
અંજલીને તેના શરીરના રંગને લઈને ખૂબ કોમ્પ્લેક્સ ફીલ થઈ રહ્યું હતું. લગ્ન માટેની વાતો પણ ચાલી રહી હતી અને જે પણ યુવક તેને જોવા આવતો, તે તેના રંગને લઈને તેને ના પાડીને જતો રહેતો હતો. અંજલિ નો શ્યામ રંગ તેના લગ્ન માટે બાધારૂપ બની રહ્યો હતો. કોઈએ પણ તેનામાં રહેલ ગુણો કે આવડતને જાણવાનો કે સમજવાનો પ્રયન્ત કર્યો નહીં. ધીમે ધીમે અંજલીનું મનોબળ તૂટવા લાગ્યું હતું.તેને લાગવા લાગ્યું કે તે સુંદર નથી. તેવામાં તેને તેની મિત્રના લગ્નમાં જવાનું થયું. મોહિતે તેને લગ્નમાં જોઈ. તેને અંજલીની સાદગી, તેની નમ્રતા, લોકોની સાથેનો તેનો મિલનસાર સ્વભાવ આ બધું મોહિત ને આકર્ષી ગયું. મોહિતે અંજલી વિશેની બધી માહિતી મેળવીને લગ્ન માટેનો પ્રસ્તાવ મોકલ્યો. ઘરના વડીલોની અને બંનેની સહમતીથી અંજલી અને મોહિત લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

અંજલિ એ મોહિતને પહેલીરાત્રે જ પૂછ્યું કે, તમને મારામાં શું ગમ્યું. મોહિતે તેને પોતાના બાહોપાશમાં લઈને કહ્યું કે, તારી સાદગી, તારો મિલનસાર સ્વભાવ, તારો આત્મવિશ્વાસ મને ખૂબ સ્પર્શી ગયો. તારા ચેહરા પરનું સ્મિત મને બહુ ગમે છે. પહેલીવાર પોતાના આવા વખાણ સાંભળીને અંજલી શરમાઈ ગઈ અને મોહિતને લપાઈ ગઈ. બંનેએ પોતાની પ્રથમ રાત્રી ઉજવી. સવારે ઊઠતાની સાથે જ મોહિતે એને પોતાની તરફ ખેંચીને કહ્યું કે, રોજ સવારે તું મને આજ સ્મિત સાથે ઉઠાડજે. અંજલી એ હા પાડી અને બંનેના લગ્નજીવનની સુખદ શરૂઆત થઈ ગઈ. દીકરી ને પણ ઘરે આવે ત્યારે ખુશ જોઇને અંજલીના માતાપિતા પણ ખુશ હતાં.

મોટાભાગની સ્ત્રીઓની માનસિકતા હોય છે કે તેમના શરીરનો રંગ સફેદ હોવો જોઇએ. વધારે સુંદર દેખાશે અથવા સારા કપડાં પહેરશે કે પુરુષોને આકર્ષિત કરવાના પ્રયત્નો કરશે, તો પુરુષ તેમનાથી લોભાઇને તેમની પાસે તુરંત આવી જશે. અહી તે ખોટી સાબિત થાય છે. દરેક પુરુષ લોભાઇ જનારો હોતો નથી. તેમને મહિલાના શરીર નહીં પણ બુદ્ધિ, સ્વભાવ, વ્યવહાર અને સમજણ સાથે પણ પ્રેમ અને આકર્ષણ થઇ શકે છે.

દરેક નમ્ર સ્ત્રી પુરુષને આકર્ષે છે. આવી સ્ત્રીઓ કોઇપણ વાત, વિષય કે વ્યક્તિને લઇને શાંત રહેવાનું પસંદ કરતી હોય છે. પુરુષો આવી સ્ત્રીને વધારે પસંદ કરે છે કારણકે તેમને આવી સ્ત્રીપાસે જઇને મનની શાંતિ મળે છે. જે આત્મવિશ્વાસુ હોય છે. પોતાનામાં વિશ્વાસ ધરાવતી સ્ત્રી આજના સમયમાં દરેક પુરુષને પસંદ હોય છે. તેની વાત કરવાની છટાં, કપડાં પહેરવાની રીત તેને બીજા કરતા અલગ પાડે છે. તેનો આત્મવિશ્વાસ જ આકર્ષક હોય છે.

પુરુષો વાતચીતમાં મિલનસાર, મજાક કરનારી અને યોગ્ય સ્વરમાં વાત કરવાની સમજણ ધરાવતી સ્ત્રીઓ ને પણ ખૂબ પસંદ કરે છે. આવી સ્ત્રી સાથે મુક્ત મને વાત કરી શકાય છે. પુરુષોને તેમના પર ડિપેન્ડન્ટ રહે તેવી સ્ત્રી પણ પસંદ હોય છે. પુરુષ ઇચ્છે છે કે કોઇપણ નિર્ણય લેવામાં કે મદદ કરવામાં તે પોતાની ભૂમિકા ભજવે.

પુરુષોને સતત રોકટોક કરતી કે દબાણ કરતી સ્ત્રી પસંદ નથી. કેટલીક સ્ત્રીઓ ક્યારેય પોતાના પાર્ટનરને કોઇપણ વસ્તુ માટે દબાણ કરતી નથી. જેથી આ બાબત પુરુષને માનસિક રાહત આપે છે. સ્ત્રી હંમેશા નાની સફળતામાં પણ ખુશ થઇ જાય છે. તેને જીવનમાં મેળવી લેવું કે ભોગવી લેવું જેવી લાલસા હોતી નથી.જે સ્ત્રી પડકાર આપી શકે છે, તે પ્રેરણા પણ પૂરી પાડે છે. પુરુષ તેની વાતો સાંભળતો રહે છે અને વખાણ કરતો રહે છે. નિસ્વાર્થ ભાવે પ્રેરણા પૂરી પાડનારી અને સાથ આપનારી સ્ત્રી પુરુષોને વધારે આકર્ષે છે કારણકે પુરુષ તેની બૌદ્ધિકતાથી આકર્ષાય છે.