આયુષમાન ખુરાના અને ક્રીતી સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે આવી રહ્યા છે. બંનેએ બોલિવૂડમાં પોતાની રીતે અલગ પ્રકારના પાત્ર ભજવીને બોલીવૂડમાં પોતાનું નામ જાણીતુ કર્યું છે. પોતાની અત્યાર સુધીની ફિલ્મો કરતા અલગ જ પ્રકારના પાત્રમાં તેઓ જોવા મળવાના છે. આ પહેલા આયુષમાન વીકી ડોનર અને દમ લગાકે હૈસા જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. ફિલ્મ બરેલી કી બર્ફીમાં પહેલીવાર તે પોતાના પાત્રને અલગ જ અંદાજમાં દર્શકોની સામે લઇને આવ્યા છે. ફિલ્મ અંગે આયુષમાન સાથે થયેલી રૂબરૂ વાતચિત.

આયુષમાન માટે પાત્ર કેટલું મુશ્કેલ અને અલગ રહ્યું.

મારા માટે ફિલ્મ બરેલી કી બરફીનું પાત્ર ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું કારણકે અત્યાર સુધીની મારી ફિલ્મોમાં હું સીધા અને સરળ યુવકના પાત્રમાં જ જોવા મળ્યો છું. પહેલીવાર હું ફિલ્મમાં બુલી જેવું પાત્ર ભજવી રહ્યો છું. મારું પાત્ર થોડું અગ્રેસીવ પણ છે. ટપલી મારતો જોવા મળીશ, લોકો પાસે કામ કઢાવી લેતો જોવા મળીશ. મારા માટે સૌથી મુશ્કેલ બાબત આ પાત્ર માટે એ હતી કે જ્યારે તમે તમારા સ્વભાવ કરતા અલગ પાત્ર ભજવતા હો તો રીયલમાં અલગ અનુભવ થવા લાગે છે. ફિલ્મમાં હું ચાલબાઝ વ્યક્તિ તરીકે જોવા મળીશ.

તારા પાત્રની વિશેષતાઓ કઇ છે. ભાષાને કઇ રીતે સરળતાથી ન્યાય આપી શકે છે.

ચિરાગ દુબેનું પાત્ર ભજવી રહ્યો છું. જે બીટ્ટી નામની યુવતીના પ્રેમમાં હોય છે અને તે પ્રેમને મેળવવા શું કરે છે, તે ફિલ્મમાં જોઇ શકાશે. તે સિવાય ભાષા પણ મહત્વની રહી. તમે જે સ્થળે જાઓ તે પ્રમાણે ભાષામાં અને બોડી લેગ્વેજમાં થોડો ઘણો ફેરફાર તમારામાં આપોઆપ જોવા મળતો હોય છે. ઉપરાંત તમારું પાત્ર તેમાં સૌથી મહત્વનો ભાગ ભજવી દે છે. મારી હિન્દી ભાષા નાનપણથી જ ખૂબ સારી છે. તેનાથી મને ખૂબ જ ફાયદો થાય છે. મારી મમ્મી હિન્દી સાથે એમ.એ થયેલા છે. નાનપણથી જ ઘરમાં હિન્દી ભાષાનું વાતાવરણ રહ્યું છે. મેં થિયેટર પણ હિન્દીમાં કર્યું છે. હું માનું છું કે તમારી હિન્દી અને સંસ્કૃત ભાષા સારી હોય તો બીજી કોઇપણ ભારતીય ભાષા સરળતાથી પકડી શકાય છે.

બરેલી કી બરફીમાં બરફી કોણ છે.

બરેલી કી બરફીમાં જે સ્વીટ પાત્ર હોવું જોઇએ તે હું નથી. તે તમને મારા પાત્રને અને ફિલ્મને જોઇને ખબર પડી જશે.

રાજકુમાર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

હું માનું છું કે એક સારા કલાકાર સાથે કામ કરો તો તમારા રીએક્શન હંમેશા સારા અને અલગ જ આવે છે. તમે કઇક નવું જાણી અને શીખી શકો છો. તમારી ફિલ્મ વધારે સારી દેખાય છે. દરેક સીનમાં તમને સ્પાર્ક જોવા મળે છે. દરેક કલાકાર કઇક નવું કરવા ઇચ્છતો હોય છે, જેના કારણે સીન અને ફિલ્મ યુનિક બની જતી હોય છે.

આ ફિલ્મમાં તે કોઇ ગીત ગાયું છે.

હા, આ ફિલ્મમાં ચાર કે પાંચ ગીતો છે, તેમાંથી મેં એક ગીત “તુ નઝમ નઝમ સા મેરે હોઠો પે ઠહરજા, મેં ખ્વાબ ખ્વાબ સા તેરી આંખો મેં જાગુ રે” ગાયુ છે. બંગાળી ગીત છે અને તેને ઉર્દૂમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે.

ક્રીતી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

આ ફિલ્મમાં તે એક જ એવું પાત્ર છે જે અર્બન અવતારમાં જોવા મળશે. તે જોનરને ચેન્જ કરી દેશે. તેને હું ક્રીતી નહીં પણ પ્રીટી સેનન કહીને બોલાવું છું.

આયુષમાનને એક્ટર જ બનવું હતું.

લોકો એક્ટર બનવા માટે ઘરેથી ભાગી જતા હોય છે પણ તમને જાણીને નવાઇ લાગશે કે મને મારા ઘરનાએ એક્ટર બનવા માટે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. મારા પિતા એક ખૂબ સારા જ્યોતિષના જાણકાર છે. તેમને મારી કરિયર ક્યારે અને શેમાં છે, તેનો ખ્યાલ આવી ગયો હતો. તેમનું માનવું હતું કે યોગ્ય કામ કરવા માટેનો આ યોગ્ય સમય છે. મને સામેથી ટીકીટ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે હવે તું મુંબઇ જા. આવો સપોર્ટ ઘણા ઓછા લોકોને મને છે.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment