જૂહી અને જ્હોન બંને આજે એકસાથે ઓફિસેથી ઘરે આવ્યા. જૂહીએ જ્હોનને પહેલા ફ્રેશ થવાનું કહ્યું, ત્યાં સુધી તે જમવાની થોડી તૈયારી કરી લે. જ્હોને હા તો પાડી પણ તેના મનમાં કંઇક અલગ જ ચાલી રહ્યું હતું. તે બાથરૂમમાં ગયો અને તેણે જૂહીને બૂમ પાડી. જૂહી બાથરૂમ પાસે ગઇ તો જ્હોને તેને બાથરૂમમાં ખેંચી લીધી.
જૂહી બાથરૂમની બહાર જવા માટે જમવાનું બનાવવાની તૈયારીનું કહેવા લાગી તો જ્હોને કહ્યું કે આજે બહારથી ઓર્ડર કરી દઇશું પણ અત્યારનો સમય બંને સાથે એન્જોય કરીએ. જૂહીએ સંમતિ દર્શાવી અને બંનેએ બાથરૂમમાં એક સાથે શાવર લીધું. એકબીજાના શરીરને સાફ કરતી વખતેનો સ્પર્શ તેમને વધારે ઉત્તેજીત કરી રહ્યો હતો. બંનેનું ભીનું શરીર એકબીજાને આકર્ષી રહ્યું હતું. એકબીજાના શરીરને શાવરની બુંદોની જેમ ચુંબનોથી પણ ભીંજવી રહ્યા હતા. ઘણા સમય પછી બંને એકબીજાનામાં ખોવાઇ રહ્યા હતા. સુખદ અને સંતોષકારક સમય પસાર કર્યા પછી બંને ટુવાલ વીંટીને બેડરૂમમાં આવ્યા.
બેડ પર સૂતાની સાથે બંને એકબીજા સામે જોવા લાગ્યા. જાણે કેટલાય સમય પછી બંનેએ એકબીજાને આ રીતે જોયા હશે. ફરીથે બંને એકબીજાની નજીક આવીને એકબીજામાં ખોવાઇ ગયા. ઘણા સમય સુધી શારીરિક આનંદને માણતા રહ્યા. એકબીજાને ભેટીને સૂઇ રહ્યા. થોડા સમય બાદ બંને તૈયાર થઇને આગળના રૂમમાં આવ્યા. જ્હોને જમવાનું ઓર્ડર કર્યું અને જૂહી તેની પાસે સોફા પર આવીને લગોલગ બેસી ગઇ. આજે બંનેને એકબીજાના સ્પર્શમાં કંઇક નવો જ અનુભવ થઇ રહ્યો હતો. જોકે આ બંનેના એકબીજા પ્રત્યેના આકર્ષણ અને લાગણીની સાથે સાથે સ્થળની પણ અસર હતી. પહેલીવાર તેઓએ બાથરૂમમાં સાથે શાવર લઇને સમાગમનો આનંદ માણ્યો હતો.

દરેક કપલ્સ માટે તેમની રુટીન લાઇફમાં એકસરખું જીવન જીવવું ઘણીવાર કંટાળાજનક બની જાય છે. આવા સમયે શારીરિક ક્રિયા પણ ફક્ત રાત્રે સૂતી વખતે બેડ પર જઇને જ કરવી, તેનાથી પણ કંટાળી જવાતું હોય છે. તમારા ઘરમાં જ તમે એવા કેટલાક સ્થળોનો ઉપયોગ તમારા બંનેના શારીરિક સંતોષ માટે કરી શકો છો. આના માટે બંને પાર્ટનરે એકબીજાની સંમતિ જરૂરથી લેવી જોઇએ.
શાવરની નીચે

બાથરૂમ એક રોમેન્ટિક સ્થળ બની શકે છે. તમારા પાર્ટનર ઉદાસ હોય કે વર્કલોડ રહેતો હોય તો તેને રીલેક્સ કરવા માટે આ સૌથી બેસ્ટ રહેશે. તેમને ગરમ પાણીથી સ્નાન કરાવો અને પછી હળવા હાથે શરીરને મસાજ આપી શકો છો. આનાથી તમે તેમને કેટલો પ્રેમ કરો છો, તે દર્શાવી શકાય છે. શાવર નીચે પ્રેમ કરવો મુશ્કેલ છે, પરંતુ તે અત્યંત ઉત્તેજક પણ હોય છે. ક્રિયા પછી થોડું સ્વચ્છતાનું ધ્યાન રાખવું.
સોફા અને ચેર

સોફા અને ચેર પર સેક્સ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. બેડરૂમની બહાર સેક્સ માટે સોફા અને ચેર એક ઉત્તમ સ્થળ છે, કારણ કે તમે ઘણી બધી સેક્સ પોઝિશન સરળતાથી ટ્રાય કરી શકો છો. સોફા પર ધાબળો અથવા તકીયાનો ઉપયોગ કરીને ક્રિયા કરવી વધારે સરળ રહેશે. ચેર પર તમે ખૂબ સરળતાથી વિવિધ પોઝીશનને ટ્રાય કરી શકો છો.
રસોડાનું કાઉન્ટર

રસોડામાં સેક્સ માણવું એ રોમાંચક બની શકે છે. તે સૌથી સરળ અને ઉત્તેજક ક્રિયા સાબિત થાય છે. તેનાથી બંનેને એકબીજાના શરીરનો ભાર સહન કરવો પડતો નથી. તમે ઘણી પોઝીશનને ટ્રાય કરી શકો છો.
ડાઇનિંગ ટેબલ

ટેબલ સેક્સનો વિચાર કદાચ મનમાં ન આવે કારણકે તમને ટેબલ ટોપ થોડું મુશ્કેલ લાગી શકે છે, તેથી જો જરૂરી હોય તો તકીયો અને ધાબળાનો ઉપયોગ જરૂર કરો. સેક્સ દરમિયાન બિનજરૂરી હલચલ ટાળવા માટે કોઈપણ પ્રકારના સપોર્ટને લેવાનું ખાસ યાદ રાખવું. જેથી શરીરને કોઇ તકલીફ ન થાય.
