બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં જોવા મળતી અદા શર્માએ વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં આવતી જતી જોવા મળે છે. હવે કમાન્ડો 2 દ્વ્રારા ફરીથી બોલિવૂડમાં તે પોતાની એક અલગ ઇમેજને સ્થાપિત કરવા માટે તૈયાર છે.

ફિલ્મનું પાત્ર શું છે.

મારા પાત્રનું નામ ભાનવા રેડ્ડી છે અને હું હૈદરાબાદી યુવતીના પાત્રમાં છું. મારી લેગ્વેંજના કારણે ડાયલોગ દરમિયાન લોકોને હસવું આવશે.

એક્શન ફિલ્મના તારા અનુભવ વિશે જણાવ

1920માં મેં ફિલ્મ કરી હતી પણ તે ફિલ્મમાં કેબલનો ઉપયોગ કર્યો હતો અને પહેલીવાર હું ફિલ્મમાં એક્શન કરતી જોવા મળીશ. મને એ વાતનો આનંદ છે કે મને ધ બેસ્ટ એક્શન સ્ટાર્સની સાથે કામ કરવાની તક મળી. મારા માટે પણ આ ફિલ્મ ખૂબ એક્સાઇટેડ રહી છે.

કોઇ એક્શન સીન માટે વારંવાર રીટેક આપવા પડ્યા હોય તેવું બન્યું હતું.

ના, હું જે પણ કરતી હતી તેના માટે મને ખૂબ હિંમત આપતા હતા એટલે મને મારું કામ સરળ લાગું હતું. મેં હીલ્સની સાથે એક બોર્ડ પર મેં એક્શન કરી છે. છ ઇંચની હીલ પહેરીને હું દોડી પણ છું અને સાઇકલીંગ પણ કરી છે.

સાઉથની ફિલ્મો અને બોલિવૂડમાં તને શો ફરક લાગે છે.

સાઉથના લોકો કહે છે કે બોલિવૂડના લોકો વધારે પ્રોફેશનલ છે પણ તેવું નથી. મેં જેટલી હિન્દી ફિલ્મો કરી છે, તેમાં બધા જ ટાઇમ પર જ સેટ પર આવતા હતા. ક્યારેય કોઇએ લેટ કરતું નહોતું. સાઉથમાં ટાઇમની બાબતમાં ખૂબ જ પ્રોફેશનલ છે. એ જ વસ્તુ મેં વિક્રમ ભટ્ટ સાથે ફિલ્મ કરતી વખતે પણ જોઇ હતી. અમારી ફિલ્મના લોકો તો સમય પહેલા જ આવી જતા હતા. (હસીને)

વિપુલ શાહ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

હું વિપુલ સર અને દેવેન સરને ખાસ થેન્ક્સ કહીશ કારણકે તેમણે આ રોલ માટે મારા પર વિશ્વાસ મૂક્યો. 1920 પછી સાઉથની એક ફિલ્મ શરણમ્ કરી હતી. તે પછી મને હતું કે હું આનાથી અલગ શું કરીશ. આ ફિલ્મની હિરોઇન તમને અલગ જોવા મળશે. મને આ ફિલ્મ દ્વારા ખૂબ  મોટો ચાન્સ મળ્યો છે, પોતાને સાબિત કરવાનો, મારી એક્ટીંગને સાબિત કરવાનો તેના માટે હું ખૂબ આભારી છું.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment