આજના સમયમાં પોતાનું ઘર બનાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. જગ્યા ઓછી હોય તો લોકો નાના ફ્લેટ કે ઘરમાં પણ રહેવા તૈયાર હોય છે. ઓછી જગ્યામાં ઘરનો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. એવામાં મલ્ટીયૂઝ પોર્ટેબલ ફર્નીચર તમને ખૂબ ઉપયોગી બની રહે છે. આ પ્રકારના ફર્નીચરથી ઓછી જગ્યામાં વધારે સામાનનો સમાવેશ તો કરી જ શકાય છે સાથે જ તમને ઉપયોગી પણ થઇ પડે છે. તે ઉપરાંત તે લુકમાં પણ ખૂબ આકર્ષક હોય છે. તે વજનમાં હળવા હોવાના કારણે તેને સરળતાથી કોઇપણ જગ્યાએ ખસેડી શકાય છે. આ પ્રકારના ફર્નીચરનો ઉપયોગ સૌથી વધારે સ્ટોરેજ માટે કરવામાં આવે છે. વારંવાર ઇન્ટીરીયર ચેન્જ કરનારા લોકો માટે તે સૌથી બેસ્ટ ઓપ્શન છે. તમે ઇચ્છો તો તમારી જરૂરીયાત પ્રમાણે તેને ડિઝાઇન પણ કરાવી શકો છે. તે ખૂબ જ સસ્તા પણ છે કારણકે તેનાથી અન્ય ફર્નીચર પર થતો ખર્ચ પણ બચી જાય છે. બજારમાં અનેક પ્રકારના મલ્ટીયૂઝ પોર્ટેબલ ફર્નીચર મળે છે, જેને તમે તમારા ઘરના ઇન્ટીરીયરમાં સમાવી શકો છો.

— કમ્પ્યૂટર ટેબલ કમ સ્ટોરેજ

આ પ્રકારના મળતા ટેબલ પર તમે કમ્પ્યૂટરની સાથે બીજી અન્ય વસ્તુઓ પણ મૂકી શકો છો. તેની નીચેનો ભાગ બોક્સ તરીકે વહેચાયેલો હોય છે, જેમાં કમ્પ્યૂટરને લગતી બધી જ એક્સેસરીઝ મૂકી શકાય છે. કેટલાક ટેબલ સાઇઝમાં એટલા બધા કોમ્પેક્ટ હોય છે કે તેમાં પ્રિન્ટર, સીપીયૂ, બૂફર અને સ્પીકર એક સાથે રાખી શકાય છે. આ કમ્પ્યૂટર ટેબલની સાઇડમાં એક સાઇડીંગ ટેબલ પણ અટેચ હોય છે. જેનો ઉપયોગ લખવા માટે કરી શકાય છે. ઘણા ટેબલની સાથે વોર્ડરોબ પણ અટેચ કરી શકાય છે. જેમાં બધું જ સ્ટડી મટીરીયલ્સ રાખી શકાય છે.

— પોર્ટેબલ અને મલ્ટીપર્પસ ટેબલ

જો ઘરમાં મોટું સેન્ટર ટેબલ રાખવા માટે  જગ્યા ન હોય તો પોર્ટેબલ કોફી ટેબલ સૌથી બેસ્ટ ઓપ્શન છે. પોર્ટેબલ હોવાના કારણે ટેબલને ફોલ્ડ કરીને સાઇડમાં રાખી શકાય છે. કેટલાક ટેબલ ટ્રેના શેઇપમાં પણ હોય છે, જેને ફોલ્ડ કરીની તેનો ટ્રે તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

— મલ્ટીપર્પઝ વોલ યુનિટ

વધારે સ્ટોરેજ કરવા માટે વુડન વોલ યુનિટ બેસ્ટ છે. તેમાં ડેકોરેટીવ વસ્તુઓ ઉપરાંત તમે ટીવી, મ્યુઝીક સિસ્ટમ, ડીવીડી પ્લેયર, ક્રોકરી વગેરે પણ રાખી શકો છો. બજારમાં એવા પ્રકારના વોલ યુનિટ પણ મળે છે, જેમાં બહારના ભાગમાં શેલ્ફ હોય છે અને અંદરની તરફ બોક્સ જેટલી સ્પેશ હોય છે.

— લાઇટવેઇટ શેલ્ફ

લાઇટવેઇટ શેલ્ફનો ઉપયોગ નાની નાની ચીજવસ્તુઓ મૂકવા માટે કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો તેને બાથરૂમની બહાર લોન્ડ્રીનો સામાન રાખવા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. એક શેલ્ફમાં ઘણા બધા બોક્સ હોય છે, જેમાં અનેક વસ્તુઓનો સમાવેશ તમે સરળતાથી કરી શકો છો. –

— સ્ટોરેજ પ્રૂફ

આ પ્રૂફ આકારમાં જેટલું પહોળું દેખાય છે, વજનમાં તેટલું જ હળવું લાગે છે. તેનો ઉપરનો ભાગ અલગ કરવાથી તે બોક્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં સ્ટોરેજ માટે ઘણી ઊંડી જગ્યા હોય છે. જેમાં તમે કપડાં ઉપરાંત બીજી વસ્તુઓ પણ મૂકી શકો છો. તે ઉપરાંત તે બેસવા માટે પણ ઉપયોગી છે.

— મલ્ટીયૂઝ ક્રોકરી

આજકાલ પોર્ટેબલ ફર્નીચરની સાથે ક્રોકરીને પણ મલ્ટીયૂઝ ફર્નીચરની શ્રેણીમાં રાખવામાં આવે છે. આજકાલ વોટર જાર તરફ લોકો ખૂબ આકર્ષાયા છે. જો તમે તે જારનો ઉપયોગ ન કરતા હો તો તેને શો પીસ તરીકે ડ્રોઇંગરૂમમાં રાકી શકો છો. આ જાર પાર્ટી પર્પઝ માટે ખૂબ ઉપયોગી બની રહે છે. તે દેખાવમાં જેટલા આકર્ષક લાગે છે, વજનમાં તેટલા જ હળવા લાગે છે.

— સોફા કમ બેડ

હવે નાના રૂમમાં લોકો સાફા કમ બેડને વધારે પ્રીફર કરે છે. દિવસના સમયમાં સોફા તરીકે ઉપયોગમાં લેવાય અને રાત્રે તેનો બેડ તરીકે ઉપયોગ કરી શકાય છે. વળી, તેમાં સ્ટોરેજ માટે બોક્સ પણ હોય છે, જેમાં તમે ન્યુઝ પેપર, મેગેઝીન કે જરૂરી ફાઇલ્સ વગેરે મૂકી શકો છો.

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment