આજના સમયની માગ છે વિવિધ વસ્તુ-વિષય. કલર્સે છેલ્લા એક વર્ષમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતા, જુદી જુદી લાગણી ધરાવતા વિષયોને લઈને, સામાજિક ધોરણે પ્રાસંગિક બાબતો કે જેના પર દર્શકો વચ્ચે વાતચીત કે સંવાદ થતા રહે તેવા પોતાના વિષયવસ્તુને લઈને પોતાની સૂચી મજબૂત બનાવી છે. કલર્સે હમેશાં ‘સૂચ-પ્રથમ’ ફિલસૂફીમાં વિશ્વાસ કર્યો છે અને તેમની સર્જનાત્મકતા, અભિગમ, અને પહેલોને આ જ દ્રષ્ટિબિંદુ સાંપડે તે રીતે કામ કર્યું છે. અનેક વાર્તા સાથે કલર્સે જુદા જુદા વયજૂથ અને વિવિધતા સાથે શ્રેણીબદ્ધ શો રજુ કર્યા છે, જેમાં જુદી જુદી સંસ્કૃતિઓનો સમન્વય છે અને મનોરંજનનો રસથાળ છે. આ શોની પ્રાસંગિકતા માત્ર દર્શકોને જોડે છે, અને જકડી રાખે છે.
2019-વીતેલું વર્ષ- બિનપ્રણાલિગત પ્રેમ કથા- ત્રણ વ્યક્તિઓ-અઝાન (અરિજિત તનેજા), શાયર (સમીક્ષા જયસ્વાલ) અને નૂર (ડાયના ખાન), કે જેઓ પ્રેમ, બદલો અને પશ્ચાત્તાપના જાળામાં ફસાય છે, તે બહુ બેગમ, કલર્સનો આ શાહી શો છે. બીજી આવી જ મન જકડી લે તેવી વાર્તા છે – બેપનાહ પ્યાર. રઘુબીર (પર્લ વિ પૂરી અભિનીત) એના ભાગ્ય સાથે ટકરાય છે. જ્યારે એના પ્રાણપ્રેમી બાની (અપર્ણા દીક્ષિત દ્વારા અભિનીત) નું રહસ્યમય રીતે મૃત્યુ થાય છે.
વાર્તા દ્વારા સક્ષમીકરણ- ચીલાચાલુ ધારણાઓને તોડીને સામાજિક વ્યવહારુ ઘરેડો સામે પ્રશ્નો ઊઠાવી લોકો વચ્ચે પ્રખર દલીલબાજી કરીને છોટી સરદારનીએ પ્રેમ, માતૃત્વ, અને સંબંધોની અગાઉથી ધારી લીધેલી ભ્રમણાઓને તોડી છે. સામાજિક ઉત્થાનને વરેલી કલર્સની સામાજિક ડ્રામાની આ વાર્તામાં વિદ્યા દ્રઢતાથી જાહેર શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓ પર ધ્યાન આપે છે. શક્તિ …અસ્તિત્ત્વ કે એહસાસ કી એ 2016 થી દર્શકોની મનપસંદ રહી છે. હૃદય વિભોર કરે તેવી આ વાત ટ્રાન્સ-જેન્ડર સૌમ્યા (રૂબીના દિલિક)ની છે. અત્યંત આધ્યાત્મિક સાહિત્યના અતીન્દ્રિય ચિંતન, ભગવાન કૃષ્ણ (રજનીશ દુગ્ગલ) અને રાધા (શાઈની દોશી-સૂત્રધારના રૂપમાં) ભાગવત મહાપુરાણની કથા રજુ કરે છે. આ સાથે કલર્સે એક પૌરાણિક કથા રામ સિયા કે લવ કુશ શ્રૃંખલા શરુ કરી છે. એમ કહેવાય છે કે બધી સારિ વસ્તુઓ એક દિવસ પૂરી થાય છે. કલર્સના ઘણાં લાંબા સમયથી ચાલતા અને લોકપ્રિય શો ઉડાન અને ઈશ્ક મેં મર જાવાં આ વર્ષે પૂરા થયા. ઉડાન સાડા પાંચ વર્ષ જેવું ચાલ્યું અને એ સામાજિક ઉત્થાનના સંદેશ, સચોટ અને દ્રઢ સંવાદ અને સ્ટાર એના રહસ્યમાં બિલકુલ ચોંટેલા રહ્યા.
કલર્સે એક બીન્પ્રનાલીગત વિષય-વસ્તુ પર હાથ અજમાવ્યો છે. એક નવો, તાજો જ અભિગમ લઈને “આંગણ થી અખાડો- કેસરીનંદન” લઈને આવ્યાં, જેમાં એક નાની છોકરી પોતાના પિતાના કુશ્તીબાજીના સપનાં માટે કેવી રીતે ગૌરવ લાવવું તેની પ્રોત્સાહક વાત લાવે છે. વિષ- એક ઝેરીલી પ્રેમકથા ધાર પર ચાલતી વાર્તા કહે છે. એના નાના-મોટા વળાંકો દર્શકોને જકડી રાખે છે. ચીલાચાલુ સાસુ-વહુ વાતોને છોડી, ગઠબંધન ગુજરાતની છોકરી ધનક (શ્રુતિ શર્મા અભિનીત), એક વફાદાર, સીધી વ્યક્તિ છે અને તેને એક ગેંગસ્ટર સાથે આઈપીએસ ઓફિસર બનવાની ચાનક ચડી છે, મરાઠી મુળગા રઘુ (અબરાર કાઝી અભિનીત), સાવિત્રીબાઈ જાધવનો સુપુત્ર, બોલીવૂડની ખેવના કરતો રહે છે. કાનૂની ડ્રામા, સંઘર્ષમય જીવન. મૂલ્યોમાં વિરોધાભાસ, પરિવારોની ખેંચતાણ, વગેરે એમના જીવનમાં એક નવો અવરોધ દેખાડે છે.
પોતાની સાહસિકતા અને દેશભક્તિ માટે જાણીતી ઝાંસીની રાની લક્ષ્મીબાઈનું નામ ઈતિહાસનાં પૃષ્ઠો પર રાષ્ટ્રીય ઉત્થાનની લડાઈમાં સૌ પ્રથમ મહિલા નેતા તરીકે ઝળહળે છે. ખૂબ લડી મર્દાની ઝાંસી કી રાની સાથે, મણીકર્ણિકાથી ઝાંસીની રાણીની પરીવાર્ત્નાત્મક સફર ચેનલ પ્રસ્તુત કરે છે. રાઈઝિંગ સ્ટાર ત્રીજીએ પંજાબના ફરીદકોટના આફતાબ સિંહને રાઈઝિંગ સ્ટાર જાહેર કર્યો છે. ડ્રામામાં દેખાડેલા કિચન રાજકારણને બાજુએ મૂકીએ તો ‘કિચન ચેમ્પિયન’ માં ટેલીવિઝનની મોટી હસ્તીઓને રસોઈયાની પાઘડી બંધાવી દીધી છે અને ખૂબ સ્વાદિષ્ટ વાનગીઓ તેઓ બનાવે છે. કલર્સે એનો પહેલાં જ પ્રકારનો ‘મજાક’ ઊડાવવાનો એક પ્રેંક શો શરુ કર્યો જેનું શીર્ષક હતું- ‘ખતરા ખતરા ખતરા’. નવી સિઝનના બિગ બોસમાં પાવર પ્લે ઘણો રહ્યો છે. દર્શકોનો મનપસંદ શો, ડેન્સ દીવાને, જે સંદેશો આપે છે કે વય એક માત્ર સંખ્યા છે, તે ડાન્સ દીવાને સીઝન 2 ખૂબ મસ્તી-પ્લે, પોઝ અને રી-વિંડ નવું દાખલ કરવામાં આવ્યું હતું.
કલર્સે ‘શાદી હો તો ઐસી’ જેવાં વિશાળ, સિતારાઓથી ભરપૂર મોટું માસ વેડિંગ ઉજવવાનું નક્કી કર્યું હતું. સામાજિક સુસંગતતા અને દૂષણો જ્ઞાતિ પ્રથા જેવી બાબતો હજુ સમાજમાં પ્રવર્તે છે, એ અંગે એની સામે લડવાની બાબતોને આગળ ધરતા આ શોએ ખૂબ દ્રઢ સંદેશો આપ્યો હતો.
બોલીવૂડના અતિશય ધામધૂમવાળા વૈભવશાળી, આઈઆઈએફએના બે દસકા વિતાવી દીધા છે. રણવીર સિંહ, કેટરીના કૈફ, સારા અલી ખાન, આયુષ શર્મા. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર વિક્કી કૌશલ, ડેન્સિંગ દીવા માધુરી દીક્ષિત અને ભારતના સૌથી વધુ લોકપ્રિય કલાકાર સલમાન ખને સ્ટેજ પર આગ લગાવી હતી. મિસ ઇન્ડિયા પેજંટ 2019ની આખરી સ્પર્ધા પણ સીતારાઓથી ભરપૂર રહી હતી. બોલીવૂડના પ્રસિદ્ધ પ્રોડ્યુસર કરણ જોહર અને કોમેડિયન મનીષ પોલ યજમાન હતા. મિસ વર્લ્ડ માનુષી છીલ્લરે પણ એન્કરીંગ કરી કુશળતા દર્શાવી હતી. રાજસ્થાનની સુમન રાવ મિસ ઇન્ડિયા 2019 તાજ જીતવામાં સફળ રહી હતી.
જેની સૌથી વધુ રાહ જોવાય તે ફિલ્મફેર એવોર્ડ 2019 બોલીવૂડના વૈભવ, સ્ટાઇલ, સંગીત, જાદૂ અને અતિ વિશાળ પરફોર્મન્સ બધાએ જોયા હતાં. દર્શકોએ આ બધું ગાંડપણ કલર્સ પર જોયું હતું. આ બિગ નાઈટ માટે શાહરુખ ખાને પણ પરફેક્ટ હોસ્ટની ભૂમિકા બજાવી હતી. આ ઇવેન્ટની યાદગાર પલ હતી, વિક્કી કૌશલે અમિતાભ બચ્ચનને ઉજવણી દરમિયાન અંજલિ અર્પી હતી.
કવચ મહાશિવરાત્રી, અંધશ્રદ્ધા ધરાવતા આ થ્રીલરમાં શયતાનની શક્તિના દર્શન થયા. કવચનો આ વિસ્તારિત શો કવચ મહાશીવારત્રી સંધ્યાની સફર જણાવે છે જે અજાણી ગેબી શક્તિઓથી પોતાના પરિવારને બચાવવા પ્રયત્નશીલ છે. નાગીન -ભાગ્ય કા ઝહરીલા ખેલ–આ શો એક પછી એક એમ બધી સીઝાનોનો વિક્રમ તોડે છે અને એના જેવાં જ બીજા શો નાગીન સાથે મનોરંજન આપે છે.
2019 હવે સમાપ્ત થતાં, કલર્સ રસ તરબોળ કરે તેવી વાર્તાઓ, પ્રગતિશીલ વર્ણનો અને લોકોને પરસ્પર જોડતા વિષયોની સૂચી સાથે આવે છે. બીન-પ્રણાલિગત પ્રેમ કથા નૉટી પિન્કી સાથે નવા વર્ષને આનંદથી આવકારશે. ખૂબ રાહ જોવાય છે તે ખતરો કે ખિલાડી ટૂંકમાં જ પાછો આવશે. બેરિસ્ટર બાબુ સાથે કલર્સ બીજી એક હૃદયસ્પર્શી વાર્તા લાવે છે, જે આઝાદીના પૂર્વ કાળમાં ઘટી હતી.