ખાસ વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેકને કોઇને કોઇ ખરાબ આદત એટલે કે કુટેવ હોય જ છે. ઘણા લોકો પોતાની કુટેવને સરળતાથી કહી દેતા હોય છે, તો કેટલાક તેને છૂપાવે છે. વ્યક્તિ પોતાનામાં છૂપાયેલી આવી જ કેટલીક ખરાબ આદતોના કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓના સામનો કરે છે. મોટાભાગે તે નૂકસાનકારક જ નીવડે છે. લોકો પોતાનામાં છૂપાયેલી ખરાબ આદતોને સુધારવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. આવી જ કેટલીક ખરાબ આદતોનો ભોગ આપણી ટીવી સેલિબ્રીટીઝ પણ બનતા હોય છે. જૂદી જૂદી ચેનલ્સના કેટલાક ટીવી કલાકારો તેમની ખરાબ ટેવને આજે આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેઓ પણ તેમાંથી બાકાત રહી શક્યા નથી. તેના કારણે તેમને પડેલી તકલીફો વિશે જાણીયે.

  • આશી સિંહ

સોની ટીવી પર આવતી સિરિયલ યહ ઉન દિનો કી બાત હૈની લીડ એક્ટ્રેસ આશી સિંહ કહે છે કે, જ્યારે કોઇ ગંભીર વાત હોય ત્યારે લોકો ચૂપ રહે છે, ગંભીર બની જાય છે. આવા સમયે મને ખૂબ હસવું આવે છે. મારી આ ખરાબ આદતના કારણે ઘણીવાર પરિસ્થિતી ખૂબ ગંભીર બની જાય છે. આ ઉપરાંત જ્યારે પણ કોઇ મારી સામે રડવા લાગે છે, તો હું સ્થિર અને બ્લેન્ક બની જાઉં છું. મને સમજાતું નથી કે મારે શું રીએક્ટ કરવું. આનો અર્થ એ નથી કે હું લાગણીશીલ નથી પણ મને તે સમયે સમજાતું નથી કે મારી સાથે જ આવું શા માટે થાય છે. આ રીતે મારી બંને આદતો માનસિકતા સાથે જોડાયેલી છે. જેના પર કાબૂ રાખવો મુશ્કેલ છે. જોકે હું તેના પર કાબુ રાખી શકું તેવા પ્રયત્નો સતત કરતી રહું છું.

  • સમીર ઓંકાર

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં માં નેગેટીવ રોલ પ્લે કરનાર સમીર ઓંકાર કહે છે કે, મોડેથી સૂવું અને મોડા ઊઠવું તે મારી સૌથી ખરાબ આદત છે. તેના કારણે કસરત કરવાથી લઇને બ્રેકફાસ્ટ, લંચ એ બધામાં પણ મોડું થવા લાગે છે. જેના કારણે ઘણીવાર આખા દિવસનો શિડ્યૂલ બગડી જતો હોય છે. જેનું પરિણામ મારા શરીરે ભોગવવું પડે છે અને મારી તંદુરસ્તી પર તેની અસર થાય છે. હાલમાં હું મારી આ ખરાબ આદતને છોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. હવે હું જલ્દી સૂવાનો પ્રયત્ન કરું છું જેના કારણે વહેલી સવારે ઊઠી શકું. રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જ્યારથી મારી ફરીથી એન્ટ્રી થઇ છે, તેના કારણે જલ્દી ઊઠી શકું છું. મારો એવો પ્રયત્ન છે કે મારી આ હાલમાં વહેલા ઊઠવાની ટેવને ભવિષ્યમાં પણ જાળવી રાખું. જેના કારણે મારી લાઇફસ્ટાઇલ હેલ્ધી રહે.

  • લક્ષ્ય લાલવાની

સોની ટીવી પર આવતી સિરિયલ પોરસમાં મુખ્ય પાત્ર પોરસ ભજવનાર લક્ષ્ય કહે છે કે, ઘણા લોકોની જે ખરાબ આદતો હોય તે સામાન્ય હોય છે, જેમકે, કોઇ મોડે સુધી જાગે છે, તો ઘણા સમજ્યા વિચાર્યા વિના જંકફૂડ ખાય છે. આવી ઘણીબધી કુટેવ લોકોમાં હોય છે પણ મારામાં છૂપાયેલી ખરાબ આદત બધા કરતા અલગ છે. હું ઘણીવાર ઇચ્છતો ન હોઉં છતા પણ મારી સામેની વ્યક્તિ સાથે એવું વર્તન કરું છું કે હું ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ વ્યક્તિ છું. જ્યારે હું એવો જરાપણ નથી. મારી આ ખરાબ આદતની અસર મારી પર્સનાલીટી પર ખૂબ ખરાબ પડી રહી છે. હું ખૂબ જ ગંભીરતાથી મારી આ ખરાબ આદતને છોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. મને પૂરતો વિશ્વાસ છે કે જે દિવસે હું મારી આ આદતને છોડવામાં સફળ થઇશ, મારું વ્યક્તિત્વ વધારે સુંદર બની જશે.

  • ડેલનાઝ ઇરાની

ફિલ્મ-ટીવી સક્રિય અભિનેત્રી ડેલનાઝ કહે છે કે, મારામાં ઘણીબધી ખરાબ આદતો છે. પહેલી આદત એ છે કે હું નાની નાની બાબતોને લઇને તેના પર ખૂબ વિચાર કરવા લાગું છું. આવું શા માટે થયું, તેણે આવું શા માટે કહ્યું, શું કારણ હતું, મારી વાતથી તેને ખોટું તો નહીં લાગ્યું હોય ને, આવા પ્રશ્નો અને વિચારોના કારણે મારી આ આદતથી ફક્ત મને જ નહીં ઘણીવાર બીજાને પણ તકલીફ થવા લાગે છે. મારી બીજી ખરાબ આદત એ છે કે હું નાની નાની બાબતોમાં પરફેક્શન શોધવા લાગું છું, જે ક્યારે શક્ય હોતું જ નથી. હાલમાં હું મારી આ બંને ખરાબ આદતોને સુધારવાના પ્રયત્નમાં છું. મારો પૂરતો પ્રયત્ન છે કે હું મારા આ કામમાં સફળ થાઉં. જેના કારણએ બીજી વખત કહી શકું તે મારામાં હવે કોઇ ખરાબ આદત રહી નથી.

  • શક્તિ અરોરા

છેલ્લા એક દાયકાથી ટેલિવૂડમાં લીડ રોલમાં લોકપ્રિય શક્તિ અરોરા પોતાની ખરાબ આદત વિશે કહે છે કે, મારામાં કોઇ ખૂબ મોટી કહી શકાય તેવી ખરાબ આદત નથી પણ હા નાની નાની બે આદતો એવી છે જેની અસર મારા સ્વાસ્થ્ય પર થતી રહે છે. જેમકે હું પાણી ખૂબ જ ઓછું પીતો હોઉં છું. લંચ અને ડીનર પછી તો જરાપણ પાણી પીતો નથી. ઘણીવાર તો જમી લીધાના કલાક પછી મને યાદ આવે છે કે મારી પાણી પીવાનું રહી ગયું છે. આની અસર મારી ડાઇજેસ્ટીવ પ્રોસેસ પર પડે છે. જે મારી તબિયત માટે જરાપણ યોગ્ય નથી. મારી બીજી ખરાબ આદત ગળ્યું ખાવાની છે. મને શરૂઆતથી જ ગળ્યું ખાવું ખૂબ ગમે છે. હું જાણું છું કે વધારે પ્રમાણમાં ગળ્યું ખાવું તે સ્વાસ્થ્ય માટે નૂકસાનકારક હોય છે.

  • સુધા ચંદ્રન

ફિલ્મ-ટીવી ક્ષેત્રની સફળ અભિનેત્રી સુધા ચંદ્રન પણ પોતાની ખરાબ આદતોના કારણે પરેશાન છે. તે કહે છે કે, મારી સૌથી ખરાબ આદત એ છે કે હું દરેક વસ્તુમાં પરફેક્શન શોધું છું. વ્યક્તિગત રીતે હું માનું છું કે દરેક વસ્તુંનું પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો આ આદતને સારી પણ માને છે પણ સાચું કહું તો મારા મત મુજબ આ આદત સારી નથી. હું આ એટલા માટે કહી રહી છું કે મારી આ આદતના કારણે હું ઘણીવાર જીવનમાં ખુશીઓની અનેક પળોને મીસ કરું છું. જ્યારે સમય મારા હાથમાંથી જતો રહે છે, ત્યારે મને અહેસાસ થાય છે કે અરે, મારાથી આવી ભૂલ કેવી રીતે થઇ ગઇ. મેં આ શું કરી દીધું. મારી આ આદતના કારણે તમે મને પરફેક્શનિસ્ટ પણ કહી શકો છો. જોકે હું મારી આ આદતને સંપૂર્ણ રીતે કેન્ટ્રોલ કરવા ઇચ્છું છું.

Loading

Spread the love

Leave a Comment