ફેશનની દુનિયામાં પ્રિન્ટ્સ હંમેશાથી લોકપ્રિયતા ધરાવે છે. તેમાંપણ સ્પર્ધા થતી રહેતી હોય છે. જોકે જોવા જઇએ તો ફેશનમાં એનિમલ પ્રિન્ટનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આ પ્રિન્ટ બોલ્ડ લુક દર્શાવે છે. સાથે જ તે પ્રિન્ટને રીચલુક પ્રદાન કરનારી પણ ગણવામાં આવે છે અને એટલા માટે જ આજકાલ કોલેજ ગોઇંગ ગર્લ્સ તેને વધારે પસંદ કરે છે.
આમ તો હંમેશાથી મોર્ડન અને સ્ટાઇલિશ વુમનના વોર્ડરોબમાં બદલાતી ફેશન અને બદલાતી પ્રિન્ટના આઉટફીટ હંમેશા જોવા મળે છે. જેમાં એનિમલ પ્રિન્ટ દરેકના વોર્ડરોબમાં હોય જ. તેમ છતાંય શિયાળાની શરૂઆત અને હાલની ફેશનમાં ફરીથી તેનો ક્રેઝ હાલમાં ખૂબ વધી રહ્યો છે. એનિમલ એક્સપર્ટના જણાવ્યા અનુસાર એનિમલ પ્રિન્ટ રીચ ટેસ્ટને અને સ્ટેટસને દર્શાવે છે. તેમાં અનેક વિકલ્પો મળી રહે છે.
વિવિધ એનિમલ પ્રિન્ટ્સ
એનિમલ પ્રિન્ટમાં લેપર્ડ, સ્નેક, જીબ્રા જેવી પ્રિન્ટને લોકો પસંદ કરે છે. આ તમામ પ્રિન્ટમાંથી તમે કોઈપણ પ્રિન્ટ ઉપર પસંદગી ઉતારી શકો છો. આ ઉપરાંત પ્રિન્ટના આઉટફિટ સાથે ડિઝાઈનનું પણ કોમ્બિનેશન જોવા મળે છે. જે આ પ્રકારના નામ ઓર ફીટની વધારે આકર્ષક અને રિચ લુક આપે છે. વેસ્ટર્ન આઉટફિટમાં આ વધારે લોકપ્રિય છે. વેસ્ટર્ન આઉટફિટમાં એનિમલ પ્રિન્ટ વધારે આકર્ષક લાગે છે. લેપડ પ્રિન્ટના મીડી ડ્રેસ, જીબ્રા પ્રિન્ટના સિમેટ્રીકલ સ્કર્ટ્સ તેમજ લોન્ગ કોટ, પાર્ટીવેર ડ્રેસ, મીની સ્કર્ટ્સ, ટોપ, શોર્ટ પાર્ટી ગાઉન, લોંગ ગાઉન વગેરે આકર્ષક આઉટફીટ હોય છે. એનિમલ પ્રિન્ટથી બનેલ દરેક આઉટફીટ તમને સ્માર્ટ અને સ્ટાઇલિશ લુક આપવા માટે પૂરતા છે. એનિમલ પ્રિન્ટના ડ્રેસમાં ખર્ચો કરવા માટે વધારે વિચાર કરવાની જરૂર નથી કારણકે તે જોઈને જ તમે તેને પસંદ કરી લેશો. પહેર્યા પછી તેનું આકર્ષણ તમારા માટે અને લોકો માટે ક્યારેય ઓછું થશે નહીં.
એનિમલ પ્રિન્ટ ના આઉટફિટની પસંદગી તમારા તમારામાં ફેશન ની પહેલી સમજણને પણ દર્શાવે છે અને તે કેટલી પાવરફૂલ છે તેનો અહેસાસ તમે કરી શકશો. ફક્ત એટલું જ નહીં એનિમલ પ્રિન્ટ ની એક્સેસરીઝ પણ આજકાલ ચલણમાં છે. એનિમલ પ્રિન્ટ ના ફક્ત આઉટફીટ જ ફેશનમાં નથી પરંતુ તેની સાથે જોડાયેલી એક્સેસરીઝ પણ એનિમલ પ્રિન્ટ ની મળે છે. ફ્રેન્ડશીપ બેલ્ટ હોય કે પછી પર્સ, ક્લચ હોય કે પછી હૅટ, હેર બેન્ડ હોય કે વોચ બેલ્ટ્સ, ફૂટવેર, ની હાઇ લેન્થ બૂટ્સ, પર્સ, મીડી સ્કર્ટ્સ, સ્વેટર્સ, સ્કાર્ફ વગેરેમાં પણ જુદા પ્રકારના એનિમલ પ્રિન્ટની લોકપ્રિયતા વધી છે. એક્સેસરીઝમાં સૌથી વધારે સ્નેક્સ અને લેપર્ડ પ્રિન્ટ્સ જોવા મળે છે. તે સિવાય ઓવરકોટમાં પણ લેપર્ડ પ્રિન્ટને લોકો વધારે પસંદ કરે છે. લેપર્ડ પ્રિન્ટ સૌથી વધારે રીચ લુક આપતી હોવાથી તેને વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ફક્ત શિયાળાના આઉટફીટ માટે જ નહીં પણ ઉનાળા અને ચોમાસામાં પણ પહેરી શકાય તેવા આઉટફીટમાં હવે આ પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
કોલેજ ગોઇંગ ગર્લ્સ માટે આ એક આકર્ષક ફેશન બની છે. આજકાલ યુવાઓ દ્વારા અલગ-અલગ પ્રકારની થીમ પાર્ટીઝ યોજવામાં આવે છે જેમાં એનિમલ પ્રિન્ટનો ક્રેઝ સૌથી વધારે રહેલો છે.