મોટાભાગની યુવતીઓ અને મહિલાઓ પ્રસંગ પ્રમાણેના સિંપલ કે ડિઝાઇનર ટોપ પહેરવાનું પસંદ કરતી હોય છે. સાથે જ તે કંફર્ટ શું રહેશે તે પણ ધ્યાન રાખતી હોય છે. હાલમાં ઘણાબધા કંફર્ટેબલ સ્ટાઇલિશ ટોપ ટ્રેન્ડમાં છે. જીન્સ અને સ્કર્ટ ઘમા હોય પણ ક્યારેય તેમાં ટોપની પસંદગી લીમીટેડ બની જતી હોય છે. જોકે હવે તો ડિફરન્ટ ડિઝાઇન્સના અને સ્લીવ્સના અનેક પ્રકારના ટોપ્સ બજારમાં મળી રહ્યા છે, જેના કારણે અલગ અલગ ડ્રેસીંગ માટેના ઓપ્શન મળી રહે છે. તો જાણીયે કે હાલમાં યુવતીઓ અને મહિલાઓ કેવા પ્રકારના ટોપને પસંદ કરી રહી છે.

કોઇપણ વ્યક્તિ હોય તે હંમેશા કમ્ફર્ટ ફીલ કરાવે તેવો પહેરવેશ પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. સાથે જ તેમનો લુક સ્ટાઇલિશ પણ લાગે તે મહત્વનું હોય છે. દરેય યુવતીઓની પણ આ જ ઇચ્છા હોય છે. હાલમાં માર્કેટમાં કમ્ફર્ટેબલ સ્ટાઇલિશ ટોપ અટાયરની ખૂબ ડિમાન્ડ છે. તેને પહેરીને તમે પણ એટ્રેક્ટિવ દેખાઇ શકો છો.

પફ બોલ ટોપ

પફ બોલ ટોપ કોલેજ ગોઇંગ યુવતીઓમાં વધારે લોકપ્રિય છે. જો તમે પણ પફ બોલ ટોપને પસંદ કરી રહ્યા હો તો તે ટલ સ્કર્ટ, લોન્ગ સ્કર્ટ, નોર્મલ જીન્સ કે હાઇ વેસ્ટ જીન્સની સાથે જ પહેરી શકશો. તેનાથી તેનો લુક વધારે આકર્ષક લાગશે. તેની સાથે હંમેશા હાઇ હિલ્સ સેન્ડલ્સ જ પહેરવાનું રાખો. આ રીતે તમારું ડ્રેસઅપ લુક કમ્પલીટ લાગશે. પફ બોલ ટોપ્સ એટલા બધા લોકપ્રિય છે કે હવે તો માર્કેટમાં પફ શોર્ટ ડ્રેસીસ પણ જોવા મળી રહ્યા છે.

નેટ સીકવન્સ ટોપ

આ પ્રકારના ટોપ પર સીકવન્સ વર્ક હોય છે. જેનાથી ટોપ અટાયર વધારે સુંદર લાગે છે. નેટ સીકવન્સ ટોપને પેન્સિલ સ્કર્ટની સાથે પહેરો. સાથે જ તમે સેન્ડલ કે હાઇ હીલ પહેરી શકો છો.

બેલ સ્લીવ્સ ટોપ

આ પ્રકારની સ્લીવ્સમાં નીચેની તરફના ભાગમાં એકસ્ટ્રા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેની ડિઝાઇન ફ્રિલ જેવી હોય છે. તમે આ ટોપને જીન્સ કે લોન્ગ સ્કર્ટની સાથે પહેરી શકો છો.

રફલ્ડ વિંગ ટોપ

આ ટોપમાં ઉપર અને નીચે બંને સ્લીવ્સ પર ફ્રિલ જોડાયેલી હોય છે. જ્યારે તમે તેને પહેરો છો અને તમારા બંને હાથ ઉપરની તરફ લઇ જશો, તો ફ્રિલની ડિઝાઇન પાંખ ફેલાયેલી હોય તેવી દેખાશે. આ ટોપની સાથે પેન્સિલ જીન્સ પહેરવાનું રાખો.

લોટસ લીફ સ્લીવ્સ ટોપ

લોટસ લીફ સ્લીવ્સ ટોપ, નોર્મલ ટોપની જેવા જ હોય છે. પરંતુ તેની સ્લીવ્સ આગળના ભાગ તરફથી લોટસ લીફ એટલે કે કમળની પાંદડીઓ જેવી ખુલેલી હોય તેવી દેખાય છે. તેથી આ ટોપ સિંપલ હોવા છતાંય પાર્ટી ટોપ માટે બેસ્ટ ગણાય છે. તેને તમે શોર્ટ કે લોન્ગ ડેનિમ સ્કર્ટની સાથે અથવા તો જીન્સની સાથે પહેરી શકો છો.

રિવિરા વિનટેક્સ ટોપ

આ ટોપના નીચેના ભાગમાં ઝીણી ઝીણી પ્લેટ્સની ડિઝાઇન જોવા મળે છે. આ જ પ્લેટ્સની ડિઝાઇન સ્લીવ્સ પર પણ જોવા મળે છે. આ ડિઝાઇનના કારણે જ આ રિવિરા વિનટેક્સ ટોપ બધા કરતા ડિઝાઇનની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. તેને તમે શોર્ટ્સ કે જીન્સની સાથે પહેરી શકો છો. તેનાથી એક અલગ પ્રકારનો લુક સરળતાથી મળી શકે છે.

Loading

Spread the love

Leave a Comment