બે વ્યક્તિ વચ્ચેના માનસિક અને શારીરિક સંબંધને જોડી રાખવામાં ઘણીબધી બાબતો કારણભૂત બનતી હોય છે. કેટલીક બાબતો સંબંધ બગાડે છે, તો કેટલીક બાબતો સંબંધને સુધારે છે. કેટલીક બાબતો સંબંધ સાચવવામાં આધારસ્તંભનું કામ કરે છે, જે રોજીંદા જીવન સાથે જોડાયેલી હોવા છતાં કેટલીકવાર તેને સમજી શકાતી નથી. નાની નાની કેટલીક હરકતો જીવનમાં સંબંધને જોડવામાં કઇ રીતે કારણભૂત બને છે, તે ઘણીવાર બંને વ્યક્તિઓને પણ ખબર હોતી નથી. આવી જ એક આદત કહો કે વાત બે વ્યક્તિને જોડીને રાખે છે અને તે સાથે સૂવાની પોઝીશનની વાત છે. બંને વ્યક્તિ દિવસભર એકબીજાથી દૂર રહીને પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે રાત્રે એક જ પથારીમાં એકબીજા સાથે કઇ રીતે સૂવે છે, તેના પરથી પણ સંબંધમાં પ્રેમ જળવાઇ રહે છે અને વધતો જોવા મળે છે.

નિયતી અને રાજને બંનેને એકબીજાને ભેટીને સૂવાની ટેવ હતી. ઘણીવાર મોડી રાત્રે નિયતી પડખું ફરીને સૂઇ જાય તો પણ રાજ તેની તરફ ફરીને તેને પાછળથી કમરના ભાગથી પકડીને સૂઇ જતો. ક્યારેક સવારે નિયતી સીધા સૂતેલા રાજના ખભા પર માથુ રાખીને ફરીથી સૂઇ જતી. બંને જણા દિવસ દરમિયાન કામને લઇને એકબીજાના સંપર્કમાં રહી શકતા નહોતા. દિવસે તો લંચ ઓફિસમાં જ કરતા પણ કેટલીકવાર રાત્રે પણ સાથે જમવા માટે ભેગા થઇ શકતા નહોતા. તેમછતાંય તે બંનેને ક્યારેય એકબીજાથી દૂર થઇ રહ્યા હોવાનો અહેસાસ થયો નહોતો. તેનું કારણ રાત પડે બંને એકબીજાની લગોલગ લપાઇને જ સૂવાનું પસંદ કરતા. તેનાથી તેમના વચ્ચેનો છૂપાયેલો પ્રેમ તેમની સાથે સૂવાની સ્થિતીથી એકબીજાને અનુભવાતો હતો. જે તેમના સંબંધને વધારે મજબૂત બનાવી રહ્યો હતો.

તેમના વચ્ચેની એકબીજાને લપાઇને સૂવાની આદત તેમને એકબીજા સાથે જોડીને રાખતી હતી. દરેક કપલ્સના જીવનમાં રોજેરોજ સમાગમક્રિયા થવી શક્ય નથી. તેમાં પણ વર્કીંગ કપલ્સને માટે તો આજના સમયમાં તે વધારે મુશ્કેલ છે, ત્યારે એકબીજાના પ્રેમને સમજવા અને જાળવી રાખવા એકબીજાનો સ્પર્શ લપાઇને સૂવાની આદત પણ અસરકારક સાબિત થાય છે. જે બંનેને માનસિક રીતે જોડી રાખવાનું કામ કરે છે.

દરેક કપલ્સને એકબીજાની સાથે લપાઇને સૂવાનું ગમતું હોય છે. ક્યારેક સૂવું અને કાયમ સૂવું તેમાં પણ ઘણો ફરક હોય છે. સાથે હરવા-ફરવા, ખાવા-પીવાથી, વાતો કરવાથી આનંદ કરવાથી પ્રેમ વધે છે પરંતુ ક્યારેક લપાઇને સૂઇ રહેવાથી કે આખી રાત સૂવાથી પણ પ્રેમ અને લાગણીનો અલગ સંચાર થાય છે. જે અનુભવથી જ સમજાતો હોય છે. ઘણા લોકો આ બાબતને ધ્યાન પર લેતા નથી. સમય જતાં સંબંધમાંથી પ્રેમ ઓછો થતો જોવા મળે છે અને તે સમયે સમજાતું નથી કે એકસાથે એક જ પથારીમાં સૂતા હોવા છતાં ક્યા કચાશ રહી ગઇ. સમય રહેતા જો સાથે સૂવાની સ્થિતી પર ધ્યાન આપવામાં આવે તો સંબંધને સમજી શકાય છે. તમે તમારા પાર્ટનર સાથે કઇ પોઝીશનમાં સૂવો છો, તે વધારે મહત્વનું છે.

1. સ્પૂન પોઝિશન

આ પોઝિશનને મોટાભાગે કપલ વધારે પસંદ કરે છે. આમાં કપલ એક જ દિશામાં મોં કરીને સૂઈ જાય છે. આ પોઝિશન સાથે કપલ પોતાની વચ્ચે સુરક્ષિત અને એકબીજાની નજીક હોવાનો અનુભવ કરે છે. આ રીતે સૂવાથી દંપતી સરળતાથી શ્વાસ લઈ શકે છે. જે લોકોને નસકોરાની સમસ્યા હોય તેઓ આ સ્થિતિમાં સૂવાથી ફાયદો મેળવી શકે છે. પણ હા, આખી રાત એક જ સ્થિતિમાં સૂવાથી ખભા અને ગરદનનો દુખાવો થઈ શકે છે. તેથી અનુકૂળતા મુજબ સૂવાની આદત કેળવવી પણ જરૂરી છે.

2. ટેથરબોલ પોઝિશન

આ પોઝિશન એવા કપલ્સ માટેની છે, જે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેતા હોય છે. લગ્નની શરૂઆતનો સમય હોય તેવા કપલ્સ માટે આ પોઝીશન બેસ્ટ રહે છે. આમાં એક પાર્ટનર બીજાને તેના હાથમાં પકડીને, નજીકથી ખેંચીને સૂઈ જાય છે. એક પાર્ટનર બીજાના કમર કે હિપ પર પણ હાથ રાખીને સૂવે છે. બંનેના શરીર એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેનાથી વધારે નજીક હોવાનો અહેસાસ બંનેને થતો હોય છે.

3. સ્ટારફિશ પોઝિશન

સ્ટારફિશની સ્થિતિમાં એક પાર્ટનર સ્ટારફિશની ભૂમિકા ભજવે છે. આ સ્થિતિમાં એક પાર્ટનર બેડ પર ઘણી જગ્યા રોકી લે છે. જ્યારે અન્ય પાર્ટનર મર્યાદિત જગ્યામાં એડજસ્ટ થાય છે, પરંતુ તે પણ આરામદાયક સ્થિતિમાં હોય છે. આ પોઝિશન આરામદાયક છે અને બંને લોકો આ સ્થિતીમાં સૂવાથી સવારે ઊઠીને તાજગી અનુભવે છે.

4. બેક ટુ બેક, ટચીંગ પોઝિશન

એકસાથે સૂવાની આ સ્થિતિને બેક કિસિંગ પણ કહેવામાં આવે છે. આમાં કપલ એકબીજાની સામે મોં રાખીવે સૂવે છે અને એકબીજાના ચહેરાને જોઈ શકે છે. તેમની વચ્ચે થોડુંક અંતર પણ જળવાઈ રહે છે. આ સ્થિતિ જેઓ એક વર્ષથી ઓછા સમયથી સાથે હોય તેવા યુગલો દ્વારા અપનાવવામાં આવે છે. આમાં બંને આરામદાયક સ્થિતિમાં સૂઈ શકે છો પરંતુ પગને ફેલાવવામાં મુશ્કેલી થઈ શકે છે. સાથે જ રાત્રે ક્યારેક ઊંઘમાંથી જાગી જવાય તો સામે પાર્ટનરનો સૂતેલો ચહેરો જોઇને એક આછું સ્મિત પોતાના ચહેરા પર પણ આવી જતું હોય છે. જે પ્રેમનું પર્યાય છે.

5. લેગ હગ પોઝિશન

આ એવી પોઝીશન છે, જે મોટાભાગના કપલ્સમાં સામાન્ય રીતે જોવા મળે છે. લેગ હગ પોઝીશન એ પાર્ટનર સાથે બેસ્ટ સ્લીપિંગ પોઝીશન છે. આમાં બંને પાર્ટનર પોતપોતાની રીતે સૂઈ જાય છે. પરંતુ તેમના પગ એકબીજા સાથે જોડાયેલા છે. તેમનામાં આ રીતે જોડાઇ રહેવામાં પ્રેમ દેખાય છે. આ દર્શાવે છે કે બંને પ્રેમભર્યા સંબંધમાં છે અને એકબીજાનો આરામ પણ બંને માટે મહત્વનો છે. આ સ્થિતિ દર્શાવે છે કે બંને એકબીજા સાથે સારા સંબંધનો અનુભવ કરે છે.

તો તમે તમારા પાર્ટનર સાથે કેવી પોઝીશનમાં વધારે કમ્ફર્ટેબલ છો, તે નક્કી કરીને એકબીજા પ્રત્યેનું જોડાણ મજબૂત બનાવી લો અને તેનાથી ખેંચાણ આપોઆપ આવી જશે.

Loading

Spread the love

Leave a Comment