જો તમારું બોડી સ્થૂળ કે બલ્કી હોય તો પણ તમે મનપસંદ ડ્રેસીસ પહેરી શકો છો. તેના માટે તમારે ફક્ત ડ્રેસના સિલેક્શન પર યોગ્ય પ્રકારની પસંદગી કરવાની જરૂર છે. સાથે જ ડ્રેસ ને વ્યવસ્થિત રીતે ટીમ અપ કરવાની જરૂર છે.

જો તમારું બોડી શેઇપ ભારે હોય અને તમારે સ્લીમ થવા માટે મહેનત કરી રહ્યા હો તો તેમાં તમને સમય લાગી શકે છે. તેવામાં મનગમતા ડ્રેસીસ પહેરી નથી શકતા એવા વિચારથી નાસીપાસ થવાની જરૂર નથી. હેવી બોડી શેઇપ માટે કઈ રીતે ડ્રેસિંગ કરવું તેના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. તે પછી તમે પણ તમારા મનગમતા કોઇપણ પ્રકારના આઉટફીટ પહેરીને કમ્ફર્ટ ફિલ કરી શકો છો.

ધ્યાન રાખવાની બાબતો

  • લૂઝ ડ્રેસીસ પહેરવાથી તમારુ બોડી વધારે સ્થૂળ દેખાઈ શકે છે. જ્યારે તમે ટાઇટ ફિટિંગ વાળા ડ્રેસ પહેરો છો, તો શરીરની ચરબી દેખાઈ આવે છે. તેથી તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ કોઈ ડ્રેસ ખરીદો કે સીવડાવો, તો તેનું ફિટીંગ એવા પ્રકારનું હોય કે તમારા શરીરના ચરબીવાળા ભાગમાં વ્યવસ્થિત ફીટીંગ થઈ શકે. શરીરના જે ભાગને તમે દેખાડવા ઇચ્છતા ના હો ત્યાંથી થોડું લુઝ ફીટીંગ રાખો. કહેવાનો અર્થ એ છે કે તમારા શરીર મુજબ ડ્રેસનું ફિટીંગ કરાવવુ જરૂરી છે.
  • જો તમારા હાથ પર ચરબીનો ભાગ વધારે હોય તો તમારે વધારે ફીટીંગવાળી સ્લીવ્સ ના ટોપ કે ડ્રેસ ક્યારે પહેરવા જોઈએ નહીં. તે સિવાય મફિન ટોપ પણ ક્યારેય પહેરશો નહીં.
  • જો કમરના ભાગ પર ચરબી વધારે હોય તો હાઇ વેસ્ટ જીન્સ પહેરવાનું રાખો. તે ઉપરાંત તમે સ્ટ્રેઇટ જીન્સ પણ પહેરી શકો છો. તે તમરા લોઅર પાર્ટને ફ્લેટ દેખાડી શકેશે. તેની સાથે તમે કોઇપણ ડાર્ક કલરનું ટોપ પહેરી શકો છો.
  • વર્ટિકલ સ્ટ્રાઈપવાળા ડ્રેસીસ તમારા વોર્ડરોબમાં સામેલ કરો. આવા પ્રકારના ડ્રેસીસ કે ટોપથી હાઇટ વધારે દેખાશે. જેનાથી શરીરની ચરબી પણ ઓછી હોવાનો અનુભવ કરી શકશો. લાઇનિંગ અને સ્ટ્રાઇપ્સ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. વધારે મોટી ડિઝાઇન્સવાળા પર પસંદગી ઊતારવી નહીં.
  • તમે ની લેન્થ ડ્રેસીસ પણ પહેરી શકો છો. આ પ્રકારના ડ્રેસીસ સાથે હિલ્સ પહેરો. તેનાથી તમને પરફેક્ટ લૂક મળી રહેશે. સાથે જ ની લેન્થ સુધીના ફ્રોક પણ પહેરી શકો છો. તે પણ તમને વધારે કમ્ફર્ટ અને ફેશનેબલ ફિલ કરાવશે.
  • જો તમે ખોટા શેઇપવિયરપર પસંદગી ઉતારી દો, તો તમારો ડ્રેસિંગ લુક ખરાબ દેખાશે. આવામાં તમે યોગ્ય ઇનરવેર પસંદ કરો. જેથી તમારા શેઇપ માટે જે ઈનરવેર યોગ્ય હોય તેના પર જ પસંદગી ઉતારો. સાથે જ તેમાં કમ્ફર્ટેબલ રહી શકો છો કે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખો.

આ બધી બાબતોનો ધ્યાન રાખીને તમે અોવર બોડી શેપમાં પણ પરફેક્ટ લુક મેળવી શકો છો

Loading

Spread the love

Leave a Comment