કંગના રનોત બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ છે જે સફળતાની ટોચની સાથે સાથે કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ ટોચ પર છે. છેલ્લા તેર વર્ષના પોતાના બોલિવીડ કરીયર દરમિયાન તેણે અનેક અલગ પ્રકારના પાત્ર ભજવ્યા છે. જેના કારણે આપબળે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી શકી છે. ફરીથી એક નવા પાત્ર સાથે તે પોતાની આવનારી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા માં જોવા મળશે. કેટલાક લોકો તેને ઇન્ડસ્ટ્રીમાં મેન્ટલ ગણે છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે કંગના રનોત નામ સાંભળતાની સાથે જ એક વર્સેટાઇલ એક્ટ્રેસની સાથે દબંગ અને બિન્દાસ વ્યક્તિત્વ પણ નજર સામે આવી જાય છે.

બોલિવૂડમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કેટલાક જાણતા લોકો સાથેના વિવાદના કારણે તે મોટાભાગે ચર્ચામાં રહેલી જોવા મળી છે. આ તમામ વિવાદો અને તેની ચર્ચામાં કંગના ક્યારેય ભાંગી પડી નથી. તેણે દરેક વિવાદનો સામનો સ્પષ્ટ રજૂઆત દ્વારા કર્યો છે. તે પાતાના વિરોધમાં ઊઠતા અવાજને દબાવી દે છે. બીજી તરફ દર્શકો તેની એક્ટિંગને પણ પસંદ કરે છે. તેની છેલ્લી ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસીએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. હવે તે પોતાની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા ને લઇને ખૂબ ચર્ચામાં છે. જેમાં તેણે પોતાના અંગત જીવનની કેટલીક બાબતોને રજૂ કરી છે. જોકે હાલમાં જ ફિલ્મનું એક સોંગ રીલીઝ થયું છે, જે ખૂબ ચર્ચામાં છે. કંગના વિશે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતચિત.

ફિલ્મનું ટાઇટલ બદલાઇ જવાનું કોઇ કારણ. પહેલા મેન્ટલ હૈ ક્યા હતું અને હવે જજમેન્ટલ હૈ ક્યા થઇ ગયું છે.

સલમાન ખાનની ફિલ્મ કિક સાઉથની ફિલ્મ મેન્ટલની રીમેક હતી. જ્યારે અમે આ ટાઇટલ રાખ્યું તો કેટલાક લોકોને તકલીફ થઇ હતી અને અમને કહેવામાં આવ્યું કે જો ફિલ્મનું ટાઇટલ બદલશો નહીં તો કોર્ટના ધક્કા ખાવા પડશે. અમને ફિલ્મનું ટાઇટલ બદલવા સિવાય કોઇ નવો રસ્તો દેખાયો નહીં. જોકે મારા માટે આ કોઇ નવી વાત નથી. હું કોઇપણ ફિલ્મ સાથે જોડાઉ છું તો ઘણાબધા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. હું શ્વાસ લઉં તો પણ ઘણા લોકોને તકલીફ થાય છે. આવી વાતોને જાણીને હવે મેં પણ મારો રસ્તો કરવાનું શીખી લીધુ છે.

તમારા પર મેન્ટલ હૈ ક્યા ફિલ્મનું ટાઇટલ વધારે ફીટ બેસે છે, તેવું ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોનું કહેવું છે. તેના વિશે શું કહેશો.

કોણ શું કહે છે, મને તેનાથી કોઇ ફરક પડતો નથી. હું તે બધા લોકોના કારણે નહીં પણ દર્શકોના પ્રેમના કારણે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છું. દર્શકોએ મને હંમેશા પ્રેમ આપ્યો છે. ઇન્ડસ્ટ્રીમાંથી મને ક્યારેય સપોર્ટ મળ્યો નથી. અહીં ખૂબ નેપોટીઝ્મ છે, લોકોએ ગ્રુપ બનાવી રાખ્યા છે. જેના કારણએ ઇન્સ્ટ્રીની બહારથી આવેલા કલાકારોને તક મળતી નથી. તેમણે ખૂબ મુશ્કેલી સહન કરવી પડે છે. મેં પણ મારા એક્ટિંગ કરીયરમાં ખૂબ સ્ટ્રગલ કરી છે, ઘણુબધુ સહન કર્યું છે. 2016-2017માં તો ખરેખર કેટલાક લોકોએ મને મેન્ટલ કહી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હું મેન્ટલ પેશન્ટ છું અને મારી સારવાર ચાલી રહી છે. જો એવું હોત તો મને આ વાત કહેવામાં જરાપણ શરમ નહોતી પણ મારા વિશે કોઇ ખોટી વાત કરે તો હું શા માટે સહન કરી લઉં.

ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા અને તેમાં તમારા પાત્ર વિશે જણાવો.

આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. પહેલા હું આવા પ્રકારની ફિલ્મો કરવાના વિરોધમાં હતી. મને થ્રિલર ફિલ્મોમાં વધારે રસ નથી. ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી લાગ્યું કે જાણે આ મારી જ વાર્તા છે. જો 2016-2017માં મારા જીવનમાં મુશ્કેલ સમય આવ્યો ન હોત અને લોકોએ મને મેન્ટલ સાબિત કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો હું આ ફિલ્મ સાથે ક્યારેય પોતાને રીલેટ કરી સકત નહીં. મારી સાથે જે પણ કઇ બન્યું, તેના કારણે હું ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યા સાથે કનેક્ટ થઇ ગઇ. મેં મેન્ટલ શબ્દને મારા માટે કોમ્પ્લિમેન્ટ છે, તે રીતે જ લીધો. આનાથી વધારે હું તમને જણાવી શકીશ નહીં. ફિલ્મની વાર્તાને સમજવા અને મારા પાત્રને જાણવા તમારે થિયેટર સુધી ફિલ્મ જોવા જવું જ પડશે.

રાજ કુમાર રાવ વિશે શું કહેશો.

ફિલ્મ ક્વીન પછી અમે ફરીથી આ ફિલ્મમાં સાથે કામ કર્યું. એક કલાકાર તરીકે તે ખૂબ મેચ્યોર થયા છે. એક્ટિંગ કરવી તેમના માટે ખૂબ સરળ બની ગયું છે. એક વ્યક્તિ તરીકે તે જરાપણ બદલાયા નથી. તે ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે. તેમનું સેન્સ ઓફ હ્યુમર પણ ખૂબ સરસ છે, તે ખૂબ મસ્તીમજાક કરે છે.

અનેક પ્રકારના અલગ અલગ પાત્ર ભજવ્યા છે. દરેક નવા પાત્રની તૈયારી કઇ રીતે કરો છો.

સૌથી પહેલા તો ફિલ્મમાં હું મારા પાત્રને સમજવાનો પ્રયત્ન કરું છું. ત્યારબાદ તેને મારા દિલો દિમાગમાં ઊતારી લઉં છું. મારા પત્રને હું પર્સનલી અનુભવવા લાગુ છું. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડે છે પણ જો એકવાર પાત્ર સંપૂર્ણપણે સમજાય જાય પછી સરળ બની જાય છે.

પ્રેમમાં વિશ્વાસ કરો છો.

હું માનું છું કે પ્રેમ ક્યારેય મરતો નથી. જો પ્રેમ મરી જશે તો દુનિયા બરબાદ થઇ જશે. મારો કહેવાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ એકસરખો હોતો નથી. મને એકવાર પ્રેમમાં દગો મળ્યો તો તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ દગાબાજ છે. હું હજીપણ પ્રેમમાં વિશ્વાસ રાખુ છું.

Loading

Spread the love

Leave a Comment