શ્રાવણ મહિનામાં ભગવાન શંકર પર અભિષેક થઇ ચૂક્યો છે. જન્માષ્ટમીની ઊજવણી બાળગોપાળ નંદલાલાનો જન્મદિવસ પણ આપણે બધાએ સાથે મળીને ઊજવી લીધો. ગણપતિ બાપાને પણ દસ દિવસ ખૂબ વધાવીશું અને પછી દુર્ગા માતાના તહેવાર નવરાત્રીની પણ દસ દિવસ ગરબે ઘૂમીને ઊજવણી કરીશું. તમામ તહેવારોની સાથે જ ચારેતરફ વાતાવરણ ભક્તિમય બની જાય છે. આપણે જે રીતે તમામ ઉત્સવોની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરીયે છીએ તે જ રીતે જેને આપણે રોજ સિરિયલોમાં ટીવી પર જોઇએ છીએ તે કલાકારો પણ તેમના આરાધ્ય દેવની આરાધના કરે છે. ઇશ્વર સાથે જોડાયેલી પોતાની આરાધનાને કેટલાક ટીવી કલાકારો અહીં વ્યક્ત કરતા જોવા મળે છે.

  1. રવિ દુબે

જમાઇ રાજા, કુમકુમ ભાગ્ય, ટશન-એ-ઇશ્ક, કુબુલ હૈ જેવી સિરિયલોથી લોકપ્રિય થયેલા રવિ દુબે કહે છે કે, મોટાભાગના લોકોને ભગવાનમાં વિશ્વાસ હોય છે. હું પણ ભગવાનમાં ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા રાખુ છું. હું તેમને મારા હૃદયની ખૂબ નજીક માનું છું. જે રીતે કોઇ ખાસ મિત્ર સાથે દરેક વાતની ચર્ચા કરવામાં આવે છે, કહેવામાં આવે છે, તે જ રીતે હું ભગવાનને રોજ સવાર-સાંજ મારા દિવસની બનેલી ઘટનાઓ અને મનની વાતો કહું છું. મેં હંમેશા તેમને મારી સાથે હોવાનો અનુભવ કર્યો છે. હું રોજ ભગવાનની પૂજા-અર્ચના કરું છું પણ તેમની પાસે મારા માટે ક્યારેય કશુંય માગતો નથી. ફક્ત એટલું જ કહું છું કે, હે, ઇશ્વર મારા પોતાના લોકોની દરેક ઇચ્છા પૂરી કરો અને તેમને હંમેશા ખુશ રાખો. જ્યારે મારા પોતાના લોકો ખુશ રહેશે તો હું પણ ખુશ રહીશ.

  1. રશ્મિ દેસાઇ

ઉતરન, ઇશ્ક કા રંગ સફેદ, બેલનવાલી બહૂ જેવી લોકપ્રિય સિરિયલની કલાકારા અને ગુજરાતી ફિલ્મ સુપરસ્ટારની અભિનેત્રી રશ્મિને પણ ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા છે. તે કહે છે, હું રોજ સવારે પૂજા કરું છું. ભગવાનને દિવો પ્રગટાવું છું. ઘણાબધા ઉપવાસ પણ કરું છું. કોઇપણ નવું કામ શરૂ કરતા પહેલા હું ભગવાને હાથ જોડીને તેમના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતી નથી. મારા ઘરમાં ભગવાનનું એક સુંદર મંદિર પણ છે અને હું મારા પર્સમાં પણ ભગવાનનો ફોટો હંમેશા સાથે જ રાખુ છું. કેટલાક ખાસ મંત્ર, ધાર્મિક પુસ્તકો પણ મારા પર્સમાં સાથે હોય છે. સેટ પર જ્યારે પણ સમય મળે કે પછી ગાડીમાં આવતા જતા હું હંમેશા તે વાંચવાનું પસંદ કરું છું. મને લાગે છે કે હું આજે જે પણ છું તે ભગવાનના કારણે જ છું. મેં અત્યાર સુધી જે પણ ભગવાન પાસે માંગ્યુ છે તે તેમણે મને દીધુ છે. હું તેમની પાસે રોજ એક જ પ્રાર્થના કરું છું કે દુનિયાની કોઇપણ ખરાબ બાબત મારી નજીક ન આવે.

  1. જય સોની

બા, બહુ ઔર બેબી, સસુરાલ ગેંદા ફુલ, સંસ્કાર ધરોહર અપનો કી, કુછ રંગ પ્યાર કે ઐસે ભી, ભાગ બકુલ ભાગ અને લાલ ઇશ્ક જેવી સિરિયલોના મુખ્ય પાત્ર જય સોની પોતે ખૂબ ધાર્મિક છે. તે કહે છે કે, હું સ્પીરીચ્યુઅલ વ્યક્તિ છું, ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવું છું. રોજ પૂજા-પાઠ કરું છુ અને વ્રત-ઉપવાસ પણ કરું છું. હું શનિદેવનો મોટો ભક્ત છું અને દર શનિવારે મંદિર જાઉં છું. ક્યારેક બીઝી શિડ્યુલના કારણે મંદિર જઇ શકતો નથી, પણ જ્યારે પણ સમય મળે શનિદેવના મંદિરે દર્શન કરવા જાઉં છું. આમ તો ભગવાન મારી બધી જ ઇચ્છાઓ પૂરી કરે છે અને મારી બધી જ વાત સાંભળે છે પણ જ્યારે તે મારી કોઇ ઇચ્છા પૂરી કરતા નથી તો હું નિરાશ પણ થઇ જાઉં છું. બીજી જ પળે મને લાગે છે કે ભગવાને જે કર્યું તે મારા સારા માટે જ કર્યું છે. હું બુદ્ધિઝમને ફોલો કરું છું. ભગવાન બુદ્ધના વિચનોનું પણ પાલન કરું છું.

 

  1. બરખા બિષ્ટ

પરવરીશ, સાજન ઘર જાના હૈ, યે હૈ આશિકી, તુમ સાથ હો જબ અપને, સંકટ મોચન મહાબલી હનુમાન, નામકરણ, તેનાલી રામા, પાર્ટનર્સ –ટ્રબલ હો ગઇ ડબલ અને હાલમાં શ્રીમાન શ્રીમતિજી ફીરસે માં જોવા મળતી બરખાના ઘરમાં શીવભક્તિનું ખૂબ મહત્વ છે. તે કહે છે, મેં નાનપણથી જ ઘરમાં શીવભક્તિ જોઇ છે. સાથે જ લક્ષ્મીજીની પૂજા કરતા પણ જોયા છે. તેથી હું પણ દરેક દેવી-દેવતાઓની પૂજા રોજ કરું છું. જીવનમાં કંઇક સારું બને તો તેમને થેન્ક્સ કહેવાનું ક્યારેય ચૂકતી નથી. ભગવાન સાથે મારા ઘણાબધા અનુભવો જોડાયેલા છે. જ્યારે મારા જીવનમાં કોઇ ખરાબ સમય આવે અને મને વધારે નુકસાન પહોચાડ્યા વિના દૂર થઇ જાય તો તે સમયે મને સમજાય છે કે મારી સાથે કોઇ દૈવીય શક્તિ જરૂરથી જોડાયેલી છે. હું વ્રત રાખવામાં પણ માનું છું. લગ્ન પહેલા સારો પતિ મેળવવા માટે હું દર સોમવારના શીવજીના વ્રત રાખતી હતી. સારો પતિ મળ્યા પછી હવે મારા પતિ માટે ફક્ત કરવાચોથનું વ્રત રાખું છું.

  1. દિપીકા સિંહ

દિયા ઔર બાતી, તુ સૂરજ મૈં સાંજ પિયાજી સિરિયલથી લોકપ્રિય થયેલી દિપીકાને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા રહેલી છે. તે કહે છે કે,       ભગવાનમાં મને ઊંડી શ્રદ્ધા છે અને તેના કારણે જ હું આજે સફળતા મેળવી શકી છું. થોડા વર્ષો પહેલા હું દિલ્હીથી એકલી જ મુંબઇ આવી હતી. મેં મારા પિતાજીને જાણ પણ કરી નહોતી. તે સમયે મને ભગવાન પર શ્રદ્ધા હતી કે તે મને મારી મંજીલ સુધી જરૂરથી પહોચાડશે. હું પીજીમાં રહેતી હતી અને સેન્ડવીચ ખાઇને દિવસો પસાર કરતી હતી. તે સમયે મારી કેટલાક એવા લોકો સાથે ઓળખાણ થઇ કે જેમની સંગતમાં રહેવાથી કદાચ મારું જીવન ખરાબ થઇ ગયું હોત. તે સમયે મને હંમેશા એક જ વાતનો અનુભવ થતો કે ભગવાન દરેક પળે મારી સાથે છે. કદાચ એ જ કારણ હતું કે હું ખોટા રસ્તે જતા બચી ગઇ. સાથે જ ભગવાનની કૃપા અને મારી મહેનતના કારણએ મને સિરિયલોમાં સારી તક મળતી ગઇ. હું હનુમાનજીમાં ખૂબ વિશ્વાસ રાખુ છું અને દિવસમાં ત્રણવાર હનુમાન ચાલીસા વાંચુ છું. મને હનુમાન ચાલીસા વાચીને ખૂબ સારું લાગે છે.

Loading

Spread the love

Leave a Comment