માધુરી દિક્ષિત નેને, શશાંક ખૈતાન, અને તુષાર કાલિયાની ટેરિફિક ત્રિપુટી પોતાના આગવા વ્યક્તિત્વો તથા ઝળહળતી સિનર્જી વડે પુનઃ જાદુ જગવશે.

આ મંચ પર, ઉંમરનો કોઇ બાધ નથી, ડાન્સ એક માત્ર ભાષા છે અને માત્ર ઘેલછાનું મહત્વ છે. એક એવું મંચ જેણે વયની રૂઢિવાદિતાને તોડવા માટે દર્શકો તરફથી અપાર પ્રેમ અને પ્રશંસા મેળવેલ છે તે બમણી દીવાનગી સાથે પાછું ફરશે. કલર્સ પોતાના ડાન્સ રિઆલિટી શો, ડાન્સ દીવાનેની બીજી સીઝન લોન્ચ કરવા સુસજ્જ છે. જે દેશની ત્રણ પેઢીઓને એક અલ્ટીમેટ ડાન્સ ફલોર પર એક સાથે લઇ આવે છે. પોતાના હાર્દમાં એક માત્ર ફિલોસોફી ‘યહાઁ દીવાનગી નહીં કીસી કી કમ… દેખેંગે કિસ જનરેશન મેં હૈ દમ’ સાથે, નવી સીઝન ને આ સીઝનના અલ્ટીમેટ ડાન્સ દીવાને બનવાના બહુ વાંછિત બિરૂદ માટે સ્પર્ધા કરવા ત્રણ વિભિન્ન વય જૂથમાંથી તાજી નવી પ્રતિભા હશે. ડ્રિમ્સ વોલ્ટ મીડિયા દ્વારા નિર્મિત અને કોલગેટ દ્વારા પ્રસ્તુત, ડાન્સ દીવાને 15મી જૂનના રોજ પ્રીમિઅર કરશે અને દર શનિવાર અને રવિવારે રાત્રે 9:00 કલાકે કલર્સ પર દર્શાવવામાં આવશે.

પ્રતિસ્પર્ધીઓએ પડકારો જીલવાના રહેશે કેમ કે સ્પર્ધામાં ‘પ્લે, પોઝ અને રિવાઇન્ડ’ના તત્વો પ્રતિસ્પર્ધીઓના ભાવિ નકકી કરશે. જ્યાં ‘પ્લે’ તેઓને શોમાં આગળ લઇ જશે, પોઝ તેઓને જજિસને પ્રભાવિત કરવાની એક વધુ તક આપશે અને રિવાઇન્ડ તેઓને ડેન્જર ઝોનમાં લાવી દેશે. અદ્દભુત ત્રિપુટી, બોલીવુડની ડાન્સિંગ દીવા, માધુરી દિક્ષિત, પ્રથમ ક્રમાંકના ડીરેક્ટર શશાંક ખૈતાન અને નિપૂણ કોરિયોગ્રાફર, તુષાર કાલિયા જજિસ તરીકેની પોતાની ભૂમિકામાં ફરીથી આવશે. જ્યારે ટેલિવિઝનના હૈયાંની ધડકન, અર્જુન બિજલાની હોસ્ટ તરીકે ફરી પાછા આવશે.

વિષયવસ્તુ પર ટિપ્પણી કરતાં, વાયાકોમ18 ખાતે હિન્દી માસ એન્ટરટેનમેન્ટ એન્ડ કિડ્સ TV નેટવર્કના હેડ, નીના અલાવિઆ જયપુરિયાએ કહ્યું, “કલર્સ પર એક સફળ સીઝન પછી, અમારી ઘરઆંગણાંની પ્રોપર્ટી– ડાન્સ દીવાનેની બીજી સીઝન લઇ આવતા અમે પુલકિત છીએ. આ અનોખા ફોર્મેટ વડે, ફરી એક વારઅમારો ધ્યેય વયની આસપાસની રૂઢિવાદિતાને તોડવા અને દીવાનગીને બ્રાન્ડ–ન્યૂ રીતે વ્યાખ્યાયીત કરવાનો છે. પ્રતિસ્પર્ધીઓની પ્રતિભા, પેઢીઓ માંહેની ઘેલછા અને અપવાદરૂપ જજિસ ચોક્કસપણે એક એવી મુસાફરી ખેડશે જે દેશભરના દર્શકોને પ્રેરિત અને મનોરંજિત કરશે. અમે એક એવી બ્રાન્ડ જે વર્ષોથી પેઢીઓનો ભરોસો ધરાવે છે, કોલગેટ અમારી સાથે પ્રસ્તુતકર્તા પ્રાયોજક હોવા બાબતે પણ પુલકિત છીએ અને એક સરસ જોડાણ માટે આતુર છીએ.”

શોના અનોખા ફોર્મેટ પર ટિપ્પણી કરતાં, કલર્સના વાયાકોમ18ના હિન્દી માસ એનટરટેનમેન્ટ માટેના સીય કન્ટેન્ટ ઓફિસર, મનિષા શર્માએ કહ્યું, “દર્શકો તરફથી ભરપૂર ટેકા સાથે, ડાન્સ દીવાનેની બીજી સીઝન લઇને આવતાં અમે આનંદિત છીએ. ડાન્સ દીવાને જેવું પ્લેટફોર્મ જે રચનાત્મકતા લઇને આવે છે તે સાચે જ અમારા દેશના લાખો લોકોની ઘેલછા અને નિર્ધારની વ્યાખ્યા અને પ્રતિનિધિત્વ કરે છે. ડાન્સ માટે તમામ ત્રણેવ પેઢીઓમાં જે દીવાનગી છે તે આ શોને પડદા પર જાદુ જગાવનાર બનાવવામાં મદદ કરે છે, અમે આ શોને વધુ સુંદર અને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. આ સીઝનમાં ફરી એક વખત શો પરની પ્રતિભા દર્શકોને આશ્ચર્યચકિત કરી દેશે અને કહેવાની જરૂર નથી કે અદ્દભુત જજિસની ત્રિપુટી આ અનુભવમાં ઉમેરો કરશે.”

જજની સીટ પર પાછા ફરતાં આનંદિત, માધુરી દિક્ષિત નેનેએ કહ્યું, “મારું આખું જીવન, હું માનતી આવી છું કે વય એક સંખ્યા માત્ર છે અને ઘેલછા જ છે. તમે જે ઇચ્છો છો તે પામવું જરૂરી છે. ડાન્સ મારી સૌથી મોટી ‘દીવાનગી’ હોવાથી અને મારા હૈયાંની અત્યંત નિકટ હોવાથી ડાન્સ દીવાને મારા માટે વધુ ખાસ બની જાય છે. પ્રથમ સીઝન મને આશ્ચર્યચકિત, પ્રેરિત અને વધુ પ્રતિભાના સાક્ષી બનવા આતુર કરી ગઇ. વયને નાથી દેતા શો પર પાછા ફરતાં હું અત્યંત આનંદિત છું જ્યાં માત્ર પ્રતિભાની જ ગણના થાય છે. તમામ ત્રણેય પેઢીઓને સ્પર્ધા કરતી અને એ જ વખતે પરસ્પરને પ્રોત્સાહન આપતી જોવાથી વધારે કાંઇ પણ રોમાંચક ન હોઇ શકે.”

ડાયરેક્ટર શશાંક ખૈતાને કહ્યું, “ડાન્સ દીવાને જેવા ફોર્મેટનો હિસ્સો બનવા બદલ હું ભાગ્યશાળી છું જેણે ડાન્સમાં ક્રાન્તિ આણવાની સાથે જ તમામ વય જૂથના પ્રતિસ્પર્ધીઓને માટે છે. શો ડાન્સર્સની બહોળી શ્રેણી લઇને આવે છે અને તેઓને ડાન્સિંગ માટેની પોતાની ઘેલછા જીવવા એક મંચ પુરું પાડે છે. હું મારા કો–જજિસ, માધુરીજી અને તુષાર તથા હોસ્ટ અર્જુન બિજલાનીની સાથે ફરીથી જોડાતા પણ રોમાંચિત છું કેમ કે અમે ઇન્ડિયાના હવે પછીના ડાન્સ દીવાનેની ખોજ માટે એક મુસાફરી પર નીકળ્યાં છીએ.”

કોરિયોગ્રાફર તુષાર કાલિયાએ કહ્યું, “મારા માટે ડાન્સ દીવાનેને જે અત્યંત ખાસ બનાવે છે તે ત્રણ વિભિન્ન પેઢીઓમાંથી પ્રતિભાશાળી ડાન્સર્સ છે જે પોતાની ધગધગતી ઊર્જા અને નોંધપાત્ર ડાન્સિંગ વડે મંચ ધમધમાવવા તૈયાર છે. શો નો હિસ્સો બનવા બાબતે હું પુલકિત છું અમે હું પ્રતિભાને માર્ગદર્શન આપવા દ્વારા તેઓને પોષવા દઈ રહેલ છું અને તેઓને શો પર હોય ત્યારે સારા ડાન્સર બનવા જોઈતી બારીકીઓ શીખવીશ.”

ડ્રિમ્સ વોલ્ટ મીડિયાના નિર્માતા, અરવિન્દ રાવે એમ કહેતા સમાપન કર્યું, “વયનો કોઈ મતલબ નથી, આ ડાન્સ માટેનો પ્રેમ અમે દીવાનગી છે જે કામ કરે છે! ગત વર્ષે સીઝન 1 દરમ્યાન દર્શકો જેની સાથે જોડાઈ ગયાં હતાં તે લાગણી હતી. સીઝન 2 આવી પહોંચલ હોવા સાથે, અમે દેશભરમાં અને તમામ પેઢીઓ માંહે પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને તેઓને ડાન્સ માટેની પોતાની દીવાનગી પ્રદર્શિત કરવાની આશા સેવીએ છીએ અને દર્શકો સાથે વધુ મજબૂત જોડાણનો ધ્યેય રાખીએ છીએ.”

ફિલ્મી દુનિયામાં એવું કહેવાય છે કે દીવાનગી કી કોઈ હદ નહીં હોતી, ડાન્સ દીવાનગી કી કોઈ ઉમર નહીં હોતી! કેવી રીતે તે જોવા માટે જોડાયેલા રહો. કોલગેટ દેવારા પ્રસ્તુત ડાન્સ દીવાને નિહાળો, 15મી જૂન, 2019થી શરૂ કરી, દર શનિવાર અને રવિવારે રાત્રે 9:00 કલાકે કલર્સ પર દર્શાવવામાં આવશે.

 

Loading

Spread the love

Leave a Comment