સુંદર અને સદાબહાર અભિનેત્રી સુચેતા ખન્ના સોની સબ પર કોમેડી શો શ્રીમાન શ્રીમતી ફિર સેથી કમબેક કરી રહ્યા છે. સુચેતા સીધીસાદી મહારાષ્ટ્રિયન પત્ની તરીકે જોવા મળવાના છે. તેના પાત્રનું ઉત્તમ પાસુ એ છે કે પતિ સાથે તેમનો અત્યંત મોજીલા અને મૈત્રીપૂર્ણ સંબંધ છે. સુચેતા સાથે તેના પાત્ર વિશે વાર્તાલાપ.

તમે આ ભૂમિકા માટે કઈ રીતે તૈયારી કરી?

દંતકથા સમાન રીમા લાગુ દ્વારા સાકાર કરવામાં આવેલું પાત્ર ભજવવાનું એટલે મોટી જવાબદારી અને  પડકારરૂપ છે. મેં ભૂતકાળમાં તેમની સાથે શો કર્યા હતા અને તેમને નજીકથી જોયા હોવાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. આ ભૂમિકા માટે તૈયારીમાં મેં તેમણે સરળ અને પરફેકશન સાથે ભૂમિકા કઈ રીતે સાકાર કરી તે શીખવા માટે મેં અનેક વાર શો જોયો. જો હું રીમાજીના પાત્ર સાથે થોડો પણ સુમેળ સાધી શકું તો મારું કામ થઈ ગયું એવું સમજીશ.

પ્રતીકાત્મક શો શ્રીમાન શ્રીમતી 1990માં ભારતીય ટેલિવિઝન પર અત્યંત લોકપ્રિય હતો ત્યારે હવે તેની રિમેકનો હિસ્સો બનવાનું કેવી લાગી રહ્યું છે?

આ શોનો હિસ્સો બનવા મળ્યું તે મારે  માટે વિશેષાધિકારની લાગણી છે. કોકીનું પાત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને મુખ્ય ભૂમિકા છે અને તેથી હું આ ભૂમિકાને ન્યાય આપવા માટે કોઈ કસર બાકી રાખવા માગતી નથી.

તમને ડેલી સોપ્સમાં કોમેડી ક્વીન ગણવામાં આવે છે. શું તમને કોમેડી કરવાનું સૌથી વધુ ગમે છે?

હું કોમેડી કવીન છું એવું મને લાગતું નથી, પરંતુ આ શુભેચ્છા આપવા માટે તમારો આભાર. કોમેડી મને ગમે છે અને ડ્રામા કરતાં પણ મને તે વધુ ગમે છે. કોમેડી પર મારા પ્રેમ સાથે મને લાગે છે કે તેમાં હું શ્રેષ્ઠ છું અને દર્શકોને પણ મને કોમેડી પ્રકાર કરતી જોવાનું ગમે છે.

શૂટ પૂર્વે સ્વ. રીમાજીને (રીમા લાગુ) મળવાનો મોકો મળ્યો હતો? દંતકથા સમાન રીમાજી દ્વારા ભજવવામાં આવેલી કોકીની ભૂમિકા ભજવવાનું કેવું લાગી રહ્યું છે?

હું તેમને મળી નથી, પરંતુ તેમની જોડે ફોન પર વાત કરી છે. મેં તેમને કહ્યું હતું કે તેમની ભૂમિકા ભજવવાની મને તક મળી છે અને તમારા આશીર્વાદ જોઈએ છે. તેમની ભૂમિકાને ન્યાય આપીશ એવી આશા છે એવું પણ મેં કહ્યું હતું અને તે સમયે તેમણે મને કહ્યું કે સૂચિ મારા આશીર્વાદ તારી જોડે હંમેશાં રહેશે.

તમારા સહકલાકારો સાથે કેવું બોન્ડિંગ છે?

આવા સહ- કલાકારો સાથે બહુ સારું લાગી રહ્યું છે. અમે ફ્રેન્ડ્સ છીએ અને લાંબા સમયથી એકબીજાને જાણીએ છીએ. તેમની સાથે કામ કરવાની મજા આવી રહી છે અને આવી વધુ સ્મૃતિઓ બની રહેશે એવી આશા છે.

તમારા પાત્રનું વિવરણ કરશો?

મારી ભૂમિકાના સૌથી ઉત્તમ વાત એ છે કે અત્યંત સુંદર અભિનેત્રી અને પવિત્ર આત્મા રીમાજીએ પાત્રની ઉત્કૃષ્ટ છબિ નિર્માણ કરી છે. હું તો તેમની પ્રતિકૃતિ કરવાનો પ્રયાસ કરી રહી છું, જેથી સંપૂર્ણ શ્રેય તેમણે નિર્માણ કરેલી છબિને જાય છે. કોકી સીધીસાદી મહારાષ્ટ્રિયન ગૃહિણી છે અને લાક્ષણિક ગૃહિણીથી સાવ અલગ છે, કારણ કે તે પોતાના જીવનથી સંતુષ્ટ છે.

તમારા ઓનસ્ક્રીન પતિ સમીર શાહ ઉર્ફે કેકુ જોડે કામ કરવાનું કેવું લાગે છે?

તેમની જોડે કામ કરવાની મજા આવી રહી છે. તેઓ રંગમંચ કલાકાર હોઈ અભિનય કુશળતા ઉત્કૃષ્ટ છે. તેઓ હંમેશાં પરફેક્ટ શોટ આપવા માટે મને પ્રોત્સાહન આપતા રહે છે.

શો શૂટ કરવા સમયે કોઈ ચોક્કસ યાદ રહી જાય તેવી સ્થિતિ પેદા થઈ હતી?

મેં સુરેશ મેનન સાથે કરેલાં બધાં જ દશ્યો યાદગાર છે. સુરેશ અત્યંત મોજીલી વ્યક્તિ છે અને તે આવી લાક્ષણિક ડેલી સોપના શૂટિંગ્સથી ટેવાયેલા નહીં હોવાથી તે શૂટ દરમિયાન સતત મજાક કરતા રહે છે, જેને અમારે માટે ઘણી બધી યાદગાર પળો નિર્માણ થાય છે. તે અત્યંત પ્રેમાળ વ્યક્તિ છે.

અગાઉના શ્રીમાન શ્રીમતીમાંથી તમારું પ્રિય પાત્ર કયું છે?

દિલરુબા મારું સર્વસમયનું મનગમતું પાત્ર છે. આ પાત્ર એટલું શુદ્ધ, નિર્દોષ અને મોજીલું છે કે પૂછો જ નહીં. તે પોતાની પત્નીને બહુ વહાલ કરે છે. આ ઉત્તમ વ્યાખ્યા કરાયેલું પાત્ર છે, જે અંગત રીતે મને ગમે છે.

આ શોમાં દર્શકોને શું વિશેષ જોવા મળશે?

દર્શકોને બહુ મજા આવશે, કારણ કે શોના કન્ટેન્ટને યથાવત રાખવામાં આવ્યો છે. અમે તે જ સ્ક્રિપ્ટ અનુસરી રહ્યાં છીએ. આ શોની જાહેરાત થતાં જ મારા ચાહકો અને શુભેચ્છકોએ મને અત્યંત હકારાત્મક ફીડબેક આપ્યો હતો અને આખરે હવે શો કેવો છે તે તેમની પર છે. કલાકાર તરીકે અમે કોઈ કસર બાકી રાખવા માગતાં નથી.

ટીવી, મોબાઈલ અને ડિજિટલમાં આટલી બધી સ્પર્ધાઓ વચ્ચે આ શો દર્શકોનું મનોરંજન કરશે એવી ખાતરી કઈ રીતે રાખી શકાશે?

આ શોનો કન્ટેન્ટ રાજા છે. ઈન્ટરનેટ, ટીવી કે ફિલ્મ હોય, કન્ટેન્ટ હંમેશાં મનને સ્પર્શે છે અને સ્મિત લાવે છે. તાજગીપૂર્ણ, પ્રતિભાશાળી કલાકારો અને અદભુત ડાયરેક્ટર સાથે અમને આશા છે કે અમારા દર્શકોનું સંપૂર્ણ મનોરંજન થશે. આ શો ગમ્યો હતો તેવો વર્ગ પણ હજુ છે અને અમને આશા છે કે અમે તે જ જાદુ ફરીથી નિર્માણ કરી શકીશું.

 

 

 

Loading

Spread the love

Leave a Comment