તમે દરેક પ્રકારની ફેશન માટે કપડાં પર ખાસ પસંદગી ઉતારતા હો છો પણ જ્યારે કસરત કરવા માટે યોગ્ય આઉટફિટની પસંદગી કરવાની હોય ત્યારે તેમાં મોટા ભાગનાં લોકો ફેશન જોતાં નથી. કસરત દરમિયાન પહેરવાનાં આઉટફિટ કસરત વખતે કેટલા આરામદાયક અને અનુકૂળ રહેશે તે જોવા જરૂરી છે. કસરત કર્યા પછી તમે થોડી જ વારમાં પરસેવાથી તરબતર થઇ જાવ છો, ક્યારેક થોડો થાક લાગે છે. તે સમયે તમે કસરત માટે જે આઉટફીટ પહેર્યા હોય તેના દ્વારા તમે કેવું ફીલ કરો છો, તે પણ ખૂબ જરૂરી છે. કસરતના કપડાં કેટલા આરામદાયક છે, તે પણ તમારી કસરત પર અસર કરી શકે છે.

વર્કહોર્સ ફેબ્રિક્સ

કેટલાક ફેબ્રિક્સ કસરત દરમિયાન ત્વચામાંથી પરસેવો શોષી લે તે રીતે જ ખાસ બનાવવામાં આવે છે. જ્યારે અન્ય બીજા સામાન્ય ફેબ્રિક તેને શોષી શકતા નથી. જ્યારે કસરત માટેના કપડાંની તુલના કરવામાં આવે ત્યારે કેટલાક વિકલ્પો બીજા કરતા વધારે બેસ્ટ હોય છે.

વિકિંગ માટે વિચારો –

એવા અનેક ફેબ્રિક હોય છે જેને તમે બ્રીધેબલ કહી શકો. આવા કપડાં તમારી ત્વચા પરથી પરસેવો શોષી લે છે, જેનાથી શરીર કોરું રહેવાની સાથે તેનું તાપમાન પ્રમાણસર રહે છે. આવાં કપડાં પોલીપ્રોપલીન અથવા કૂલમેક્સ8 અને સપ્લેક્સ8ના બનેલા હોય છે, જે કસરત તેમ જ અન્ય એવી કોઇ પણ પ્રવૃત્તિઓ જેમાં તમને ખૂબ પરસેવો થતો હોય તે સમયે પહેરવા માટે સારા રહે છે કેમ કે તે પરસેવો તો શોષી જ લે છે. ઉપરાંત તમને પરસેવાથી તરબતર અને અગવડના અનુભવથી દૂર રાખે છે.

  • કોટન કપડાઃ કોટન એટલે કે સુતરાઉ મટીરિયલના કપડાં પણ પરસેવો શોષી લે છે અને તેનાથી ત્વચા ખેંચાતી નથી તેમ જ શરીર ઝડપથી કોરું થઇ જાય છે. આથી કસરત કરતી વખતે કોટનનાં કપડાં પહેરવા આરામદાયક રહેશે.
  • પરસેવો શોષે નહીં તેવા ફેબ્રિક્સ કસરત કરવા દરમિયાન ન પહેરો. ઘણા લોકો એવા ફેબ્રિક્સમાંથી બનાવેલા કપડાં પહેરીને કસરત કરતાં હોય છે, જે પરસેવો શોષી શકતા નથી. આવા ફેબ્રિક્સ રબ્બર કે પ્લાસ્ટિક આધારિત મટીરિયલમાંથી બનાવેલા હોય છે. આવા ફેબ્રિકના કપડાં પહેરવાથી કસરત દરમિયાન તે તમારા શરીરના ઊંચા ગયેલા તાપમાનને ઘટાડવાને બદલે વધારે છે. જે તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

યોગ્ય ફિટિંગવાળાં કપડાં પહેરીને કસરત કરોઃ

  • તમે જ્યારે કસરત કરવાનું નક્કી કરો ત્યારે એવા કપડાં પહેરો જેનાથી કસરત કરતાં હો ત્યારે તમારા શરીરને અનુકૂળતા રહે. કપડાં ક્યાંયથી ખેંચાય નહીં કે તેમાં વધારે પરસેવો ન થાય. આના માટે અહીં આપેલી કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખો.
  • કસરત કરતી વખતે ઢીલા અને આરામદાયક હોય એવા કપડાં પહેરવા એ બરાબર છે, પરંતુ તેનો આધાર તમે કેવા પ્રકારની કસરત કરો છો તેના પર પણ રહેલો છે. જો તમે જોગિંગ, સાઇક્લિંગ કરતાં હો તો પહોળા અને ઢીલા પેન્ટ્સ પહેરવાનું ટાળો કેમ કે તે જોગિંગ વખતે પગમાં ભરાઇ જવાની અથવા તો સાઇક્લિંગ કરવા દરમિયાન પેડલમાં ફસાઇ જવાની સંભાવના રહે છે.
  • પાઇલેટ્સ કે યોગ દરમિયાન સ્ટ્રેચેબલ અને ફિટિંગ ધરાવતા ફેબ્રિકના કપડાં પહેરો જે આ દરમિયાન થતા પરસેવાને શોષી લેવા માટે એકદમ પરફેક્ટ છે.
  • એક વાત મનમાં યાદ રાખો કે કોઇ પણ પ્રવૃત્તિ કરતી વખતે તમને અડચણરૂપ બને અથવા અગવડદાયક હોય તેવાં કપડાં પહેરવા નહીં.

મોસમ અનુસાર કસરત વખતે પહેરવાના કપડાંમાં પણ ફેરફારઃ

જો તમે આઉટડોર એક્સરસાઇઝ કરતાં હો અથવા કોઇ રમત રમતાં હો તો તે દરમિયાન તમારે મોસમને અનુરૂપ કપડાં પહેરવા જોઇએ. બહાર કસરત કરતાં હો ત્યારે કેવા કપડાં પહેરવા તે માટે આ ટિપ્સ યાદ રાખોઃ

  • ઉનાળોઃ આપણા દેશમાં બારમાંથી આઠ મહિના તો ગરમી રહેતી હોય છે આથી કસરત કરતી વખતે એવા ફેબ્રિક પસંદ કરો કે તે દરમિયાન તમારી ત્વચા પર થતો પરસેવો શોષી લે અને ત્વચા શ્વાસ લઇ શકે. એવા કપડાં પહેરો જે આરામદાયક અને કૂલ હોય અને તમે સહેલાઇથી હરફર કરી શકો.
  • શિયાળોઃ જ્યારે શિયાળો આવે ત્યારે ગરમ કપડાં પહેરવાની જરૂર પડે છે, પણ શિયાળા દરમિયાન કસરત કરતી વખતે એ યાદ રાખો કે તમારા હૃદયના ધબકારા ઝડપી બને છે અને શરીરનું તાપમાન વધે છે. આથી શિયાળા દરમિયાન કરસરત કરતી વખતે એક-બેથી વધારે કપડાં ન પહેરતાં હંમેશાં એવા કપડાં પહેરો જે તમને હૂંફ આપે. તમારા કપડાં એવા હોવા જોઇએ જેનું અંદરનું પડ શરીરના પરસેવાને શોષી લે અને બાહ્ય પડ તમારા શરીરને ઉષ્મા કે હૂંફ પ્રદાન કરે. શિયાળાની ઠંડકથી તમારા માથા, કાન અને હાથનું રક્ષણ કરવા તેને ઢાંકીને રાખો.
  • ચોમાસુઃ ચોમાસામાં વાતાવરણ ભેજયુક્ત અને પવન ધરાવતું હોય છે. આવામાં બહાર ઝડપથી કસરત કરવામાં ભીંજાઇ જવાનો અથવા પવનને લીધે શરદી થઇ જવાનો ભય રહે છે. આના માટે એવા કપડાં પહેરો જેનું બાહ્ય પડ તમારી ત્વચાને વરસાદમાં ભીંજાવાથી અને ભેજ તેમ જ પવનથી રક્ષણ આપે અને કસરત કરવામાં આરામદાયક પણ રહે.
  • એ યાદ રાખો કે બહારનું વાતાવરણ ગમે તેવું હોય પણ તમારે તો કસરત કરીને પરસેવો પાડવાનો છે. આથી બને એટલું ધ્યાન રાખી કસરત દરમિયાન તમારા શરીરને કોરું રાખે એ પ્રકારના કપડાં પહેરો. એટલું જ નહીં, વાતાવરણને ધ્યાનમાં રાખીને આઉટડોર એક્સરસાઇઝ કરો અને તે માટે પણ તેને અનુરૂપ કપડાં પહેરો.

આખા વર્ષ દરમિયાન કસરત કરવા માટે આરામદાયક કપડાં પહેરો તે માટે આ વિકલ્પો પણ ચકાસી જુઓ.

યુવતીઓ માટે એક્ટિવવેર

હાઇવેસ્ટેડ પાવરહોલ્ડ લેગિંગ

આવા હાઇવેસ્ટેડ લેગિંગ ફેબ્લેટિક્સમાંથી બનાવવામાં આવે છે જે લગભગ તમામ એથ્લેટિક પ્રવૃત્તિ માટે પરફેક્ટ છે. આ ભેજ શોષી લે તેવું ફેબ્રિક વજનમાં હળવું અને ત્વચાને પૂરતી હવા મળી રહે તેવું હોય છે, જે ઉનાળામાં અને શિયાળામાં પણ તે સારા રહે છે. આ કપડાં 88 ટકા પોલીએસ્ટર અને 12 ટકા સ્પેન્ડેક્સ બ્લેન્ડેડ ફેબ્રિક હોવાથી તે તમારા શરીરને કોઇ પ્રકારના અવરોધ વિના સહેલાઇથી વળવા દે છે. તદુપરાંત, તેમાં વેસ્ટબેન્ડ પોકેટ હોય છે, જેમાં તમે કસરત દરમિયાન તમારી પાસેની ચાવીઓ, કાર્ડ્સ વગેરે રાખી શકો છો.

યુવતીઓ માટે કસરત દરમિયાન પહેરવાની ટી

ખાસ કરીને જોગિંગ, ટ્રેનિંગ અને પરસેવો થાય એવી કસરત કરતી વખતે શોર્ટ સ્લીવ ક્રૂ શ્રેષ્ઠ રહે છે અને તેના લેયર ગમે ત્યારે પહેરવા છતાં સારા રહે છે. તેના મેશ વેન્ટ્સ સિલ્વરસેન્ટ ટેક્નોલોજીને લીધે પૂરતી હવા શરીરને પૂરી પાડે છે જેથી કસરત કરવા દરમિયાન થતા દુર્ગંધયુક્ત પરસેવાને લીધે શરીર પર બેક્ટેરિયા જમા થતા નથી. એ કસરત દરમિયાન તમને તાજગીનો અહેસાસ કરાવે છે. સૌથી સારી બાબત એ છે કે આ શર્ટના ક્લાસિક કટ્સ દરેક બોડી શેપને અનુરૂપ હોય છે.

સ્પોર્ટ્સ બ્રા

મીડિયમ સપોર્ટ ધરાવતી સ્પોર્ટ્સ બ્રા પણ તમને યોગ, પાઇલેટ્સ, સ્પિન ક્લાસ, કિકબોક્સિંગ અને વજન ઉંચકવાની કસરત દરમિયાન પહેરવામાં સારી રહે છે. તેને તમે માથા પરથી પહેરી શકો છો અને તેની કિનારીએ આવેલો પહોળો ઇલાસ્ટિકનો પટ્ટો તમારા શરીર સાથે  બંધ બેસે છે. આના પેડિંગ કાઢી નાખી શકાય તેવા હોય છે જેથી તમે વધારાનો પરસેવો થતો ટાળી શકો છો અને તે પણ પરસેવો શોષી લે તેવા ફેબ્રિકમાંથી બનાવવામાં આવેલી હોવાથી તમને કસરત કરવા દરમિયાન આરામદાયક રહે છે.

કસરત કરતી વખતે કેવા ફૂટવેર પહેરવા

કસરત કરવા દરમિયાન ફૂટવેરનું પણ ઘણું મહત્વ છે. મોટા ભાગની બ્રાન્ડેડ ફૂટવેર કંપનીઓ મીડિયમ પહોળાઇ ધરાવતા અને સ્ટાન્ડર્ડ સ્ટાઇલના શૂઝ વેચે છે, પણ ઘણી યુવતીઓનું શરીર સ્થૂળ હોવાથી તેમને વધારે કુશન ધરાવતા, પગના તળિયાંને આરામદાયક અને અંગૂઠાની વધારે પહોળી જગ્યા ધરાવતા ફૂટવેરની જરૂર પડે છે. તમારા પગને આરામ મળી રહે તે માટે નીચે જણાવ્યા મુજબની યુનિક ડિઝાઇન અપનાવી શકો છો.

હોકા વનવનઃ આ સ્પોર્ટ્સવેર શૂઝ રનર્સમાં ખૂબ લોકપ્રિય છે કેમ કે તે એકદમ આરામદાયક, હળવા અને ઝડપથી દોડી શકાય તેવા શૂઝ છે. તેમાં મિડસોલ કુશન અને મેટા રોકેટ ટેક્નોલોજીને લીધે તે દોડતી વખતે અને અન્ય પ્રવૃત્તિ વખતે તમારા પગને આગળ વધવામાં સહાયક બને છે.

અલ્ટ્રાઃ અલ્ટ્રા શૂઝ યુનિક ડિઝાઇન ધરાવતા હોવાથી તે જો તમે સાંકડા ટોબોક્સ સાથેના શૂઝ ખરીદશો તો થોડા ઓડ લાગશે. તમારા પગના અંગૂઠાની રચના અનુસાર તમારો પગ અને અંગૂઠો તેમાં સારી રીતે આવી શકે એવા શૂઝ પસંદ કરો જે ઝીરો ડ્રોપ પ્લેટફોર્મ અને કુશન ધરાવતા હોય જેથી તમારા પગને દોડતી વખતે તકલીફ ન પડે.

વિયોનીઃ તમે જિમમાં જવા માટે શૂઝની પસંદગી કરી રહ્યાં હો કે ફરવા માટે વિયોની તે માટે બેસ્ટ રહે છે. તે પગને સારી રીતે કવર કરી લે છે. તેની ઓર્થોહીલ ટેક્નોલોજી તમારા પગને જમીન પરથી ઊંચો કરતી વખતે સીધી લાઇનમાં રહે તે માટે મદદરૂપ નીવડે છે અને તેના સ્લીપર્સ પણ એટલા જ આરામદાયક છે. તમે તે કસરત દરમિયાન પહેરો કે પછી આખા દિવસની કોઇ પણ પ્રવૃત્તિ દરમિયાન તે પહેરો તમારા પગને આરામ જ લાગે છે.

રાઇકાઃ આ ડિઝાઇન શૂઝ ખાસ કરીને મહિલાઓ માટે જ બનાવવામાં આવે છે. મહિલાઓના પગના તળિયાના આકાર, સ્નાયુનોનું હલનચલન અને તેનું બંધારણ પુરુષના પગના તળિયા કરતાં અલગ હોય છે. આના શૂઝ તમને જોગિંગ માટે સપોર્ટિવ અને આરામદાયક રહે છે.

Loading

Spread the love

Leave a Comment