હુસેન દલાલ બોલિવૂડના ખૂબ જ જાણીતા રાઇટર છે. યે જવાની હૈ દિવાની, 2 સ્ટેટ્સ અને ઢીશૂમ ફિલ્મના ડાયલોગ રાઇટર હુસેને બ્રિન્ગ ઓન ધ નાઇટ, ગ્રેટર એલિફન્ટ અને પિત્ઝા જેવી ફિલ્મોમાં એક્ટીંગ પણ કરી છે. હવે હુસેન સ્ટાર પ્લસ પર નવ વર્ષ પછી ફરી શરૂ થઇ રહેલા શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો માં જજ તરીકે જોવા મળશે. આ શો નવ વર્ષ પછી ફરીથી ટીવીના પડદા પર જોવા મળશે. હુસેન સાથે તેની ફિલ્મો, એક્ટિંગ અને મેન્ટર તેમજ જજ તરીકેની કાર્યની થયેલી વાતો.

કોમેડી શોમાં મેન્ટર તરીકેની જવાબદારીના અનુભવ વિશે શું કહેશો. પ્રેશર ફીલ થાય છે.

હું માનું છું કે કોઇપણ વ્યક્તિ કોઇ બીજી વ્યક્તિને કલા શીખવાડી શકતું નથી. હું ઘણીવાર બાળકોને પણ કહું છું કે એક્ટિંગ સ્કુલ જવાની જરૂર નથી કારણકે મહેસૂસ કરવાનું કોઇ શીખવાડી શકતું નથી. મેન્ટરશીપમાં અમે અમારો અનુભવ લઇને આવ્યા છીએ. અમારો સ્કીલસેટ લઇને આવ્યા છીએ. અમે લોકોને જણાવવા આવ્યા છીએ કે અમે કેટલું જાણીયે છીએ. અમે અહીં કોઇને શીખવાડવા માટે આવ્યા નથી. અમે આ બધા કલાકારોનો હાથ પકડવા માટે આવ્યા છીએ કારણકે મેન્ટરશીપમાં એક અનુભવની જરૂર હોય છે. તેમને ફક્ત જાણકારી આપવાની છે કારણકે કલામાં ક્યારેય કશુ સાચું કે ખોટું હોતું નથી. પ્રેશર ખૂબ વધારે હોય છે કારણકે સાચું કહું તો હું પોતે ઘણુંય શીખવા માંગુ છું. એકસાથે જ્યારે તમે આટલા બધા ટેલેન્ટને મળો છો, ત્યારે સમજાય છે કે ભારતમાં કેટલું બધુ ટેલેન્ટ છૂપાયેલું છે.

ઓડિશનમાં કઇ રીતે પસંદગી કરવામાં આવી.

જ્યારે ઓડિશન રાખવામાં આવ્યું ત્યારે જે કલાકારો આવ્યા તે 15થી 20 વર્ષથી કામ કરતા હોય તેવા લોકો હતા. બસ તેમને લોકો સુધી પહોંચવાની જ જરૂર હતી. મને એ વાતનો આનંદ છે કે હું એવા એક શોનો ભાગ છું જેણે પહેલા પણ અનેક કોમેડિયન આપ્યા છે અને હવે પણ નવા કલાકારોને લોકો સમક્ષ લઇને આવી રહ્યા છે.

દરેક ચેનલ્સ પર કોમેડી શો જોવા મળે છે, તો આ શોમાં શું નવું અને અલગ જોવા મળશે.

આ શોમાં અલગ કઇ જોવા નહીં મળે પણ સારું જરૂરથી જોવા મળશે. લોકો હંમેશા સારું જોવાની ઇચ્છા રાખે છે. આ શોમાં ખોટી રીતે કઇ અલગ બાબતને દેખાડવામાં આવશે નહીં. આ શોની સૌથી મહત્વની અને સાચી બાબત એ છે કે અક્ષય કુમાર સુપર જજ છે. મેન્ટોરમાં હું, ઝાકીર અને મલીકા છીએ. ચેનલ્સ જો ઇચ્છે તો કોઇપણ ફેમસ વ્યક્તિને બેસાડી શક્યું હોત, પણ ચેનલ્સે ખાસ એવા લોકોને પસંદ કર્યા કે જે લોકો કોમેડી બનાવે છે, લખે છે. કારણકે અમે પડદા પરના જાણીતા ચહેરા નથી. તેથી આ ખૂબ જ અલગ અને મહત્વનું પગલું ચેનલ દ્વારા લેવાયું છે.

હાલમાં આવતા કોમેડી શોમાં દર્શકોને જકડી રાખવા દ્વીઅર્થી સંવાદોનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ શોમાં પણ એ જોવા મળશે.

લોકો ક્યારેય કહેતા નથી કે અમે અમારા શોમાં દ્વિઅર્થી સંવાદોનો ઉપયોગ એટલા માટે કર્યો કે દર્શકોને આકર્ષવા માગીયે છીએ. એકબાજુ આપણે એમ કહીયે છીએ કે ટીવી શો આખી ફેમીલી સાથે જુવે છે અને બીજી બાજુ શોમાં દ્વિઅર્થી સંવાદો દર્શકોને લલચાવવા માટે વાપરવામાં આવે છે. હકીકત તો એ છે કે અમે અમારા વર્તુળમાં રહીને જેટલું વધારે પ્રેશર કરી શકીશું તેટલું કરીશું. જો પ્રેશર નહીં કરીયે તો સભ્યતાના ચક્કરમાં અમારું કન્ટેન્ટ ક્યારેય આગળ વધી શકશે નહીં. આપણે ક્યારેય બાળકોને કહી જ નહીં શકીયે કે સેક્સ કરવું પડે છે, એના દ્વારા જ તારો જન્મ થયો હતો. જેટલી બાઉન્ડ્રીની બહાર જઇશું તેટલું સેન્સરશીપ ખુલશે. જોકે હાલમાં અમારા શોમાં દ્વિઅર્થી સંવાદો વધારે નથી. જોક ફની હોઇ શકે છે, જો તેમા ચીપનેસ ન હોય તો, કોઇ સ્ત્રીનું અપમાન કર્યા વિનાના પણ જોક હસાવી શકે છે, કોઇને ગાળ આપ્યા વિનાના જોક પણ હસાવી શકે છે. ઘણીવાર લોકો એકબીજાનું અપમાન જોવા માટે પણ શો જોતા હોય છે.

પહેલાના સમયમાં કોમેડીયનો ગણતરીના હતા. હવે તો ફિલ્મ કાલકારો પણ કોમેડી કરતા થઇ ગયા છે, તો આ શો દ્વારા જે કલાકારો બહાર આવશે તેમનું ફ્યુચર શું હોઇ શકે.

કોમેડીને આપણે હંમેશાથી એક અલગ બાબત સમજતા આવ્યા છીએ. પહેલા ફક્ત ફિલ્મોમાં જ કોમેડી જોવા મળતી હતી અને હવે દરેક જગ્યાએ તમને કોમેડી થતી જોવા મળશે. તેથી હવે કોમેડીયન્સ માટેની તક પણ વધી ગઇ છે. પહેલાના કમિડિયન્સને ફક્ત કોમેડી શો મળતા હતા. આજના કોમેડિયન્સને લખવાની તક પણ મળશે. તેમને લોકો ફિલ્મો લખવા માટે બોલાવશે. હું પોતે પણ ફિલ્મો લખુ છું. હું પોતે મારા સ્પર્ધકને કહુ છું કે તું ખૂબ સારો છે, તો મારી સાથે એક પ્રોજેક્ટ કરજે. તેમને લખવાની અને એક્ટીંગની તક મળશે. ચેનલ્સ સારા વ્યક્તિઓને અમારી જગ્યાએ લાવી શક્યું હોત પણ તેમણે મેન્ટર તરીકે એક રાઇટર, એક એક્ટર અને એક સ્ટેન્ડપ કોમેડિયનની પસંદગી કરી. મલીકા દુહા કેરેક્ટર્સ અને રાઇટીંગ કરે છે. હું એક્ટીંગ અને રાઇટીંગ કરું છું અને ઝાકીર ખાન આઉટ એન્ડ આઉટ સ્ટેન્ડપ કોમેડી કરે છે. અમારા ત્રણેયની વચમાં કોમેડી કવર થઇ ગઇ છે. અમે જે જાણતા હોઇશું તે જણાવી શકીશું.

દરેક કલાકાર માટે કોમેડી કરવી મુશ્કેલ છે. રાઇટર અને એક્ટર તરીકે તમે શું કહેશો.

કોમેડી કરવી ખૂબ મુશ્કેલ છે, તેવું દરેક વ્યક્તિ કહે છે. હું માનું છું કે કોમેડીનો એક સરળ નિયમ છે કે ક્યાંતો તે વ્યક્તિની અંદર રહેલી છે, અથવા તો તેને ડેવલપ કરવાની છે. જેમની અંદર કોમેડી રહેલી છે, તેનું ફિલ્ટર કોમેડી છે. જેન્ટલમેન ફિલ્મમાં મારો ટ્રેક કોમેડી રહેલો છે. કોમેડી કરવામાં તમને ખબર હોય છે કે કોમેડી શું છે. કોમેડી મુશ્કેલ ત્યારે લાગે છે કે તમે કોઇ બેસીક લેવલ પર હ્યુમન ઇમોશન્સને સમજવામાં ભૂલ કરી હોય. કોમેડી વ્યક્તિની લાગણીનો બીજો ભાગ છે. પહેલી લાગણી રડવું છે. જે કલાકાર કોમેડી કરી શકે છે, તે કોઇપણ પ્રકારનો રોલ કરી શકે છે, તેવું મારું માનવું છે.

તમે બેસ્ટ કોમેડીયનની પસંદગી કઇ રીતે કરશો.

મારા માટે કોમેડી એક મિશ્રણ છે. મારા માટે બેસ્ટ કોમેડીયન એવો હશે કે, જેનામાં તે કન્ટેન્ટને કઇ રીતે ભજવી શકે છે, તે બાબત મહત્વની રહેશે. ઘણીવાર સ્ક્રીપ્ટ સારી હોય છે પણ તેને પ્રેઝન્ટ કરવામાં ભૂલ થતી હોય છે. તેને રજૂ કરવી કે બોલવી મુશ્કેલ હોય છે. તેનું પરર્ફોમન્સ જરૂર છે.

ઇન્ડસ્ટ્રીમાં ક્યો કોમેડીયન તમને ગમે છે.

હું કોઇ એકને પસંદ કરતો નથી. હું દરેક જગ્યાએ કોમેડી શોધતો ફરું છું. જોકે એક વ્યક્તિ છે જેના વિશે મને લાગ્યું કે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સારું કાર્ય કર્યું હતું અને તે મહેમૂદ સાહેબ છે. તેમની કોમેડીમાં તેમના પાત્ર સાથે લોકોને પ્રેમ થઇ જતો હતો. કોમેડીયન પ્રેમ વહેંચી શકે છે. તે ગોડ ગીફ્ટ કહી શકાય. જે મહેમૂદ સાહેબમાં જોવા મળી હતી. તેમને જોઇને જ લોકોના ચહેરા પર આનંદ છવાઇ જતો.

 

   મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment