ઘરને સુંદર બનાવવા માટે અને દિવાલોને સજાવવા માટે જો તમે કોઇ સારા આઇડિયા શોધી રહ્યા હો અને તમારું બજેટ પણ વધારે ખર્ચ કરવા ન માંગતા હો તો એક ખૂબ સરળ ઉપાય છે. જે તમને તમારા ઘરની દીવાલોને સુંદર બનાવવા મદદરૂપ બનશે. હાલમાં અનેક ઘરમાં આપણે જોઇએ છીએ કે દીવાલોની સુંદરતા તરફ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે તેનું આકર્ષણ પણ રહે છે.

દીવાલોની સજાવટમાં હવે વોલ ડેકોરેશનનું મહત્વ વધારે જોવા મળે છે. તે સિવાય ઘરની વસ્તુઓ દ્વારા પણ તમે વોલ ડેકોર કરી શકો છો. જોકે ઘણીવાર આપણને જ ખબર નથી હોતી કે આપણી આજુબાજુ ડેકોરેશનની અનેક વસ્તુઓ હોવા છતાંય તેનાથી આપણે અજાણ હોઈએ છીએ.તેનું મુખ્ય કારણ એ છે કે વોલ ડોકોરેશનમાં થીમ ડિઝાઇન હોય છે. જે તમે તમારા ઘરના દરેક રૂમમાં પસંદગી પ્રમાણે લગાવી શકો છો. ઘરની વસ્તુઓ દ્વારા થતું ડેકોરેશન પણ એટલું જ આકર્ષક બનાવી શકાય છે.

ઘરની વસ્તુઓ દ્વારા વોલ ડેકોરેશને પણ વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઘરની જ વસ્તુઓને જોઇને તેનો કઇ રીતે ઉપયોગ કરવો તે વધારે મહત્વનું છે. સ્કાર્ફ, ચાદર, કે સ્ટોલ, કોઇ ઝાંખી પ્રિન્ટવાળા કોઇ એક કપડાંથી પણ દિવાલને ડિઝાઇનર લુક આપી શકાય છે. તેમાં એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કપડાંનો બેઝ દિવાલના રંગ જેવો જ હોવો જોઇએ.

ફ્રેમની સાથે પ્રયોગ

જૂની ફ્રેમથી દિવાલ સજાવવા માટે કોઇ મોંઘી ફ્રેમની ખરીદી કરવાને બદલે તમે પ્રિન્ટેડ વોલપેપર, હાથથી બનાવેલી પેઇન્ટિંગ, પેચવર્ક જેવો કોઇપણ પ્રયોગ કરી શકો છો. લિવિંગરૂમ અને સ્ટડીરૂમમાં આ પ્રયોગ ખૂબ શોભશે. તે સિવાય ઘરમાં નકામી ડીસ કે ફ્રેમમાં પણ તમે સજાવટ કરીને વોલ પર લગાવી શકો છો. હવે તો ફ્રેમનો ઉપયોગ કી સ્ટેન્ડ તરીકે પણ થાય છે. તે સિવાય તેમાં બોર્ડર પેઇન્ટિંગ કરીને તેમાં નિતનવી ડિઝાઇન કરી શકો છો. પેઇન્ટિંગ, સ્ટોનવર્ક જેવી અનેક સુશોભિત કરીને વોલ ડિઝાઇનમાં ઉપયોગ કરી શકો છો.

મોટા હોલ કે વરંડા માટે

મોટા હોલ કે વરંડાને સજાવટમાં રીચ લુક આપવા માટે તમારી કોઇ સુંદર સાડી કે ભરતકામ કર્યું  હોય તે ઉપયોગમાં લઇ શકાય છે. કાર્ડબોર્ડના ટુકડાં દિવાલ પર લગાવીને તમે તમારા રૂમને શાહી લુક આપી શકો છો. ડિઝાઇનર દુપટ્ટા પણ વોલ ડેકોરમાં વધારે રીચ લુક આપે છે.

કટ વર્કનો ઉપયોગ

તે સિવાય એક જ સાઇઝના ઘણા ગોળ પેચ અથવા એક જેવા આકારના પેચને મોટા કાર્ડબોર્ડ પર ચોંટાડો. તેને તમે પલંગની ઉપર બેડરૂમમાં લગાવીને બેડરૂમને ડિઝાઇનર બનાવી શકો છો.

કઇક અલગ

તમારી કર્સિવ હેન્ડરાઇટીંગ પણ આવા સમયે ઉપયોગી થઇ શકે છે. સ્ટડીરૂમ કે બેડરૂમની કોઇપણ એક કોર્નરવોલ પર પસંદગી ઊતારી શકો છો. ઉપરાંત તમને ઘરમાં જે પણ વસ્તુ બિનઉપયોગી લાગે જેવીકે, જૂની વોલ ક્લોક, સીડી કે સીડી કવર જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ તેના પર ડિઝાઇન કરીને કરી શકાય છે.

Loading

Spread the love

Leave a Comment