દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ, નિરોગી જીવન અને પોઝીટીવીટી જળવાઇ રહે તેવું ઇચ્છે છે. તેના માટે અનેક પ્રયત્નોની સાથે વાસ્તુશાસ્ત્રના દિશા સંબંધિત નિયમો પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવતા હોય છે. તમારા ઘરની કઇ દિશા તમારા જીવનમાં પોઝીટીવીટી અને સુખ-સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી નીવડે છે, તેના વિશે જાણીયે.

વાસ્તુશાસ્ત્રના મૌલિક સિદ્ધાંતોમાં દિશાઓનો પણ એક મહત્વનો સિદ્ધાંત રહેલો છે. વાસ્તુદોષથી બચવા માટે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણા જીવનમાં ઘણીબધી મુશ્કેલીઓ ખોટી દિશાના ઉપયોગના કારણે આવે છે. આપણા શાસ્ત્રોમાં રહેણીકરણી, વ્યવહાર, રસોડાની કે ઘરના અન્ય કાર્યોની માટે દિશાનો ઉપયોગ કઇ રીતે કરી શકાય તેની વિશે વિસ્તાર પૂર્વક જાણીયે. જેથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકશો.

સૂવા માટેની દિશા

વાસ્તુશાસ્ત્રમાં કહ્યા મૂજબ સૂતી વખતે માથાનો ભાગ પૂર્વ અથવા દક્ષિણની તરફ અને પગ પશ્ચિમ કે ઉત્તરની તરફ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો માન જીવનમાં ઘણો પ્રભાવ પડે છે. માથુ દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ કરીને સૂવાથી શરીરની રોગપ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે, સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. આ રીતે અપરિણિત યુવતીઓનો શયનકક્ષ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવાથી તેમના લગ્નમાં અડચણો આવતી નથી.

જમવા માટેની દિશા

પૂર્વની તરફ મોં રાખીને જમવા બેસવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે અને ઉંમર વધે છે. જે લોકોના માતા-પિતા જીવીત છે, તેમણે ક્યારેય દક્ષિણ દિશા તરફ મોં રાખીને જમવું જોઇએ નહીં. જો તમારી આર્થિક સ્થિતી સારી ન હોય તો તમે પશ્ચિમ દિશા તરફ મોં રાખીને જમવા બેસો, તેનાથી આર્થિક સ્થિતીમાં ધીમે ધીમે સુધારો આવશે. સાથે જ પૈસો તમારી પાસે રોકાયેલો રહેશે. ઉત્તર દિશા તરફ મોં રાખીને જમવાથી દેવું વધે છે. તેમજ પેટમાં પાચનની તકલીફ થઇ શકે છે. રસોડામાં પીવાના પાણીની વ્યવસ્થા ઇશાન ખૂણામાં કરાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. જમવાનું બનાવતી વખતે મહિલાઓનો ચહેરો પૂર્વ દિશા તરફ હોવો જોઇએ. જો ભોજન બનાવતી વખતે તેનું મુખ દક્ષિણ તરફ હોય તો તેને ચામડી કે હાડકાના રોગ થઇ શકે છે.

પૂજાઘરની દિશા

પૂજા કરતી વખતે તમારો ચહેરો ઉત્તર દિશા તરફ હોવો જોઇએ. કાર્ય સિદ્ધ પૂર્ણ સફળતા માટે પૂજાઘર ઉત્તર-પૂર્વમાં સ્થાપિત કરો.

વેપારમાં લાભ માટે

વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર ચુંબકીય ક્ષેત્રને કુબેરનું સ્થાન માનવામાં આવે છે. તમે જ્યારે પણ કોઇ વેપારની ચર્ચા કે પ્રોગ્રામમાં ભાગ લો, તો ઉત્તર દિશા તરફ ચહેરો રાખીને બેસો, કારણકે તે સમયે ઉત્તર દિશામાં ચુંબકીય ઊર્જા પ્રાપ્ત થાય છે. સાથે જ વિચારો વધારે સક્રિય થાય છે. તમે તમારા વિચારોને રજૂ કરવા માટે સક્ષમ બનો છો. ઉત્તર દિશા તરફ ચહેરો રાખીને બેસતી વખતે તમે તમારા જમણા હાથ તરફ ચેકબૂક અને રોકડ રકમ રાખો.

ધ્યાનમાં રાખો

  • ઘરમાં કિંમતી વસ્તુઓની તિજોરી દક્ષિણ દિશા તરફ પીઠ આવે તે રીતે રાખો. જેથી તિજોરી ખોલતી વખતે તે ઉત્તર દિશા તરફ ખૂલે.
  • નહાવાનો બાથરૂમ પૂર્વ અથવા ઉત્તર દિશામાં અને શૌચાલય દક્ષિણ અગ્નિ ખૂણામાં બનાવવું યોગ્ય રહેશે.
  • દક્ષિણ – પશ્ચિમ દિશામાં પ્રવેશદ્વાર અથવા ચાર દિવાલ અથવા ખાલી જગ્યા રહેવી શુભ નથી. આવા ખૂણાથી અનેક પ્રકારના રોગ થવાની શક્યતા છે.
Spread the love

Leave a Comment