આયુષમાન ખુરાના અને ક્રિતી સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે આવી રહ્યા છે. બંને એ બોલિવૂડમાં પોતાની રીતે અલગ પ્રકારના પાત્ર ભજવીને બોલીવૂડમાં પોતાનું નામ જાણીતુ કર્યું છે. પોતાની અત્યાર સુધીની ફિલ્મો કરતા અલગ જ પ્રકારના પાત્રમાં તેઓ જોવા મળવાના છે. ફિલ્મ બરેલી કી બર્ફીમાં બંને પોતાના પાત્રને અલગ જ અંદાજમાં દર્શકોની સામે લઇને આવ્યા છે. હિરોપંતીથી બોલિવૂડમાં પોતાની કરીયરની શરૂઆત કરનાર ક્રિતી ફિલ્મ દિલવાલેમાં વરુણ ધવન સાથે અને ફિલ્મ રાબતામાં સુશાંતસિંહ રાજપુત સાથે જોવા મળી હતી. હવે તે આયુષમાન સાથે જોવા મળી છે. ફિલ્મ અંગે ક્રિતી સાથે થયેલી રૂબરૂ વાતચિત.

બરેલી કી બરફીના તારા પાત્ર વિશે જણાવ

મારા પાત્રનું નામ બિટ્ટી મિશ્રા છે. તે બરેલીમાં રહે છે. હું પહેલીવાર આ પ્રકારનું કોઇ પાત્ર ભજવી રહી છું. તે ટ્રેઇન્ડ ડાન્સર નથી પણ યુ ટ્યુબ પર વિડીયો જોઇ જોઇને બ્રેક ડાન્સ કરે છે. અંગ્રેજી ફિલ્મો જુવે છે. બિન્દાસ અને મુફટ છે. થોડીઘણી ટોમબોય્સ જેવી છે. તેનામાં છોકરીઓ જેવી હરકતો ઓછી જોવા મળે છે. તે કેવા કપડાં પહેરે છે, તે કેવી દેખાય છે, તેનાથી તેને કોઇ ફરક પડતો નથી. તે છૂપાઇને સિગરેટ પીવે છે, ક્યારેક દોસ્તો સાથે મળીને ડ્રીંક પણ કરી લે છે. તે પોતાના નિયમો પ્રમાણે જીવે છે. જે બાબતો માટે યુવતીઓને ટોકવામાં આવે છે, તેને લઇને તે હંમેશા સવાલો પૂછે છે. તે બ્રોડ માઇન્ડેડ છે.

બરેલીના બિટ્ટી મિશ્રાના પાત્ર માટે શું તૈયારીઓ કરી.

ડ્રેસીંગ મારું ખૂબ જ સિમ્પલ રહ્યું છે. ક્યારેક ટોપ કે પાયજામામાં તો ક્યારેય ડેનિમ જિન્સ અને કુર્તામાં કે જેકેટમાં પણ જોવા મળીશ. તે સિવાય નાના ગામમાં લગ્ન કે કોઇ તહેવાર હોય તો યુવતીઓ ખૂબ તૈયાર થઇને જતી હોય છે. આ ફિલ્મમાં બિટ્ટીની મમ્મી તેને હંમેશા તૈયાર કરીને લઇ જતી હોય છે. યુપીની ફ્લેવર છે, તો તેના માટે તે જે પ્રકારની ભાષા બોલે છે તેના પર થોડું ધ્યાન આપવું પડ્યું હતું. બિટ્ટી ભણેલી છે. ઇલેક્ટ્રીસિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેથી તેની ભાષા તેના મમ્મી પપ્પા કરતા થોડી અલગ છે. જોકે હું મારા પાત્ર માટે થઇને એક અઠવાડિયા પહેલા લખનૌ ગઇ હતી. ત્યાંની એક કોલેજમાં કેટલીક યુવતીઓને મળી હતી. મેં તેમની સાથેની વાતચિત રેકોર્ડ કરી. તેમણે મારી સાથે તેમના બોયફ્રેન્ડ વિશે વાતો કરી. કોઇ છોકરો છેડતી કરે તો કેવી રીતે રીએક્ટ કરે તે જાણ્યુ. બરેલીના યુવતીના પાત્રને સમજવા માટે બે થી ત્રણ કલાક તેમની સાથે વાતો કરી હતી. તેમણે ઘણીવાર છોકરાઓને પણ માર્યા હતા. આવી અનેક વાતો જાણી. તેમની સાથેની આ વાતો સાંભળતા સાંભળતા કઇ રીતે વાત કરવી, ક્યા શબ્દો પર વધારે ભાર મૂકવો, કઇ રીતે બોલવા તે બધુ શીખવા મળ્યું હતું.

આયુષમાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

ખૂબ સારો અનુભવ રહ્યો. હું આયુષમાનને આ પહેલા પણ અનેક એવોર્ડ ફંક્શનમાં મળી છું, પણ ક્યારેય વધારે વાત કરી નહોતી. એકબીજાથી અજાણ્યા હોઇએ તેવું નહોતું, તે ખૂબ જ મજાની વ્યક્તિ છે અને તેની સાથે કામ કરવું ખૂબ જ સરળ છે. તેની સાથે તમે મુક્ત મને ફ્રેન્ડલી કામ કરી શકો છો.

ક્રિતી અને બિટ્ટીમાં શું અલગ અને શુ સરખુ છે.

મારા માટે મારા કરતા આ પાત્ર એકદમ અલગ છે કારણકે હું નોયડા જેવી અર્બન સીટીમાં રહીને મોટી થઇ છું અને બિટ્ટીનું પાત્ર લખનૌના એક નાના શહેર બરેલીનું છે. તે વધારે પ્રમાણમાં ટોમ બોય જેવી છે, હું મારા પાત્ર કરતા રીયલ લાઇફમાં તેનાથી ઓછી છું. વાતચિત અને ઘણીબધી બાબતો અલગ છે. જોકે બિટ્ટીના પાત્રના જે વિચારો છે, તેની સાથે ક્રિતી વધારે કનેક્ટ છે.

શું ક્રિતી ફિલ્મમાં બરેલી કી બર્ફી છે.

ના ના, ફિલ્મમાં એક બુક છે, જેનું નામ બરેલી કી બર્ફી છે. તે બુક પ્રમાણે બિટ્ટીને લાગે છે કે બરેલી કી બર્ફી બિટ્ટી છે.

Loading

Spread the love

Leave a Comment