સ્વીટી વિડ્સ એનઆરઆઇ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં ગુજરાતી પરિવારની વાર્તા જોવા મળશે. ફક્ત એટલું જ નહીં ફિલ્મનું શૂટીંગ પણ ગુજરાતના વડોદરા શહેરમાં થયેલું છે. ચોકલેટી ફેસ ધરાવતો હિમાંશ કોહલી ખૂબ જાણીચો ચહેરો છે. તે હમ સે હૈ લાઇફ ટીવી સિરિઝમાં રાધવ ઓબેરોયના પાત્રથી ખૂબ જ જાણીતો બન્યો હતો. હિન્દી ફિલ્મ હમ સે હૈ લાઇફ અને યારીયામાં તે જોવા મળ્યો. યારીયા ફિલ્મનું દિલ હૈ પાની પાની ગીત આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે. હિમાંશ કોહલીએ રૂબરૂ મુલાકાતમાં ફિલ્મ અને પાત્ર વિશે જણાવ્યું.
ફિલ્મનું પાત્ર અને અનુભવ વિશે જણાવ.
ફિલ્મમાં મારું આકાશ પટેલ નામના યુવકનું પાત્ર છે અને તે એક કોલેજ સ્ટુડન્ટ છે. સમજદાર અને જીવનમાં કઇક કરવાની ઘગશ રાખતો યુવક છે. આકાશના જીવનમાં તેના એમ્બીશિયસની સાથે સ્વીટી પણ મહત્વની છે. તે બંનેને સાથે રાખીને ચાલે છે. તે એક અનાથ યુવક છે, તેથી તેના માટે તે મોટો પ્રોબ્લેમ છે. ફિલ્મમાં તેને સમજદાર એટલે જ દેખાડવામાં આવ્યો છે. બીજી બીજુ ફિલ્મની વાત કરું તો ખૂબ જ ક્રેઝી કોમેડી ફિલ્મ છે. કોલેજમાં ફિલ્મ શૂટ થઇ છે.
ગુજરાતી યુવકનું પાત્ર કેવું રહ્યું.
હું ફિલ્મમાં અર્બન ગુજરાતી યુવકનું પાત્ર ભજવી રહ્યો છું. અમારું આખુ બેકગ્રાઉન્ડ જ ગુજરાતી છે. જે ગુજરાતી સમજી શકે છે. ગુજરાતનો ટેસ્ટ અને કલ્ચર આ ફિલ્મમાં જોવા મળશે. અત્યાર સુધી હું ગુજરાતમાં ફિલ્મના પ્રમોશન માટે આવ્યો છું. પહેલીવાર આખી ફિલ્મનું શૂટીંગ ગુજરાતમાં થયું છે, તેથી વધારે નજીકથી સમજી શક્યો છું. ગુજરાતને ત્રીસ દિવસ જીવ્યો છું તેવું કહી શકું.
યારીયાનો સ્કુલ બોય હવે કોલેજમાં જોવા મળશે.
યારીયામાં સ્કુલ બોયનું પાત્ર બાદ ત્રણ વર્ષ પછી કોલેજ પૂરી કરી હવે લગ્ન કરવા જઇ રહ્યો છે. તેથી સ્કુલ અને કોલેજની ખૂબ જ અલગ છે, તે જોવા મળે છે. યારીયામાં હું થોડો ઇમ્ચ્યોર બોય હતો, લોકોની વાતને મજાકની રીતે લેતો હતો. અહીં આકાશ એક સમજદાર યુવકના પાત્રમાં જોવા મળશે. જે પોતાની સાથે અનેક જવાબદારી સાથે જીવતો યુવક છે. તે સંબંધમાં ખૂબ માને છે.
યારીયાનું એક ગીત આજે પણ જાણીતુ છે અને આ ફિલ્મનું પણ ગીત લોકપ્રિય થઇ રહ્યું છે.
મને મારી બંને ફિલ્મમાં ખૂબ જ સારા મ્યુઝીક ડિરેક્ટર મળ્યા છે. તેમના ગીતને અમે અમારા પાત્ર પ્રમાણે ઉપયોગ કરતા હોઇએ છીએ. ગીતકાર પણ ખૂબ જ સારા છે. ગીત ગાનાર પણ ખૂબ સુંદર અવાજમાં ગાય છે, જેના કારણે લોકો અમારા ચહેરાને હંમેશા યાદ રાખે છે. અમારા પર પણ એક જવાબદારી રહેતી હોય છે.
કોઇ કોમ્પિટીશનનો અનુભવ ક્યારેય કર્યો છે.
કોમ્પિટીશન દરેક જગ્યાએ હોય છે અને તે રહેવી જ જોઇએ. જો કોઇને તેના કામની ડેડલાઇન ન મળે તો તે આરામ કર્યા કરે, કામ કરશે નહીં. ઇન્ડસ્ટ્રીમાં જો કોમ્પિટીશન જોતા હોતો તો હું કામ કરી રહ્યો છું. આ ફિલ્મ સિવાય પણ આ વર્ષે મારી બીજી બે ત્રણ ફિલ્મો છે. ગયા વર્ષે હું ફિલ્મો જ શૂટ કરતો રહ્યો છું. પહેલી ફિલ્મમાં લોકોએ પસંદ મને પસંદ કર્યો છે, તે પછી હું તે ફિલ્મમાં મારી ભૂલોને શોધીને તેમાંથી વધારે શીખવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. હું મારા કામને વધારે સુધારવાનો પ્રયત્ન કરતો રહું છું.
બરોડાની કોલેજનો શૂટીંગનો અનુભવ કેવો રહ્યો.
કોલેજના સ્ટુડન્ટસે ખૂબ જ સપોર્ટ કર્યો છે. હું આ ફિલ્મમાં રામીલીલાના નાટકના કપડાં પહેરીને ફરતો જોવા મળીશ. તેમાં હું ક્યારેક હનુમાન તો ક્યારેક રાવણ બનું છું. તો તેમાં ઘણા સમય પછી હું શોર્ટ કપડાંમાં ફરતો હતો. બ્લ્યુ હે પાની પાની અને બારીસ કર્યા પછી ઘણા સમય પછી હું કોલેજમાં અડધો ખુલ્લો ફરતો હતો. આખી યુનિટ અને સ્ટુડન્ટ્સ ત્યાં રહેતા. તો મને તે ખૂબ જ ફની લાગતું હતું. જોકે ત્યાંના જેટા પણ સ્ટુડન્ટ્સ છે તેમણે મારો મજાક ઊડાવવાના બદલે મને પ્રોત્સાહિત કરતા હતા. મને આ જે પ્રેમ મળ્યો તે ખૂબ યાદગાર રહ્યો. મને ખૂબ જ સ્પેશિયલ લાગણી મળી છે. તેમણે પ્રેમ અને માન આપ્યું છે અને મને ખાતરી પણ આપી કે અમારી ફિલ્મ જોવા તેઓ જરૂર જશે.
મેધા પંડ્યા ભટ્ટ