વર્ષોથી ઝી ટીવીએ તેના દર્શકોની સામે કેટલાક રસપ્રદ પાત્રો તથા ભારતના કેટલાક પ્રસિદ્ધ અગ્રણી અને રાજાઓનો પ્રેરણાદાયી બાબતોનો પરિચય આપ્યો છે, જેને આપણા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસા પર પણ નોંધપાત્ર અસર કરી છે. જોધા અકબર અને ઝાંસી કી રાનીના જીવન પ્રવાસ બાદ હવે ઝી ટીવી તેના દર્શકો સમક્ષ વર્ષ 2021ની સૌથી મોટી ઐતિહાસિક રચનાને લાવવા તૈયાર છે, જે મરાઠા સામ્રાજ્યના સૌથી અગ્રણી મહિલા- કાશીબાઈ, પેશ્વા બાજીરાવ બલ્લાલની પત્નિની વણકહી ગાથાને રજૂ કરે છે. સોબો ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ આ શોનું પ્રિમિયર 15મી નવેમ્બર 2021ના રોજ થયું છે અને તે સોમવારથી શુક્રવાર સાંજે 8 વાગે પ્રસારિત થશે ફક્ત ઝી ટીવી પર.

બાળ કલાકાર આરોહી પટેલ અહીં કાશીબાઈના પાત્રમાં તથા વેંકટેશ પાંડે- બાજીરાવના પાત્રમાં જોવા મળશે, જ્યારે પ્રસિદ્ધ ટેલિવિઝન અને મરાઠી અભિનેત્રી- ઐશ્વર્યા નારકર પણ રાધાબાઈના પાત્રમાં જોવા મળશે. ઝી ટીવીના હિટ શો- ઘર કી લક્ષ્મી બેટિંયા તથા બોલિવૂડમાં તેના પ્રથમ મૂવી ધડક માટે જાણિતી ઐશ્વર્યા નારકર 9 વર્ષ બાદ ભારતીય ટેલિવિઝન પર તેમના ચાહકોને અવાક કરવા માટે તૈયાર છે.તે અહીં બાજીરાવની માતા- રાધાબાઈનું પાત્ર કરતી જોવા મળશે, જે અત્યંત શિસ્તબદ્ધ, એક પ્રેમાળ માતાની સાથે એક નમ્ર પત્નિ છે, જે તેના પરિવાર માટે શ્રેષ્ઠ ઇચ્છે છે. જ્યારે તેના પરિવારની વાત આવે તો, તે તેના પરિવાર માટે શ્રેષ્ઠ દૂરદ્રષ્ટા છે. રાધાબાઈનું પાત્ર તેનું મજબુત વ્યક્તિત્વ દર્શાવે છે, જે જોવા માટે કંઈક અલગ જ છે!

તેના પાત્ર વિશે જણાવતા ઐશ્વર્યા નારકર કહે છે, “એકલાંબા અતરાલ બાદ ઝી ટીવીના કાશીબાઈ બાજીરાવ બલ્લાલની સાથે ટીવી પર પાછું ફરવામાં ખૂબ જ સારું લાગે છે. હું રાધાબાઈનું એક મહત્વનું પાત્ર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે એક અત્યંત અસરકારક પાત્ર છે અને હું એટલું જરૂરથી કહીશ કે, તે એક મજબુત અને હિંમતવાન પાત્ર છે. હકિકતે તો હું હંમેશા ભવ્ય મરાઠા વારસા માટે ઉત્સાહિત હતી અને જ્યારે મને આ શોનો હિસ્સો બનવાની તક મળી તો હું ખૂબ જ ખુશ હતી, કેમકે હું હંમેશા કંઈક આવું પાત્ર કરવા ઇચ્છતી હતી. રાધાબાઈનો મજબુત ઔરા અને મજબુત સ્વભાવની સાથે હું મારી જાતને સાંકળી શકું છું. અમે આ શોને સુંદરતાથી રજૂ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને મને ખાતરી છે કે, દર્શકોને પણ તે ખૂબ જ ગમશે. હું પણ તેને જોવા માટે રાહ નથી જોઈ શકતી.”

ઐશ્વર્યા નારકરએ રાધાબાઈના પાત્ર માટે તથા સ્ક્રીન પર અસર ઉભી કરવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે, આપણે પણ કાશીબાઈની વણકહી વાર્તાને જોવા માટે હવે રાહ નથી જોઈ શકતા.

Loading

Spread the love

Leave a Comment