ફૂલને જોવાથી જ આપણને તાજગી મળી રહે છે. ઘરમાં જ્યારે ફૂલદાનમાં ફૂલની સજાવટ કરવામાં આવે છે, ત્યારે તેની સુગંધ અને તાજગીથી અલગ જ વાતાવરણ ઊભુ થાય છે. પહેલા ફૂલો ફક્ત બગીચાની જ શોભા વધારતા હતા હવે તે ઘરની પણ શોભા વધારે છે.

બગીચામાં સજાવવામાં આવતા તાજા ફૂલો હવે તમારા ઘરમાં ફૂલદાનની શોભા બની રહ્યા છે. તે ઘરની વ્યક્તિની સાથે સાથે આવનાર મહેમાનોને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. સુંદર રીતે ખિલેલા અને તાજગીવાળા ફૂલ તણાવને ઓછો કરવામાં ટોનિક જેવું કાર્ય કરે છે તેમજ વાતાવરણને આનંદિત બનાવે છે. તમારા ઘરના અલગ અલગ રૂમમાં જૂદા જૂદા પ્રકારના ફૂલોથી સજાવટ કરીને તમે તમારી કલાત્મકતાનું પ્રદર્શન કરી શકો છો. સાથે જ ઘરના ઇન્ટિરીયરને પણ નવીનતા આપી શકો છો. મનુષ્યની સંવેદિનશીલતા, ઊર્જા, ઉત્સાહ તેમજ આનંદમાં વધારો કરનાર ફુલછોડને ફૂલદાની અથવા કંન્ટેનરમાં સજાવીને તમે તમારા ઘરમાં પોઝીટીવ એનર્જીના સ્તરમાં વધારો કરી શકો છો. ઘરમાં ફૂલોની સજાવટને કઇ રીતે સરળ બનાવી શકાય તે જાણીયે.

— ઘરમાં તમે ફૂલોની સજાવટ એવા સ્થળે કરો જ્યાં તમે પોતે તમારો વધારે સમય વ્યતિત કરતા હોય તે સ્થળ તમારું રસોડું, ગેસ્ટરૂમ, બાલ્કની, ડાઇનિંગટેબલ વગેરે હોઇ શકે છે.

— સજાવટ માટે એવા ફૂલોની પસંદગી કરો જે વધારે ઝડપથી સૂકાતા ન હોય. સજાવટમાં ફૂલોની સાથે સાથે તેના પાંદડા અને ડાળીઓનો પણ ઉપયોગ કરો. જેનાથી તમારું ફ્લાવર ડેકોરેશન વધારે સુંદર લાગશે.

— લાંબી ડાળીવાળા ફૂલ જેવાકે ગુલાબ, સૂરજમુખી વગેરેની સજાવટ માટે પાતળા અને લાંબા પોટનો ઉપયોગ કરો.

— ફૂલોને રાઉન્ડ, સ્કવેર,વી,યૂ વગેરે શેઇપમાં ગોઠવીને દર વખતે નવી રીતે ફ્લાવર પોટમાં સજાવી સકો છો.

— પહોળા કન્ટેનરમાં પાણી ભરીને તેમાં તાજા ફૂલોને રાખવાથી તાજા ફૂલોની સુગંધ તમારા રૂમમાં પ્રસરશે. જે ઘમા લાંબા સમય સુધી જળવાઇ રહે છે. સજાવટ માટે તમે તેમાં રંગબેરંગી ફ્લોટીંગ કેન્ડલ્સ અને સ્ટોનનો ઉપયોગ કરી શકો છો. તહેવારોમાં આ રીતની સજાવટ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.

— ફ્લાવર ડેકોરેશન માટે ચાઇનાના કપ, વાંસની ટોપલી, ટબ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

— લિવિંગ રૂમમાં ફૂલોની સજાવટ માટે કાંચના પારદર્શક પોટનો ઉપયોગ કરી શકો છો.

— ડાઇનિંગ ટેબલની સજાવટ માટે ફ્લાવરની ટોપલી કે પહોળા ફ્લાવર પોટનો ઉપયોગ કરી શકાય છે. જેમાં તમે એક સાથે અનેક ફૂલોની સજાવટ કરી શકાય છે.

ફૂલો વિનાનું જૂવન જ અધૂરું છે. કુદરતની સુંદરતાનું વરદાન ગણાતા ફૂલોનો ઉપયોગ જ્યારે ઘરની સજાવટમાં કરવામાં આવે ત્યારે ઘરનો દરેક ખૂણો જીવંત બની જાય છે. ફૂલની સુગંધ ઘરના વાતાવરણને વધારે ખુશનુમા બનાવવાની સાથે તમારા મૂડને પણ તાજગીસભર બનાવી દે છે.

 

 

 

Loading

Spread the love

Leave a Comment