘરમાં, શૂટિંગમાં, મોલમાં, પાર્ટીમાં ગમે ત્યાં, ગમે ત્યારે હું પડી જાઉં છું. જોકે ઝડપથી મારી જાતને સંભાળી પણ લઉં છું.

— ક્યારેય એવું બન્યું કે તમારી યાદશક્તિ સાચા અર્થમાં જતી રહી હોય?

એક વાર ફિલ્મ `કુછ કુછ હોતા હૈના શૂટિંગ દરમિયાન મારી યાદશક્તિ જતી રહી હતી. કરણ જોહર મારા મટે ખૂબ ચિંતિત થઇ ગયા હતા. હું કોઇને ઓળખી જ શકતી નહોતી. ઘણા સમય પછી જ્યારે હું નોર્મલ થઇ, ત્યારે કરણના જીવમાં જીવ આવ્યો.

— તમે એક નેચરલ અભિનેત્રી છો, ફેશન પણ ખૂબ લિમિટેડ કરો છે. ક્યારેય કોઇ ફેશન કરવાનું ભારે પડ્યું હોય એવું બન્યું છે?  

હા, જ્યારે અજય સાથે હું કોઇ ખાસ પાર્ટીમાં હાઇ હિલ્સ પહેરીને જાઉં છું ત્યારે અજયના ખભાનો ટેકો લઇ લઇને એની હાલત ખરાબ કરી નાખું છું. એ મને કહે છે પણ ખરા, કે તને હાઇ હિલ્સમાં ચાલતાં નથી ફાવતું તો શું કામ પહેરે છે? ત્યારે હું એમને જવાબ આપું છું, આ જ તો સ્ટાઇલ છે! મારાં હાઇ હિલ્સના સેન્ડલ અને શૂઝની ફેશન કરવાથી મને તકલીફ પડે કે ન પડે, પણ અજયને તો ચોક્કસ પડે જ છે.

— તમને કોઇની ગોસિપ કરવાનું મન થાય, ત્યારે કોની સાથે ગોસિપિંગ કરો છો?

હા, મને પણ અનેક વાર ગોસિપિંગ કરવાની ઇચ્છા થાય છે. એવામાં મારો પ્રયત્ન એવો જ હોય છે કે હું મારા નિકટતમ લોકો સાથે ગપ્પા મારું. જો તેઓ બિઝી હોય, મારી વાત સાંભળવા માટે મને કોઇ ન મળે ત્યારે હું અજયને લાંબોલચક મેસેજ કરી દઉં છું. એ પછી મને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે છે, જ્યારે અજય એના જવાબમાં માત્ર ઓકે લખીને મોકલી દે છે.

— તમારે બાળકોને ક્યારેય અભ્યાસ માટે ઠપકો આપવો પડ્યો છે?

દીકરીને તો નહીં, પણ દીકરાને અવશ્ય અભ્યાસ માટે ઠપકો આપતાં રહેવું પડે છે. એના હોમવર્કનો પણ ખ્યાલ રાખવો પડે છે.

— તમે ક્યારેય તમારી માતા તનુજા તરફથી અભ્યાસ માટે માર ખાધો છે કે ઠપકો સાંભળ્યો છે?

અભ્યાસ માટે તો નહીં, પણ અન્ય એક બાબત માટે મારી માતાએ મને ખૂબ મારી હતી. વાસ્તવમાં, મને એવી કુટેવ હતી કે જો મારી કોઇ વાત પૂરી ન થાય તો હું મારું માથું દીવાલ સાથે પછાડતી હતી. મારા આવા વર્તન માટે મારી માતાએ મને અનેક વાર ટોકી, મને મારવાની ધમકી પણ આપી, પણ જ્યારે હું માની જ નહીં, ત્યારે એક વાર એમણે મેં માથું પછાડતાં જ મને જે મારી છે, કે વાત ન પૂછો.

— તમારા ઘરમાં રસોઇ બનાવો છો?

સારી રીતે રસોઇ બનાવતાં તો નથી આવડતું, પણ કોઇની પાસે રસોઇ બનાવડાવતાં સારી રીતે આવડે છે. હું જ્યારે રસોઇ બનાવડાવું છું ત્યારે સંપૂર્ણ સૂચનાઓ આપું છું કે આમાં મીઠું ઓછું છે, આમાં કોથમીર-મરચાં નાખો, આનો ટેસ્ટ આવો છે, આ ટેસ્ટ આવો છે, આમાં આ વસ્તુ નાખી સારી બનાવો. જોકે વાસ્તવિકતા એ છે કે મને સંપૂર્ણપણે સારી રસોઇ બનાવતાં નથી આવડતું.

— આટલા વર્ષો પછી આજે પણ તમે અજય પર ફિદા છો?

ઓફકોર્સ! અજય મારા ઓલટાઇમ ફેવરિટ છે. હું એમને અપાર પ્રેમ કરું છું. આજે કરું છું, કાલે પણ કરતી રહીશ અને કાયમ કરતી રહીશ.

Loading

Spread the love

Leave a Comment