ઝી ટીવીની લોકપ્રિય રહેલી સિરિયલ જોધા-અકબરમાં જોધાના પાત્રથી લોકોના દિલમાં ઘર બનાવી લેનાર પરીધી હાલમાં સોની ટીવી પરની સિરિયલ પટીયાલા બેબ્સમાં જોવા મળી રહી છે. એક ઐતિહાસિક સિરિયલનું પાત્ર ભજવ્યા પછી ઘણા કલાકારો ટાઇપકાસ્ટ થઇ જતા હોય છે ત્યારે પરીધી માતાના રોલમાં એક સામાન્ય મહિલાનું પાત્ર ભજવી રહી છે. તો તેની પાસેથી તેના આ નવા પાત્ર અંગે જાણીયે.

— તમે એક મોટા ગેપ બાદ ટેલિવિઝન ઉપર પાછા જોવા મળી રહ્યા છો. તમને કેવું લાગે છે?

મારે ટીવી ઉપર પાછા આવવું હતું પણ એક એવા શો અને નવા પાત્ર સાથે કે જે દર્શકોને પણ પસંદ આવે. પટીયાલા બેબ્સની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ મને લાગ્યું કે આ ખરેખર સરસ પાત્ર છે. ફરીથી કેમેરાને એક સમય બાદ જોઇ રહ્યું છું અને કામ કરી રહી છું તેનો મને વિશેષ આનંદ છે. અભિનય મારો જુસ્સો છે અને મારો જુસ્સો જાળવી રાખવો તે મને સારુ લાગે છે. હું આ સિરિયલમાં એક માતાની ભૂમિકા ભજવી રહી છું. માતાની જે ભૂમિકા ભજવવાની છે તે મારે માટે થોડુ મુશ્કેલ છે. પરંતુ જયારે મે વર્ણન સાંભળ્યુ અને વાર્તા સાંભળી, ત્યારે હું સંપૂર્ણપણે હેબતાઈ ગઈ કે આ સિરિયલની વિષયવસ્તુ એ આશ્ર્ચર્ય પમાડનારી છે. તેમાં એવું કંઈક છે જે દરેક જણને સાંકળી રાખે છે. દરેક કલાકારની પાસે પર્ફોમન્સ કેન્દ્રિત ભૂમિકા કરવાનુ સ્વપ્ન હોય છે અને આ ભૂમિકા કરવાનુ સ્વીકારવાનો અને પટીયાલા બેબ્ઝનો ભાગ બન્યાનો મને ગૌરવ છે.

— તમારી ભૂમિકા વિષે જણાવો.

પટીયાલા બેબ્ઝ તે બબિતાની બેબ્ઝ સુધીની મુસાફરી છે. તે એક એવી વાર્તા છે કે જે દરેક સ્ત્રી જે આ પરિસ્થિતીમાં છે તેની સાથે જોડશે. તે એક હાઉસ વાઈફ છે કે જેણે એક પત્ની તરીકેની તેની જવાબદારીઓ સ્વીકારી છે. તેણે પોતાના ઘરની તમામ જવાબદારીઓ સ્વીકારી છે અને ઘરે દરેક જણને ખુશ રાખવા પ્રયત્ન કર્યો છે. તે એક સામાન્ય સ્ત્રી છે. તેની દિકરી તેને  પોતાની આવડતનો, તેનામાં છૂપાયેલી પ્રતિભાઓનો ઉપયોગ કરે તેના માટે ટેકો આપે છે પણ બબિતા લોકો શું વિચારશે તેની બીક તેને રહ્યા કરતી હોય છે. આ સિરિયલમાં માતા અને દિકરીની વાત છે. તેમજ કેવી રીતે દિકરી તે તેની માતાને પાંખો આપે છે, તેની મુસાફરીની એક સુંદર વાર્તા છે.

— માતા તરીકેના પાત્રને ભજવવું કેટલું સરળ અને મુશ્કેલ લાગે છે?

આ શો હું માતા બની તે પહેલા આવ્યો હોત તો હું નથી માનતી કે હું આ લાગણીઓને આટલી મજબૂત રીતે જાણી શકી હોત. કોઈ પણ કલાકાર માટે બબિતાનુ પાત્ર ભજવવા માટે એ જાણવું એ ખૂબ જ અગત્યનુ છે કે માતા શું અનુભવ કરે છે અને તે પોતાના બાળક પ્રત્યે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. આ પાત્રને પ્રેમસહિત આપણા જીવનના સૌથી અગત્યના વ્યક્તિ ” એક માતા” વિષે લખવામાં આવ્યુ છે. એવી ક્ષણો કે છે કે જયારે બબિતા એવુ માને છે કે હું તેના દ્વારા અભિભૂત બની ગઈ છુ. પ્રમાણિકપણે કહુ તો જો ભવિષ્યમાં મારે દિકરી હશે તો આ જ બંધન કે જેને આ માતા દિકરીની જોડી જણાવે છે તેવું મારી સાથે હોય તે મને ગમશે.

— જોધાના પાત્રમાં ભારે ઘરેણા અને કપડા પહેર્યા હતા અને પટીયાલા બેબ્ઝમાં તમારો ગેટઅપ વિરુધ્ધનો છે. કેવું લાગે છે?

( હસે છે…) મારા માટે આ એક મોટી રાહત છે! તે સમયે મારે આવા ખૂબ જ ભારે પહેરવેશ અને ઘરેણા પહેરવાના હતા કારણકે મારી જે ભૂમિકા હતી તેની તે જરૂરીયાત હતી. જયારે પટીયાલા બેબ્ઝનો દ્રષ્ટીકોણ એક માતા અને તેની દિકરી વિષેનો અલગ છે. મેકઅપ અને ઘરેણા વગર આ ખૂબ જ સરળ અને ઘરેલુ દેખાવ છે. આ એક સામાન્ય દેખાવ છે કે જે આપણે આપણા ઘરોમાં જોતા હોઇએ છીએ.

— પટીયાલા બેબ્ઝ માટે શુટીંગનો અત્યાર સુધીનો તમારો અનુભવ કેવો છે?

આ જે વાર્તા છે તે માતા અને તેની દિકરીના સબંધની છે. દિકરી પોતાની માતાને કઇ રીતે મદદરૂપ થાય છે કે ઉડતા શીખવે છે, તે વાર્તા છે. દિકરી કેવી રીતે તેની માતાને પાંખો આપે છે કે જેથી તેનામાં છૂપી પ્રતિભા દેખાય અને બબિતા પોતાને દુનિયાની સમક્ષ સાબિત કરી બતાવે. અમે એક પ્રોમો માટે શૂટીંગ કર્યુ હતુ, જેમાં મીની (અશ્ર્નુર) મને સ્કુટી કેવી રીતે ચલાવવી શીખવી રહી છે પરંતુ વાસ્તવિકતામા, તેનાથી કંઈ અલગ જ છે. અશ્ર્નુર એક તેજસ્વી અભિનેત્રી અને એક ખૂબ સારી સહ-કલાકાર છે.

— તમે અનિરુધ્ધ દવે સાથે આ પહેલા કામ કર્યુ છે. તેથી હવે તેમની સાથે કામ કરવું તે કેવું છે?

તે ખૂબ જ પ્રતિભાશાળી છે! તેથી તેમની સાથે ફરી એક વખત કામ કરવું તે ખરેખર સારું છે. અમે વધારે વાતચિત કરતા નથી પરંતુ હું ચોક્કસપણે તેમની સાથે કામ કરવા માટેની રાહ જોવ છું.

— અશ્ર્નુર એક પંજાબી છોકરી છે. તમારા પાત્ર માટે શું તમે તેની પાસેથી કોઈ ટીપ્ઝ લીધી હતી?

અશ્ર્નુર એ એક ખુબ જ પ્યારી દિકરી છે. તે મને ટીપ્ઝ આપતી જ રહે છે અને હું સાચી પંજાબી બોલી બોલુ તે માટે મારી મદદ કરે છે. દાખલા તરીકે, પંજાબમાં મીની નો ઉચ્ચાર ’મિન્ની’ તરીકે કરવામાં આવે છે જે અશ્ર્નુરે નોંધ કરી હતી અને મને શીખવ્યું હતુ. તેવી જ રીતે હું તેની પાસેથી ટીપ્ઝ લેતી રહીશ કારણકે તે હંમેશા મને આવકારે છે.

— તમારા ચાહકો માટે શું કોઈ સંદેશ છે?

હું મારા ચાહકોનો આભાર માનવા માંગુ છું કારણકે ખૂબ જ આનંદીત અને ઉત્સાહીત છુ. હું ઘણા લાંબા સમયથી કેમેરાની સામે છુ અને કહેવત પ્રમાણે, ’ જો તમે દ્રષ્ટીથી ઓઝલ છો, તો તમે મગજની બહાર જતા રહેશો’. પરંતુ મારા ચાહકોએ મને તેવું કયારેય લાગવા દીધુ નથી, તેમણે મને સતત સંદેશ મોકલવાનું ચાલુ રાખ્યુ છે અને મને ટેલિવિઝન ઉપર પાછી લાવવા ઈચ્છતા હતા. મને મારા ચાહકો પાસેથી બિનશરતી પ્રેમનો અહેસાસ થયો છે. હું આશા રાખું છું કે તેઓ તે જ પ્રેમ મારા નવા શો અને મારા નવા પાત્ર માટે રેડવાનો ચાલુ રાખશે.

Loading

Spread the love

Leave a Comment