સદીયો જૂની હોવા છતાંય પોલકા પ્રિન્ટ એવી છે કે તેની ફેશન ક્યારેય જૂની થતી નથી. નાના બાળકોથી લઇને દરેક ઉંમરના લોકો આ પ્રિન્ટના પોશાક પહેરવાનું પસંદ કરેછે. નવી નવી ફેશનો અને નવા નવા આઉટફીટની દુનિયામાં પોલકા ડોટ્સ ખૂબ જૂની ડિઝાઇનછે. આ ડિઝાઇન આજેપણ પસંદગીમાં પ્રથમ સ્થાને રહેલી છે. પોલકા ડોટ્સ નાના બાળકોથી લઇને યુવાનોના ક્લોથ્સમાં જોવા મળે છે. તેથી પેટર્ન એક જ રહે છે પણ તેની સાઇઝ અને ડિઝાઇન બદલાતા રહે છે. તે યંગસ્ટર્સની પણ પ્રથમ પસમદગી છે. તે અલગ અલગ આઉટફીટમાં કંઇક નવી જ ડિઝાઇન સાથે જોવા મળતા આકર્ષક લાગે છે. માત્ર ક્લોથમાં જ નહીં પણ ફર્નીચર, ટોય્ઝમાં પણ ડિઝાઇન તરીકે તેનો ઉપયોગ થાય છે.

પોલકા ડોટ્સનો ઇતિહાસ

બ્રિટનમાં 19મી સદીમાં પોલકા પેટર્નનો ઉપયોગ કોમન ક્લોથમાં સૌથી વધુ કરવામાંઆવતો હતો અને તે જ સમય દરમિયાન પોલકા મ્યુઝીક પણ ખૂબ લોકપ્રિય થયું હતું. પોલકા મ્યુઝીક લોકપ્રિય થતા આ પેટર્નને પોલકા નામ આપવામાં આવ્યું તેવું પણ કહેવામાં આવે છે. આમ તો પહેલા ફ્લેમેન્કો ડાન્સના ડાન્સર અને પરર્ફોમર પોલકા ડોટ્સવાળા આઉટફીટનોવધુ ઉપયોગ કરતા. જાણીતા મ્યુઝીશિયન રેન્ડી રોડ્સ ફ્લાઇંગનું ગિટાર પણ પોલકાડોટ્સવાળુ હતું. પ્રોફેશનલ વ્રેસ્ટલર ડસ્ટી રોડ્સે તો પોતાના WWF ના સમય દરમિયાન બ્લેક કલરનાઆઉટફીટ પર યલો કલરની ડોટ્સ પ્રિન્ટ રાખી હતી. તે સમયે આ ખૂબ જ આશ્ર્ચર્યજનક લાગતું પણ ડોટ્સવાળા આઉટફીટ માર્કેટમાં ઇન થતા તે ફેશનમાં આવી ગયું. ઘણા આર્ટીસ્ટો તો પોલકા ડોટ્સનો ઉપયોગ પોતાના ચિત્રોમાં પણ કરતા હતા. તો આજે ઘણી જગ્યાએ કલાકારીગરીમાં પણ તે જોવા મળે છે. ધીમે ધીમે લોકોના સિગ્નેચરોમાં પણ ડોટ્સ કરવાની ફેશન આવી ગઇ હતી.

50થી 60 ના દાયકા દરમિયાન વિન્ટેજ પોલકાની ફેશન ખૂબ જ લોકપ્રિય હતી. જે મહિલાઓના ઓફ શોલ્ડર ડ્રેસ, મીડી ડ્રેસ, ફ્રોક, સ્કર્ટ અને સાડીમાં જોવા મળતી. તે ઉપરાંત રફલ ડ્રેસમાં પણ પોલકા પ્રિન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો. જૂની ફિલ્મોમાં તમે જોશો તો આ સમય દરમિયાન ચાલી રહેલી રેટ્રો ફેશનમાં તેને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું અને તે સમયે રેટ્રો ફ્રોક સ્ટાઇલમાં પોલકા ડોટ્સ સૌથી રીચ આઉટફીટ ગણાતું હતું. અનેક હિન્દી ફિલ્મોના કલાકારોને તમે પોલકા પ્રિન્ટ્સના આઉટફીટમાં જોયા જ હશે.

ડિઝાનર્સ દ્વારા ઉપયોગ

1980 અને 1990ના સમયગાળામાં ઘણાબધા ડિઝાઇનર્સે પોતાના ક્લોથની ડિઝાઇનમાં પોલકાડોટ્સનો ઉપયોગ કર્યો અને ધીમે ધીમે બાળકોના આઉટફીટથી લઇને યુવાનોના દરેક આઉટફીટમાં પોલકા ડોટ્સની ફેશન આવી ગઇ. બાળકોમાં બેબી ફ્રોક, પીલો કવર, ટોય્ઝ, ટોવેલ, કીડ્સ સાઇકલ, સ્લીપર, શૂઝ, સોક્સ દરેકમાં પોલકા ડોટ્સ જોવા મળતા. 2006ના સમયમાં યુ.કે.માં પોલકા ડોટ્સનો ઉપયોગ કટ અને લેડીઝ ટોપમાં થવા લાગ્યો. આજે તે ડોટ્સની ફેશન યુવકોના આઉટફીટમાં પણ જોવા મળે છે. યુવકોના શર્ટ્સ, ટી-શર્ટ્સ, જર્સી અને ખાસ કરીને કેપમાં આ ડોટ્સ વધુ આકર્ષક લાગે છે. જ્યારે યુવતીઓના આઉટફીટમાં આ ડોટ્સની ફેશને માઝા મૂકી છે. લેડીઝ સ્કર્ટ, ટોપ, શર્ટ્સ, કુર્તી, નાઇટ સૂટ, જર્સી, કેપરી,ગાઉન, પાર્ટી ડ્રેસ, સાડીમાં પણ પોલકા ડોટ્સનો ઉપયોગ થાય છે.

છેલ્લા બે વર્ષથી પોલકા સ્ટાઇટલને ડિઝાનર્સે અલગ જ રીતે બજારમાં મૂકી છે. બ્રાઇડલ વેરમાં, સિલ્ક, શિફોન, બ્રોકેટ મટિરીયલમાં જરી વર્ક, ટીકી વર્ક, ખાટલી વર્ક, ડાયમંડ વર્ક અને જરદોસી વર્કને પોલકા ડોટ્સથી ડિઝાઇન આપી એકદમ સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યા છે. બ્રોકેટ મટિરીયલની સાડીઓ અને બ્લાઉઝમાં પણ આ પ્રિન્ટને વધારે મહત્વ આપાઇ રહ્યું છે. આજની સૌથી લોકપ્રિય ગણાતી ફેશનમાં પોલકા ડોટ્સે પોતાનું સ્થાન જમાવી દીધુ છે. પોલકા પ્રિન્ટ્સ ફોરએવર ઇન રહેતી અને આકર્ષ લુક આપતીડિઝાઇન છે.

ડોટ્સનો ઉપયોગ સૌથી વધારે

આ ડોટ્સની ફેશન વારંવાર બદલાતી રહે છે. ડોટ્સ તો રહે જ છે પણ તેની ડિઝાઇનમાં ફેરફાર જોવા મળે છે. ફોરમલ ક્લોથ અને બાથીંગ સૂટની સાથે સાથે ટોવેલ, બેડકવર, પડદામાં પણ આ ફેશને સ્થાન જમાવ્યું છે. આ ઉપરાંત પોલકા ડોટ્સ ઘણી એવી વસ્તુઓ પર ઉપયોગમાં લેવાય છે કે તે વસ્તુઓ પછી પોલકાના નામથી જ ઓળખાય છે, જેમકે પોલકા હેટ અને પોલકા જેકેટ. પોલકા ડોટ્સનો સૌથી વધુ ઉપયોગ પેન્સિલ સ્કર્ટમાં થયો છે અને ડોટ્સના કારણે તે ખૂબ આકર્ષક લાગે છે. બીજા ફેશન પિરીયડની શરૂઆત થતા હવે સિલ્ક મટીરીયલ પર પણ ડોટ્સની ફેશન જોવા મળે છે.

અલગ પ્રકારના ડ્રેસીસ

ટૂ પીસ ડ્રેસમાં પોલકા ડોટ્સને ટ્રાય કરી શકાય છે. આ પેટર્નને તમે કેઝ્યુઅલવેર તરીકે પહેરી શકો છો. તે સિવાય વેકેશન અને પાર્ટી લુક માટે પણ તે બેસ્ટ ઓપ્શન છે. ટોપમાં પણ પોલકા પ્રિન્ટ્સ ઇન છે. સિંપલ ટોપથી લઇને રફલ્સ ટોપ, સ્ટેટમેન્ટસ્લીવ ટોપ્સ, શર્ટ્સ અને જંપસૂટમાં પણ પોલકા ડોટ્સ પેટર્ન ટ્રેન્ડમાં છે. હાલમાં પોલકા ડોટ્સને શીયર ડ્રેસની સાથે પણ એક્સપરીમેન્ટ કરવામાં આવે છે. જેને  જેકેટની જેમ ઉપયોગમાં લેવાય છે. તમે પણ આ લુકને ટ્રાય કરીને ફ્રેન્ડ્સ ગેટ ટુ ગેધરમાં અલગદેખાઇ શકો છો.

મિક્સ એન્ડ મેચ પેટર્ન

જો તમે એક્સપરીમેન્ટલ લુક મેળવવા ઇચ્છતા હો તો પોલકા ડોટ્સ ડ્રેસીસની પેટર્નની ડ્રેસીસમાં મિક્સ એન્ડ મેટ પેટર્નને ટ્રાય કરો. પોલકા ડોટ્સ પ્રિન્ટ શર્ટ પહેરીરહ્યા હો તો સાથે સ્ટ્રાઇપ્સ શર્ટ પહેરો. જો તમે ફ્રેશ લુક મેળવવા ઇચ્છતા હો તોપ્લેઇને શર્ટને પોલકા ડોટ શર્ટ સાથે રીપ્લેસ કરી શકો છો. એ સિમેટ્રીકલ ડ્રેસીસમાં ડિફરન્ટ પોલકા ડોટવાળા ડ્રેસીસ પહેરવાથી તમને મોર્ડન લુક મળશે. વનપીસ એ સિમ્ટ્રીકલ ડ્રેસીસમાં મોટી સાઇઝના અને નાની સાઇઝના પોલકા પ્રિન્ટ્સ ખૂબ આકર્ષક લાગે છે.

કલર્સ

પોલકા ડોટ્સવાળી પેટર્નમાં ખાસ કરીને બ્રાઇટ કલર્સ જેવાકે રેડ, યલો, ગ્રીન વધારે સારા લાગે છે. જો તમે બ્લેક એન્ડ વ્હાઇટ કલરના શોખીન હો તો તેને પણ ટ્રાય કરી શકો છો. તેનાથી તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ અલગ જ દેખાઇ આવે છે. તે સિવાય તમે મિની માઉસના રેડ આઇકોનિક પોલકા ડોટ્સવાળી ડ્રેસને પણ તમારા વોર્ડરોબમાં સ્થાન આપી શકો છો.

Loading

Spread the love

Leave a Comment