કાશીબાઈ બાજીરાવ બલ્લાલનું પ્રિમિયર 15મી નવેમ્બરના થયું છે, જેમાં એક મહિલાની વણકહી વાર્તા છે, જે એક ચતુર પ્રશાસકની સાથે મરાઠા સામ્રાજ્યને ભવ્યતાથી પકડી રાખતી નેતા હતી, તેના પતિ બાજીરાવ- મહાન લડવૈયા યુદ્ધ માટે બહાર જતા અને તેમના સામ્રાજ્યનું વિસ્તરણ કરતા ત્યારે તે જવાબદારીપૂર્વક અને લોકોના કલ્યાણપ્રત્યે પ્રતિબદ્ધ રહેતી હતી. વધુમાં અહીં કાશીબાઈના બાળપણને પણ વિગતપૂર્વક દર્શાવવામાં આવ્યું હતું, તે નાની હતી ત્યારે ખૂબ જ લાડકોડથી ઉછરેલી હતી, ત્યાંથી પેશ્વિન બાઈ બની ત્યાં સુધીનો પ્રવાસ દર્શાવ્યો છે. નવોદિત અભિનેત્રી આરોહી પટેલ નાનકડી કાશીબાઈનું પાત્ર કરી રહી છે અને તે મરાઠા અગ્રણીનું પાત્ર કરવા માટે તેને કઈ રીતે તૈયાર કરી તે વિશે વાત કરે છે.

પ્ર. શોમાં તમારા પાત્ર વિશે અમને જણાવશો?

જ. હું નાની કાશીબાઈનું પાત્ર કરી રહી છું, જે એક ભવ્ય શાહુકાર મહાડજી જોશીની દિકરી છે. તે તેના માતા-પિતાની સાથે કોઈપણ જાતની વિશ્વ પર રાજ કરવાની ઇચ્છા વગર એક સરળ ખુશાલ જીવન જીવવા ઇચ્છતી હતી. તે ખૂબ જ સરળ છોકરી છે, જે તેની આસપાસના લોકોને દરેકને મદદ કરે છે. તે અત્યંત લાડકોડમાં ઉછરેલી હતી, પણ મગજથી અત્યંત તિક્ષ્ણ હતી. તેને તેના માતા-પિતાએ હંમેશા એવું શિખવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિમાં લડતા શિખવ્યું હતું. જ્યારે મેં કાશીબાઈ વિશે સાંભળ્યું અને વાંચ્યું તો, શો દરમિયાન મારે ઘણું શિખવા જેવું હતું! મને વિશ્વાસ છે કે, અમારા બધા દર્શકો માટે આ એક મજબુત અને પ્રેરણાદાયી બની રહેશે.

પ્ર. ખરેખર જીવનમાં તમે આ પાત્રને તમારી જાત સાથે કઈ રીતે સાંકળો છો?

જ. કાશીબાઈએ અત્યંત લાડકોડથી ઉછરેલી અને સંરક્ષણ મેળવનાર છોકરી હતી, મારી માતાએ હંમેશા મને લાડકોડ કરેલા. હું આ શો દ્વારા કાશીબાઈ વિશે ઘણું સમજી છું. તો હું કાશીબાઈના પાત્રથી ઘણું પ્રેરિત થઈ છું અને આશા રાખું છું કે, એક દિવસ, હું તેના જેવી નમ્ર અને મજબુત બની શકીશ!

પ્ર. તમને આ પ્રોજેક્ટ/શો કઈ રીતે મળ્યો?

જ. મેં આ પાત્ર માટે ઓડિશન આપ્યું હતું અને મને એવું લાગ્યું કે, આ બરોબર નથી થયું… પણ ઘણા સમય બાદ લગભગ 3 કે 4 લૂકટેસ્ટ બાદ મને ફાઈનલ કરી.

પ્ર. શો માટે તમે કઈ રીતે તૈયારી કરી?

જ. ક્રિએટિવ ટીમએ મારી સાથે સારો એવો સમય વિતાવ્યો, તેઓ મને મરાઠા સામ્રાજ્યની એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઝાંખી પર લઈ ગયા અને કાશિબાઈના સફરને દર્શાવ્યું. હું નાનકડી કાશીબાઈના પાત્રને સમજી, તે મારા જેવી જ અત્યંત લાડકોડ અને સુરક્ષિત રીતે ઉછરેલી હતી. સ્ટાઈલિંગ ટીમએ મારો દેખાવ એવો તૈયાર કર્યો કે, હું શક્ય એટલા ઓછા મેકઅપની સાથે કાશી જેવી દેખાવ . નિયમિત રીતે શૂટિંગ શરૂ થતા પહેલા હું મારા ડિરેક્ટરની સાથે બેસતી અને સમગ્ર ટીમ મને મારા પફોર્મન્સમાં મદદ કરતા. મેં મારા કાશીબાઈના પાત્ર માટે મરાઠી અને સંસ્કૃત શિખ્યા અને તેની સંસ્કૃતિ વિશે ઘણું શિખી છું.

પ્ર. તમારા અભ્યાસ અને શૂટિંગની વચ્ચે તમે કેટલી દોડાદોડી કરો છો?

જ. મારી શાળાની ઓથોરિટી અત્યંત સપોર્ટિવ છે અને રોગચાળાની સાથે, અમારા બધા ક્લાસીસ ઓનલાઈન હોય છે. તો, હું મારા મુખ્ય વિષયને ચુકતી નથી. હું સવારમાં મારા ઓલાઈન ક્લાસીસ કરું છું અને દિવસના બાકીના સમય માટે શૂટિંગ કરું છું.

પ્ર. તમે સેટ પર કઈ રીતે વાતચીત કરો છો?શું તમે કારજતમાં જ જ્યાં શોનું શૂટિંગ થાય છે ત્યાં જ રહો છો?

જ. હાલમાં તો સમગ્ર ક્રુની સાથે કરજતમાં રહું છું અને સુંદર એન ડી સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા છીએ, જ્યાં એવું લાગે છે કે, તમે એક ઇતિહાસનું પુસ્તક ખોલ્યું છે અને એક નવા યુગમાં જ પ્રવેશી ગયા છો.

પ્ર. હાલની પરિસ્થિતિમાં તમે કોવિડ દરમિયાન કઈ રીતે સલામત રહી શક્યા?

જ. સમગ્ર ક્રુના સભ્યોને રસી આપેલી છે અને અમે એક બાયો બબ્બલમાં શૂટિંગ કરી રહ્યા છીએ, જેમાં બહારનાને આવવાની મંજૂરી ઓછી છે. અમે અમારી જાતને સેનિટાઈઝિંગ કરી રહ્યા છીએ અને જ્યારે શૂટિંગ ન કરતા હોય ત્યારે માસ્ક પહેરીએ છીએ.

પ્ર. આ શો તમને મળ્યા પહેલા તમે કાશીબાઈ વિશે કંઈ જાણતા હતા?

જ. હા, મેં બાજીરાવ મસ્તાની જોયું હતું અને કાશી તરીકે ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રાનું પફોર્મન્સ ખૂબ જ ગમ્યું હતું, તો હું મારું પાત્ર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી.

Loading

Spread the love

Leave a Comment